SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યભગવંતે પૂછ્યું કે ‘તમે કેમ આવ્યા છો, કોનાથી ધર્મ પામ્યા ?' ત્યારે તેણે કહ્યું ‘આ ઢહર શ્રાવક પાસેથી ધર્મ પામ્યો.’ એટલામાં તો સાથેના સાધુએ કહ્યું કે – “ભગવનું ! આ તે વ્યક્તિ છે કે ગઇ કાલે રાજાએ જેનું ચૌદ વિદ્યા ભણીને આવ્યો હોવાથી સામૈયું કર્યું હતું.' આચાર્યભગવંતે પૂછયું કે ‘તમે અહીં શા માટે આવ્યા છો ?’ તેણે કહ્યું કે “આપની પાસે દૃષ્ટિવાદ ભણવા માટે આવ્યો છું.' - ધર્મ કરતી વખતે આપણે કેવા થઇશું એ વિચારવાને બદલે કેવા દેખાઇશું - એ વિચારવાના કારણે આપણે ભગવાને બતાવેલા આચારોનું પાલન કરી શકતા નથી. આપણો આત્મા ખરાબ થાય છે એ જોવાના બદલે લોકો આપણને ખરાબ ધારશે, લોકોમાં ખરાબ દેખાઇશું આ ભયના કારણે આપણે ભગવાનનો ધર્મ આરાધી શકતા નથી. સાચું સમજાઇ ગયા પછી પણ સાચું આચરવા ન દે એવી લોકની કે સમાજની શરમ છે. આથી જ જ્ઞાનસારપ્રકરણમાં જણાવ્યું છે કે – છડું ગુણઠાણું જેણે પ્રાપ્ત કર્યું હોય તે લોકસંજ્ઞાને આધીન ન થાય. તમારે કે અમારે ધર્મ પામવો હશે તો લોકસંજ્ઞાની આધીનતા ટાળવી જ પડશે. આપણે જો ઇ ગયા કે આચાર્યભગવંતે આરક્ષિતને પૂછયું કે “તમે કેમ આવ્યા છો ?” તો આર્યરક્ષિતે કહ્યું કે ‘દષ્ટિવાદ ભણવા આવ્યો છું.' ચાર્યભગવંતે કહ્યું કે “દષ્ટિવાદ ભણવા સાધુ થવું પડશે.” શરૂઆતમાં નવા આવેલાને દીક્ષાની વાત કરાય ? એ દીક્ષામાં શું સમજે ? સ0 સાધુપણામાં પરીષહો વેઠવાના છે – એ એને ખબર નહિ હોય. કેમ ખબર ન હોય ? દુ:ખ વેઠવાનું તો આર્યને સમજાવવું જ ન પડે. અનાર્ય સુખની પાછળ પડ્યા હોય, આર્ય તો દુ:ખ ભોગવવા તૈયાર હોય. આચાર્યભગવંતે એક સ્થાને જણાવ્યું હતું કે આર્યદેશનો પરમાણુ પરમાણુ રાગને દૂર કરવા માટે તત્પર છે. આર્યભૂમિની ધૂળમાં પણ વૈરાગ્ય રહેલો છે. કારણ કે એટલા વૈરાગી આત્મા અહીં જન્મ્યા છે, થઇ ગયા છે કે જેથી તેની ધૂળમાં ય વૈરાગ્યનો વાસ છે. જે સુખની પાછળ જ ભટકે તે આર્ય ન હોય. ભણવા માટે દીક્ષા લેવા નીકળેલા દુ:ખ ભોગવવા તૈયાર ૨૫૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જ હોય. કારણ કે તે જાણતા હતા કે સુષાર્થિન: 7 વિ વિઘrfથન: તઃ સુરમ્ ા જે સુખનો અર્થી હોય તેને વિદ્યા ન મળે અને વિદ્યાના અર્થીને સુખ ન મળે. સાધુપણામાં કોઇ અસહ્ય દુઃખ નથી. એક વાર આચાર્યભગવંતે કહેલું કે અર્થકામ માટે તમે જે દુ:ખો ભોગવો છો એના સોમા ભાગનું દુ:ખ જો સાધુપણામાં વેઠી લઇએ તો આજે મોક્ષ મળી જાય. શ્રી જંબૂસ્વામી, જ્યારે મોક્ષ ન મળ્યો તેના કારણે અકળાઇ ગયા અને એમ કહેવા લાગ્યા કે “આપ કહો તો પર્વત પરથી ઝંપાપાત કરું, અગ્નિમાં બળી મરું, પણ મોક્ષ કેમ ન મળે ?” ત્યારે શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યું કે ‘બાહ્ય યુદ્ધ વડે સર્યું, અંતરયુદ્ધ શરૂ કર, ઇન્દ્રિય અને કષાયની સાથે યુદ્ધ કરવાની જરૂર છે. આપણને કોણ હેરાન કરે છે? આપણા પરિવારના લોકો કે આપણી ઇન્દ્રિયો ને કષાય ? આપણો શત્રુ કોણ છે? પૈસા દબાવનારા આપણા શત્રુ નથી, પૈસાનો લોભ આપણો શત્રુ છે – આટલું માનો ને ? ભણવા આવેલાને સાધુપણું બતાવે તો મોક્ષ માટે આવેલા તમને અમારે સાધુપણું જ બતાવવું જોઇએ ને ? આપણે જૈન કુળમાં આવ્યા એટલામાત્રથી પણ આટલા સંસ્કાર પામ્યા તો સાધુપણામાં આવીને આનાથી ચઢિયાતા સંસ્કાર ન મળે ? આ બધું સાંભળવાનું ગમે છે – એ પણ તમારી અપુનબંધક દશાને સૂચવે છે. પંચસૂત્રગ્રંથમાં કહ્યું છે કે શુદ્ધ દેશના એ તો ભારે કર્મી જીવોને સિંહની ત્રાડજેવી લાગે. તમને આ ત્રાડ સાંભળવી ગમે છે, એ તમારું જમાપાસું છે. હવે આગળ વધવું છે, સાચું પામવું છે, સાધુપણા સુધી પહોંચવું છે. આર્યરક્ષિત તો શ્રી તોસલીપુત્રોચાર્ય પાસે સાધુ થઇ ગયા અને તેમની પાસે અગિયાર અંગનું અધ્યયન કર્યું. દૃષ્ટિવાદ એ બારમું અંગ છે. એના પહેલાં અગિયાર અંગ ભણવા જરૂરી છે. તેથી એટલું જ્ઞાન આપી દૃષ્ટિવાદ ભણવા માટે શ્રી વજસ્વામીમહારાજ પાસે મોકલ્યા. રસ્તામાં શ્રી ભદ્રગુપ્ત નામના એક આચાર્યભગવંત મળ્યા. તેમણે આર્યરક્ષિતની કીર્તિ સાંભળી હતી કે તે દૃષ્ટિવાદે ભણવા બ્રાહ્મણધર્મ છોડીને જૈન સાધુ થયા છે. આથી આવતાંની સાથે શ્રી ભદ્રગુપ્તસૂરિએ શ્રી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૫૧
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy