SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ અરતિની બોલતી બંધ કરીને આપણે આપણા નિર્ણયને વળગી રહેવું. આપણે ધર્મ કરવો છે અને અરતિ આપણને ધર્મમાં વિન્ન કરે છે – એવું લાગે તો અરતિને ક્ષણવારમાં દૂર કરી શકાય. આપણે અરતિને જો દૂર કરી ન શકતા હોઇએ તો તે અરતિના પ્રેમને લઇને અરતિનું સાંભળીએ છીએ તેના કારણે. અરતિને કાઢવાના ઉપાય તરીકે અહીં જણાવે છે કે વિરત બનવું અર્થાત્ હિંસાદિ સર્વ સાવઘયોગથી વિરામ પામવું અને અપથ્યાદિનું સેવન ટાળવા દ્વારા દુર્ગતિમાં જતા આત્માને બચાવવો. આ રીતે આત્મરક્ષા કરવા માટે ધર્મ-સ્વાધ્યાયદિમાં રત રહેવું - આરામ કરવો. ધર્મમાં અરતિ થાય તો સ્વાધ્યાય કરવા બેસવું, વાતચીત કરવા ન બેસવું. તે જ રીતે નિરારંભી બનવું. જે દુ:ખ વેઠવા તૈયાર હોય તેને આરંભસમારંભ કરવાનો વખત જ ન આવે. આજે તમે દુ:ખ વેઠવાની તૈયારી નથી માટે જ સંસારમાં આરંભ-સમારંભ કરવા બેઠા છો ને ? સ0 શક્તિ નથી. શક્તિ શરીરમાં નથી, મનમાં નથી, રાગમાં પડી છે. સંસારમાં રાગ પડ્યો છે તેથી ત્યાં દરેક કાર્યમાં શક્તિ ફોરવાય છે. સાધુપણામાં રાગ જ નથી એટલે અશક્તિ લાગે છે ! મહાપુરુષોએ આપણા હિતની ઘણી ચિંતા કરી છે. ‘નિરારંભે’ પછી ‘ઉપશાંત’ પદ આપ્યું છે. એક બાજુ અસહ્ય દુ:ખ લાગતું હોય, અરતિ થતી હોય તેને કાઢવા માટે મહેનત કરતા હોઇએ અને એમાં કોઇ હેરાન કરે તો માથું શાંત રાખવું. દુ:ખ વેઠવાના કારણે માથું ગરમ થાય - એવું ન કરવું. દુ:ખ કોઇની ઉપર ઉપકાર કરવા માટે નથી ભોગવતા, આપણાં કર્મોની નિર્જરા કરવા માટે દુ:ખ ભોગવવાનું છે. દુ:ખ વેઠ્યા પછી પણ કષાય કરવાનો નહિ, ઉપશાંત રહેવાનું. ગુસ્સો પણ ન કરવો અને માનની અપેક્ષા પણ ન રાખવી : આ અરતિને જીતવાનો ઉપાય છે. ધર્મ એ અધર્મનો પ્રતિપક્ષ છે. આ અધર્મ સુખ ભોગવવાની લાલચમાંથી થતો હોય છે. તેથી એ અધર્મના પ્રતિપક્ષભૂત ધર્મની સાધના માટે દુ:ખ ભોગવ્યા વિના ચાલે એવું નથી. આપણે સાધના ધર્મની કરીએ છીએ પરંતુ આપણો અધર્મ - આપણું પાપ - આપણા ધર્મને ખાઇ જાય છે. આપણે સાધના ગમે તેટલી કરીએ તોપણ જો વિરાધના દૂર કરવામાં ન આવે તો એ સાધના બધી નકામી જ જવાની. આજે અમારા સાધુભગવંતો પણ પાટ ઉપર બેસીને સમજાવે કે ધર્મ કરો તો એકાંતે તમારું કલ્યાણ થશે. શાસ્ત્રકારો કહે છે કે અધર્મ દૂર કર્યા વગર ગમે તેટલો ધર્મ કરશો તો ય કલ્યાણ નહિ થાય. સ) આપણે ધર્મ કેટલો કરીએ છીએ તેની નોંધ છે, પણ અધર્મ કેટલો કરીએ છીએ એની નોંધ જ નથી. એના માટે તો બે ટંકનું પ્રતિક્રમણ કરવાનું જણાવ્યું છે, પણ તે કરવું જ નથી. બે ટંકનું પ્રતિક્રમણ આપણા અધર્મની નોંધ લેવા માટે છે. છતાં તે પ્રતિક્રમણ કરવા રાજી નથી ને ? સામાયિક કેટલાં કર્યા તેની નોંધ કરે, પણ પ્રતિક્રમણના અર્થ કરીને તેનો ઉપયોગ કરવાની તૈયારી નથી. ધર્મ આજે ઘણો વધ્યો છે, પરંતુ એની સાથે પાપ પણ ઘણું વધ્યું છે. આજે તમને પાપ સાથેનો ધર્મ કરવો ગમે છે ને ? એથી જ ધર્મમાં ભલીવાર આવતો નથી. પાપ ચાલુ રાખવું છે અને એ પાપના ફળરૂપે દુઃખ ભોગવવું ન પડે તે માટે જ આપણે ધર્મ કરીએ છીએ ને? મિચ્છામિ દુક્કડું આપે પણ તે પાપનું ન આપે, પાપના ફળનું આપે. ‘પાપ મિથ્યા થાઓ’ એમ બોલે પણ અસલમાં ‘દુ:ખ નકામું થાય' – એ જ ભાવના પડી છે. રાગ એ પાપ છે, એના કારણે સંસાર છે. હવે જો ધર્મ કરવો હોય તો તે રાગ ટાળીને જ કરી શકાય ને ? રાગ સાથે ધર્મ કરે તો એ ધર્મને ખાવાનું કામ આ રાગ જ કરે છે. આપણે અરતિપરીષહ જોઇ ગયા. આ અરતિપરીષહ જેણે ન વેઠ્યો તેની કેવી અવદશા થઇ અને અરતિપરીષહ વેઠનાર એક-બે ભવમાં મોક્ષ જવા તૈયાર કઇ રીતે થઇ ગયા તે કથાથી જણાવ્યું છે. કેવળજ્ઞાનીના કાળમાં પણ ધર્મમાં અરતિ કરનારા હતા. કારણ કે દુ:ખ તો કોઇને ગમતું નથી. અરતિમોહનીયનો ઉદય જયાં સુધી છે ત્યાં સુધી આ પરીષહ તો આવવાનો જ છે. એવા વખતે અરતિને દૂર કરવા પ્રયત્ન કરવો છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬૫ ૨૬૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy