SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકે. બાકી તો આપણા નામે બીજાના દોષોની અનુપ્રેક્ષા કરવાની ટેવ સારી નથી. બીજાના દોષોની ઉપેક્ષા કરવી છે, તે માટે મૌન સેવવું છે અને મનમાંથી સ્મરણ કાઢવા માટે સ્વાધ્યાય મોટેથી બોલીને કરવો - આટલો ઉપાય ફાવે ને ? અહીં આક્રોશપરીષહ જીતવા માટે અર્જુનમાળીનું દૃષ્ટાંત જણાવ્યું છે. સર્વ સંપત્તિઓના સ્થાનભૂત રાજગૃહ નામનું નગર હતું. રાજગૃહ એટલે ‘રાજાનું ઘર’ આવો અર્થ ન કરતાં નિઃશેષ સંપદાઓનું ગૃહ હતું. આ દુનિયાની અજાયબીઓનું સ્થાન હતું. આ નગરીમાં અર્જુન નામનો માળી હતો. તેને સ્કંધશ્રી નામની સ્ત્રી હતી. નગરની બહાર એક યક્ષનું મંદિર હતું. તે યક્ષની નિયમિતપણે આ અર્જુનમાળી પુષ્પપૂજા કરતો હતો. એક વાર તેની પત્ની તેને જમવાનું પીરસી યક્ષની પૂજા કરવા નીકળી, અર્જુનમાળી પણ આ રીતે જમીને પૂજા કરવા આવવાનો જ હતો. આપણે કોઇને ખરાબ ન કહીએ એટલામાત્રથી બીજા આપણને ખરાબ નહિ કહે - એવો નિયમ નથી. આપણે બીજાને હેરાન ન કરીએ એટલે બીજા આપણને હેરાન ન કરે એવો ય નિયમ નથી. આપણે પાપ કરવું નથી અને બીજા આપણી પ્રત્યે પાપાચરણ આચરે તો તે વેઠી લેવું છે. આપણે જોઇ ગયા કે અર્જુનમાળીની પત્ની યક્ષના મંદિરમાં ગઇ. ત્યાં છ પુરુષો હાંસીમશ્કરી કરતા બેસેલા. એકલી સ્ત્રીને જોઇને છયે પુરુષો તેના પર તૂટી પડ્યા. પેલી સ્ત્રીએ ઘણા કાલાવાલા કર્યા. ‘મારા પતિ હમણાં આવી જ રહ્યા છે, મને છોડી દો.' છતાં પેલા પુરુષોએ ઉપરથી અર્જુનમાળીને બાંધી નાંખીને તેની સામે જ વિષયસેવનની પ્રવૃત્તિ શરૂ કરી. આ રીતે પોતાની નજર સામે આવી વિટંબણા થતી જોઇને અર્જુનમાળી વિચારે છે કે રોજ યક્ષની પૂજા કરું છું છતાં આવી આપત્તિમાં પણ મને સહાય નથી કરતો તેથી નક્કી આ યક્ષ છે જ નહિ... આપણી પણ આ જ દશા છે ને ? ધર્મ કર્યા પછી જો દુઃખ આવે તો ‘ધર્મમાં માલ નથી’ એવું લાગે ને ? આપત્તિ ધર્મ કરવાના કારણે આવે છે કે ભૂતકાળના પાપના ઉદયે આવે છે ? તો આવું જૂઠું શા માટે બોલવું કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯૮ માનવું ? ધર્મ કર્યા પછી પુણ્ય બાંધવાની ઇચ્છા છે, પાપ ભોગવવાની ઇચ્છા નથી - આના ઉપરથી માનવું પડે કે આપણામાં જ માલ નથી. ધર્મ પુણ્ય બાંધવા માટે નહિ, પાપ ખપાવવા માટે કરવાનો છે. જ્યાં સુધી પાપ બાકી હશે ત્યાં સુધી દુઃખ તો આવવાનું જ. ભગવાનજેવા ભગવાનને પણ છ મહિના સુધી સંગમે ઉપસર્ગ કર્યા ત્યારે ઇન્દ્રાદિ દેવતાઓ છ મહિના સુધી દીનમનસ્ક થઇને નાચગાનાદિ બંધ કરીને બેઠા હતા. ઇન્દ્રાદિ દેવતાઓ જોતા હોવા છતાં પણ ભગવાનને આવાં દુ:ખો ભોગવવાં પડ્યાં તો આપણને દુ:ખ આવે એમાં શી નવાઇ ? તેથી દુ:ખ આવ્યા પછી ધર્મને બદનામ કરવાનું પાપ નથી કરવું. દુ:ખ આવે તો એવું માનવાનું કે ધર્મ કરવાથી મારું પાપ ધોવાઇ જાય - એવું ન બને. ધર્મ કરવા છતાં ઘણાં પાપો ભોગવ્યા વગર પૂરાં થતાં જ નથી. કપડું મેલું થયું હોય ને તેના પર અત્તર છાંટીએ તો વસ્ર શુદ્ધ થઇ જાય કે એના માટે ધોકા મારીને સાબુ લગાડીને વસ્ર મસળવું પડે ? તેથી ધર્મીને ઘેર ધાડ આવે છે’ - આવી માન્યતા કાઢી નાંખો. સારું કામ કરીએ તો વિઘ્નો આવવાનાં જ. એમાં આપણે ગભરાવાની જરૂર જ નથી. સારું કામ કરવાના કારણે વિઘ્ન-આપત્તિ નથી આવતી, સારું કામ કરતી વખતે ભૂતકાળના પાપના ઉદયે વિઘ્ન આવે છે. તેથી ધર્મ કરતી વખતે ગમે તેટલું દુ:ખ આવે તોપણ ધર્મની કે ભગવાનની ખામી માનવી નથી. સ૦ કોઇ ધર્મ કરતું હોય અને તેનો વ્યવહાર અપ્રમાણિક હોય તો તેવા વખતે આપણે શું કરવું ? આપણે બીજાનો વ્યવહાર જોવા બેઠા એ જ આપણી અપ્રામાણિકતા છે. લોકો શું કરે છે - તેની સામે નજર માંડવી જ નથી. આથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે ધર્મ કરનારે ત્રણ અજીર્ણો જીતવાં. જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે, તપનું અજીર્ણ ક્રોધ છે અને ક્રિયાનું અજીર્ણ પરતષ્ઠિ એટલે કે પારકી પંચાત છે. પારકી પંચાત શરૂ કરીએ એટલે સમજી લેવું કે આપણી ધર્મક્રિયા આપણને પચી નથી. આપણે આપણી આરાધના એકાગ્રતાપૂર્વક કરવી છે, કોઇની ઉપર નજર કરવી નથી. આપણી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy