SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ आणानिद्देसकरे गुरूणमणुववायकारए । पहणीए असंबद्धे अविणीए ति दुबई ॥१-३॥ – જે ગુરુની આજ્ઞાને સ્વીકારે નહિ તે અવિનીત છે. માત્ર સ્વીકાર ન કર્યો એમાં શું થયું, કામ કરે તો છે ને ?... આ બચાવ ન ચાલે . ગુરુના વચનને સ્વીકારતો નથી તે અસલમાં ભગવાનના વચનનો અનાદર કરનારો છે. એવાને કેવી રીતે નભાવાય ? આપણા સત્સંગથી અવિનીત વિનીત થશે - એવી દલીલ પણ ન કરવી. કારણ કે સારા સંસ્કારની અસર જલદી નથી પડતી, ખરાબ સંસ્કારની અસર જલદી પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે કસ્તૂરી જો લસણની બાજુમાં મૂકવામાં આવે તો લસણની વાસ કસ્તૂરીમાં આવે, કસ્તૂરીની વાસ લસણમાં ન આવે. જો અવિનીતને સુધરવું હશે તો તે વિનીતની પાસે જશે, આપણે અવિનીતને પાસે ન બેસાડવો અને અવિનીતની પાછળ ન ફરવું. જે ભગવાનની વાતને તત્તિ ન કરે તેના પરિચયમાં આપણે નથી રહેવું. આજે જે મતમતાંતરો ઊભા થયા છે તે ભગવાનની વાત ન સ્વીકારવાના કારણે. ભગવાનની વાત સમજાવા છતાં પણ નાક આડું આવે છે, જ્ઞાન આડું નથી આવતું. જો જ્ઞાન આડું આવત તો કોઇ મતાંતર ફેલાત નહિ. જ્ઞાનીની જવાબદારી છે કે જેમતેમ વર્તન કરવું નહિ. જો જ્ઞાની બેજવાબદાર થઇને વર્તે તો તે અધિક પાપના ભાગી બને છે. સ૦ આપણે મોક્ષ માટે જ ધર્મ કરવાનો છે, છતાં કેટલાક મહાત્મા કહે છે કે મોક્ષ દૂર છે, અત્યારે તો ગરીબોની સેવા કરો... એવાઓને કહેવું કે - ‘જો મોક્ષ દૂર હોય તો સાધુ શા માટે થયા ? પાછા ઘરભેગા થઇ જાઓ ને ગરીબોની સેવા કરો.’ આ તો તમને ગરીબોની સેવા કરવાનું કહે છે ને પોતાને સાધુપણામાં જલસા કરવા છે ! ગરીબોની સેવા કરવી હોય તો ઘરમાં જવું જ પડશે. તમારી પાસે સમજણ ન હોય તો એવા મહાત્માઓ પાસે જાઓ છો શા માટે ? આજે તમને સાચાનો ખપ નથી તેથી જ તમને ઊંધું સમજાવનારા મળે છે. જો સાચાનો ખપ હોય તો તમારે સમજવા મહેનત કરવી જોઇએ ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮ સ૦ મહાત્માઓ જ તર્ક કરીને અમારું માથું ફેરવે છે. તમને એ તર્કથી સમજાવે ત્યારે તમારે કહેવું કે અમને નહિ, પેલા મહાત્માને સમજાવો. જે બે મહાત્માની વાતમાં ફરક પડે તે બે મહાત્માને ભેગા કરવાની જવાબદારી તમારી છે. તમે ત્યાં બહાર બેસો અને બંન્નેને એક નિર્ણય પર આવવાની ફરજ પાડો તો આજે વિવાદ શમી જાય. પણ જેને સાચું જોઇતું જ ન હોય તે આટલું કરવા તૈયાર થાય ? કાળ જ પડતો હોય તો આવું બનવાનું. સર કાળ પડતો છે એટલે આપણે પડી જવાનું કે સાવધાન થવાનું ? આ કાળમાં જ નિહ, ભગવાન જે વખતે સાક્ષાદ્ બિરાજમાન હતા તે વખતે પણ મતમતાંતરો હતા જ. સાચું પામવાનો પુરુષાર્થ તો ત્યારે પણ કરવો જ પડતો હતો. ભગવાનના કાળમાં સુલસાસતીને પણ ચલાયમાન કરનારા હતા ને ? આ કાળ પડતો હોય તોપણ આપણે જો ભગવાનનું શાસન પામી જઇએ તો આ કાળ પણ આપણા માટે આશીર્વાદરૂપ છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ પણ કહ્યું છે કે - ચોથા આરા કરતાં મારા માટે પાંચમો આરો સારો છે. કારણ કે ચોથા આરામાં ભગવાનની કૃપા ન ફળી, પણ પાંચમા આરામાં આ કૃપા ફળી. તમારે પણ એવું જ છે ને ? તેજીમાં તમે ન કમાઓ અને મંદીમાં કમાઓ તો કયો કાળ સારો ? તમને ત્યાં ઝટ સમજાય છે, પણ અહીં સમજાતું નથી ને ? તો કાળ ખરાબ છે કે આપણે ખરાબ છીએ ? કાળને ક્યારે પણ બદનામ નહિ કરતા. આજના કાળમાં પણ સારા માણસો હોઇ શકે છે અને એ કાળમાં પણ ખરાબ માણસો હતા. આ અનુસંધાનમાં કુલવાલકમુનિનું દૃષ્ટાંત આપ્યું છે. આપણે એના પહેલાં અવિનીતનાં બીજાં લક્ષણ જોઇ લેવાં છે. ગુરુના વચનને તત્તિ ન કરે, તેમ જ ગુરુની પાસે બેસે જ નહિ તે અવિનીત છે. ગુરુએ માત્ર ચોમાસા માટે મોકલ્યો હોય તોપણ માનસન્માનાદિમાં તણાઇને ગુરુને વરસો સુધી પાછો ભેગો જ ન થાય. ગુરુથી ભાગતો જ ફરે તે અવિનીત છે - એમ સમજી લેવું. આની સાથે જે કાયમ માટે ગુરુને પ્રતિકૂળ વર્તન કરે તે અવિનીત છે. કારણ કે તે અસંબુદ્ધ હોય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy