SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુભગવંતો ગમે તેટલો અનુકૂળ ઉપાશ્રય મળે કે પ્રતિકૂળ ઉપાશ્રય મળે તોપણ તેમાં રતિ કે અરતિ ન કરે. અહીં ગાથામાં વિવુિં કરિશ્નડું આટલું જે પદ છે તેમાં એકરાત્રિની વાત જિનકલ્પિકને આશ્રયીને જણાવી છે. બાકી વિરકલ્પી મહાત્માઓને માસંકલ્પનું પણ વિધાન છે. છતાં પણ તેઓ પણ આ જ રીતે વિચાર કરે કે “અહીં ક્યાં કાયમ રહેવાનું છે ?' અને ઉપાશ્રયાદિ પ્રત્યે મમત્વ ધારણ ન કરે. જિનકલ્પી મહાત્માઓ તો એક જ રાત્રિ રોકાય. સ0 સંઘ વિનંતિ કરે તોપણ ન રોકાય ? - વિનંતિ કરે તો તો ન જ રોકાય. કારણ કે પરિચય થયા પછી દોષો લાગવાની સંભાવના પૂરેપૂરી છે. આથી જ તેઓ પરિચય થવા પહેલાં જ નીકળી જાય. વંદિત્તાસૂત્રમાં પણ કહ્યું છે કે આ મારા પરિચિત છે, સગા-સંબંધી છે, તેમની નિશ્રામાં ઉપધાન-સંઘ વગેરે અનુષ્ઠાન કરાવ્યાં છે માટે તેમને વહોરાવવું તે બારમા વ્રતમાં અતિચાર છે. માત્ર આ ભગવાનના સાધુ છે, આગળ વધીને સુસાધુ છે – એમ સમજીને જ વહોરાવવાનું તો દોષ ન લાગે. તેથી સાધુભગવંતો ગૃહસ્થનો પરિચય ન કરે, મમત્વ ન થાય માટે આચારનું પાલન કરે, સાધુપણું પાળવાનું કામ સહેલું છે પણ ગુરુની આજ્ઞામાં રહીએ તો. અહીં શય્યાપરીષહમાં કથા આપી છે. આ કથાનો સાર એટલો જ હશે કે આ પરીષહ સારી રીતે વેઠીને કાળધર્મ પામી દેવલોકમાં ગયા હશે. એક વસ્તુ નક્કી છે કે દુઃખ ભોગવ્યા વિના ધર્મ થઇ શકે – એમ નથી. એક વાર આચાર્યભગવંતે કહેલું કે આજ્ઞા મુજબ ખમાસમણું આપીએ તો કમર, ઢીંચણમાં દુ:ખાવો થયા વિના ન રહે. જો દુ:ખનો અનુભવ ન થાય તો સમજવું કે આજ્ઞા મુજબ ધર્મ કર્યો નથી. દુ:ખ ભોગવવા માટે તો દીક્ષા છે, માટે જ સૃષ્ટીય રીક્ષા / કહ્યું છે. આ દુ:ખથી ગભરાવવાની વાત નથી. દુ:ખ જોવાથી લોકો ઊભગી જશે – એવું નથી. ચાલનાર માણસને પડવાનો ભય છે, ધંધો કરનારને નુકસાનીનો ભય છે, રસોઇ કરનારને અગ્નિનો ભય છે, વાહન ચલાવનારને અકસ્માતનો ૨૯૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભય છે, પરિગ્રહ રાખનારને ચોરીનો ભય છે. છતાં કોઇએ એકે કામ કરવાનું બંધ કર્યું ? તો અહીં શા માટે દુ:ખનો ભય સતાવે ? દીક્ષાને ટ્ટાર કે ઝુલાયિની નથી કહી, #ષ્ટ્રીય કહી છે. દીક્ષા દુ:ખ આપતી નથી, પરંતુ દુઃખ ભોગવવા માટે છે. દુઃખ તો પાપના ઉદયે આવે છે, દીક્ષા લેવાથી નહિ. તેથી દીક્ષા લેવા તૈયાર થયું છે, દુ:ખનો ભય નથી રાખવો. તમે દુ:ખનો ભય રાખો તો ધંધો કરી શકો ? સત્યાં તો સામે ધનની કમાણી દેખાય છે. તો અહીં પણ મોક્ષ મળવાનો છે – એ દેખાય છે. જ્ઞાનનો, શ્રદ્ધાનો, ચારિત્રનો આનંદ વર્તાય છે. તમને ધન મળ્યા પછી જે પ્રસન્નતા મળે તેના કરતાં અમારી પ્રસન્નતા ચઢિયાતી છે. સાધુની પ્રસન્નતા તો બાર મહિને અનુત્તરની પ્રસન્નતાને વટાવી જાય. સ0 દુ:ખ દુ:ખ ન લાગે. એટલું જ નહિ, ઉપરથી દુ:ખમાં સુખ જ દેખાય. એ દુઃખની વચ્ચે પણ કર્મનિર્જરાનું દર્શન સુખ આપે છે. તમે ધંધામાં પ્રમાદનો ત્યાગ કરો છતાં પ્રસન્નતા હણાય નહિ ને ? તો સાધુ અપ્રમત્તપણે દુ:ખ વેઠે છતાં તેમની પ્રસન્નતા ન હણાય - એમાં નવાઇ નથી ને ? જે કાંઇ તકલીફ છે. તે કર્મનિર્જરાના આશયની છે, અપ્રમત્તપણાની નહિ, કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણને સોમદત્ત અને સોમદેવ નામના બે પુત્ર હતા. જેમણે મહાશયવાળા થઇ અને ભાવથી ઉદ્દવિગ્ન થઇને સોમભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. તેમનો આશય મહાન હતો. મહાન આશય એટલે મોક્ષે જવાનો આશય અને આવો આશય ક્યારે પ્રગટે તે માટે ભવોદ્વિગ્ન વિશેષણ આપ્યું છે. હવે સમજાય છે ને કે ભવનો - સંસારનો ઉદ્વેગ થાય તો મોક્ષનો આશય પ્રગટે. સંસારમાં દુ:ખ દેખાય તો ચારિત્રમાં સુખ દેખાય. જયાં સુધી સંસારમાં આનંદ આવે છે ત્યાં સુધી ચારિત્રમાં દુઃખ દેખાવાનું જ. દીક્ષા લીધા બાદ બંન્ને શ્રતના પારગામી બન્યા અને પોતાના સ્વજનોને પ્રતિબોધવા કૌશાંબી નગરીમાં આવ્યા. પરંતુ સ્વજનો અવંતીનગરીમાં ગયા હોવાથી ત્યાં જવા નીકળ્યા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯૩
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy