SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ માટે આપણે પાપ મજેથી કરવાનું ચાલુ રાખ્યું છે ને ? પરંતુ શાસ્ત્રમાં જે પ્રાયશ્ચિત્ત આપ્યાં છે તે પાપ થઇ ગયાં હોય તેનાં આપ્યાં છે, જે પાપ કર્યાં હોય તેનાં નહિ. તેથી જ પાપના પ્રાયશ્ચિત્તની પહેલી શરત પાપાકરણ નિયમ છે. પાપ ન કરવાનો નિયમ લે તેના હાથે કોઇ વાર પાપ થઇ જાય તો તેના માટે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આપણો આશય મલિન છે માટે સારું વાતાવરણ પણ અસર કરતું નથી. એક વાર આશય શુદ્ધ બને તો ઊભા છીએ - ત્યાંથી ધર્મની શરૂઆત થાય. (૯) ચર્ચાપરીષહ : સાત પ્રકારના પરીષહો ભોગવ્યા પછી આઠમો સ્ત્રીપરીષહ જીતવાનું જણાવ્યું. એ સ્ત્રીપરીષહ એક સ્થાને રહેવાના કારણે મોટેભાગે આવતો હોય છે. આથી સ્ત્રીપરીષહ પછી ચર્ચાપરીષહ બતાવ્યો છે. સ્ત્રીપરીષહ જીતવા માટે ચર્ચાપરીષહ જીતવો પડે - એ જણાવવા નવમો ચર્ચાપરીષહ જણાવ્યો છે. મહાપુરુષોની રચના અદ્ભુત કોટિની હોય છે. એક પછી બીજી વાત કરે તો તે સંકલનાબદ્ધ જ હોય. માત્ર વસ્તુનો સંગ્રહ નથી કરતા, જેટલા વિષયોનો સંગ્રહ કરે તે એકબીજાથી સંબંધિત જ હોય. શાસ્ત્રકારો આચારોનું જ્ઞાન કરાવતી વખતે તે આચારના પાલનનો ઉપાય પણ એમાં જ જણાવી દે છે. સ્ત્રીપરીષહ જણાવ્યા પછી તે જીતવાના ઉપાય તરીકે ચર્ચાપરીષહ જીતવાનું જણાવ્યું. એક સ્થાને રહે તો ભિક્ષાચર્ચાના બહાને સ્ત્રીનો પરિચય વધવાનો સંભવ છે. આથી સાધુસાધ્વીને નવકલ્પી વિહારની ચર્યા બતાવી છે. આમ તો સાધુસાધ્વીને ગૃહસ્થનો પરિચય કરવાનો વખત ન આવે. માત્ર ભિક્ષા વખતે સંબંધ થવાનો. તેવા વખતે સાવધ રહે તો બચી જવાય. બાકી પોતાની પાસે વંદન માટે આવેલાનો પણ પરિચય સાધુ ન કરે. શ્રાવકે સાધુનો પરિચય કરવાનો છે. શ્રાવક તો સાધુના પરિચયથી તેમની પાસે આગમના શ્રવણથી લબ્ધાર્થ અને ગૃહીતાર્થ બનેલા હોય : એમ શાસ્ત્રમાં કહ્યું છે. શ્રાવકો અમને ઓળખે એમાં અમારી મહત્તા છે. અમે શ્રાવકને ઓળખીએ એ અમારા માટે લાંછનરૂપ છે. આજે તો શ્રાવકો સાધુનો પરિચય કર્યા પછી પણ શાસ્ત્રના જાણકાર બનવાના બદલે મૂર્ખ જ રહે છે. વર્તમાનના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮૦ સાધુનો સૌથી પહેલી હરોળનો ભગત એટલે મોટા ભાગે અજ્ઞાન હોય. પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો પણ તેને પૂરાં આવડતાં ન હોય. વરસોથી વ્યાખ્યાન સાંભળનારને પૂછીએ કે ‘ક્ષયોપશમભાવ એટલે શું ?' તો તે જવાબ આપી શકે ? મૂળમાં સાધુનો પરિચય, સાધુ પાસેથી કાંઇક મેળવવા માટે કર્યો જ નથી. આપણને જે ઇન્દ્રિયો મળી છે તેનો ઉપયોગ સુખ માટે કરીએ કે જ્ઞાન માટે ? સુખ અને સુખનાં સાધન માટે પ્રયત્ન કરવો – તેનું નામ ઔયિકભાવ. જ્ઞાન અને જ્ઞાનનાં સાધન મેળવવા માટે પ્રયત્ન કરવો – તેનું નામ ક્ષયોપશમભાવ. સ્ત્રીનો પરિચય ન થાય તે માટે નવકલ્પી વિહાર કરવાનું જણાવ્યું છે. શેષકાળમાં મહિનાથી વધારે ન રહેવું. ચાતુર્માસમાં ચાર મહિનાથી વધુ ન રહેવું. આ રીતે વિહાર કરતા રહે તો અનુકૂળ પરીષહ વેઠવાનો આવે નહિ અને સાધુપણું સારી રીતે પાળી શકાય. સ૦ પરિચય કરે તો ગૃહસ્થને પમાડી શકાય ને ? પમાડવા માટે પરિચયની જરૂર નથી. ગુરુના પરિચયથી તરાતું નથી, ગુરુના બહુમાનથી તરાય છે. શ્રી ગૌતમસ્વામીને પરિચય ભગવાનનો ન હતો, ભગવાનનો પરિચય કેળવ્યા વિના માત્ર બહુમાનભાવથી શ્રી ગૌતમસ્વામી તરી ગયા. મહાપુરુષને ઓળખવામાં તકલીફ નથી, મહાપુરુષને મહાપુરુષ માનવામાં તકલીફ છે. શ્રાવક સાધુનો પરિચય કરે પણ સાધુના સ્વભાવનો પરિચય ન કરે. જ્ઞાન-દર્શનચારિત્રનો પરિચય કરે. સાધુનું જ્ઞાન કેવું છે, માર્ગની શ્રદ્ધા કેવી છે અને ચારિત્રનો ખપ કેવો છે - એ જોવાનું. આ ચર્ચાપરીષહમાં જણાવે છે કે સાધુ એકલો જ વિહાર કરે. અહીં ‘એકલા’નો અર્થ ‘રાગ અને દ્વેષથી રહિતપણે વિહાર કરવો' એ છે. ‘આ ક્ષેત્ર સારું છે માટે ત્યાં જવું છે’ આવા રાગથી ન જાય અને ‘આ ક્ષેત્ર સારું નથી માટે અહીં રહેવું નથી’ આવા દ્વેષથી પણ ન જાય. અહીં સાધુને એકાકી વિહારની રજા નથી આપી. જેમાં કર્મબંધ ન થાય તે રીતે રાગદ્વેષને આધીન થયા વિના વિહાર કરવો તેનું નામ એકલો સાધુ. આવો સાધુ સમુદાયમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮૧
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy