SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું છે. હવે આચાર્યભગવંત બાવીસ પરીષહોનાં નામ જણાવતાં ફરમાવે છે - (૧) ક્ષુધાપરીષહ : આના માટે અહીં ‘દિગિછા’ શબ્દ વાપર્યો છે તે પ્રાકૃતદેશ્યભાષાનો છે, તેનો અર્થ ‘બુભુક્ષા - ખાવાની ઇચ્છા' થાય છે. આ ક્ષુધાને સહન કરવી તે ક્ષુધાપરીષહજય. (૨) પિપાસાપરીષહ : ભૂખની જેમ તરસને સહન કરવી તે પિપાસાપરીષહજય. (૩) શીતપરીષહ : ઠંડી સહન કરવી. (૪) ઉષ્ણપરીષહ : ગરમી સહન કરવી. (૫) દંશમશકપરીષહ : ડાંસમચ્છર વગેરે કરડે તો તેને સહન કરવું. (૬) અચેલ : જીર્ણ વસ્ત્રો પહેરવામાં હીનતા ધારણ ન કરવી. (૭) અતિપરીષહ : દુઃખમાં અર્પિત થાય તો તેને દૂર કરવી. (૮) સ્ત્રીપરીષહ : સ્ત્રીનાં અંગોપાંગ વગેરે નીરખવાં નહિ, વાર્તાલાપ ન કરવો. (૯) ચર્યા : ભગવાનની આજ્ઞા મુજબ વિહારચર્યા કરે. (૧૦) નૈષેધિકા : સ્વાધ્યાયભૂમિ વિવિક્તસ્થાનમાં જ રાખે. (૧૧) શય્યાપરીષહ : ગમે તેવી વસતિમાં રાગદ્વેષ કર્યા વિના રહે. (૧૨) આક્રોશપરીષહ : કોઇ પણ કઠોર શબ્દો વડે આક્રોશ કરે તો તે શાંતિથી સહન કરવો, સામે જવાબ ન આપે. (૧૩) વધપરીષહ : કોઇ હણી નાંખે તોય પ્રતીકાર ન કરવો. (૧૪) યાચનાપરીષહ : કોઇ પણ વસ્તુની જરૂર પડે તો તેની વિધિ મુજબ યાચના કરતાં, ભિક્ષાચર્યાએ જતાં સંકોચને ધારણ ન કરે. (૧૫) અલાભ : નિર્દોષ આહાર ન મળે તો મનમાં દીનતા ન ધરે. (૧૬) રોગ ઃ ગમે તે પ્રકારના રોગને સહન કરે, દવા ન કરે. (૧૭) તૃણસ્પર્શ : દર્ભસંથારો કરતાં તેનો કર્કશ સ્પર્શ થાય ત્યારે મન સ્વસ્થ રાખે. (૧૮) જલ્લપરીષહ : શરીરનો મેલ ધારી રાખે, પરસેવો લૂસવાના બહાને મેલ ઘસીને ન કાઢે. જેમ તમારે ત્યાં મોઢા પર ‘મેક અપ’ કર્યા પછી પરસેવો લૂસતી વખતે તે મેક-અપ લૂસાઇ ન જાય તેની કાળજી રાખો ને ? તેમ સાધુ પરસેવો લૂસે. (૧૯) સત્કારપુરસ્કારપરીષહ : કોઇ સત્કાર કે પુરસ્કાર કરે ત્યારે ગર્વ ન કરવો, ઉદાસીન ભાવે રહેવું. આજે તો અમે સત્કારપુરસ્કાર જાતે ઊભા કરીએ ! અમારા ગુણગાન અમે જાતે મેગેઝિનમાં છપાવીએ. અમારી નિશ્રામાં જે આરાધના થઇ હોય એનો : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨૦ અહેવાલ અમે જ આપીએ ને ? તમારી મહોત્સવની પત્રિકા પણ અમારે જ લખી આપવી પડે ને ? એમાં અમારાં વિશેષણો અમારે જ લખવાનાં ને ? (૨૦) પ્રજ્ઞાપરીષહ : પ્રજ્ઞાનો પ્રકર્ષ હોય તો ગર્વ ન કરવો. કોઇ આપણી પ્રજ્ઞાનાં વખાણ કરે તો કહેવું કે - તમારા કરતાં પ્રજ્ઞા કદાચ વધારે હશે પણ અમારા વડીલ આગળ અમે મૂરખ છીએ. (૨૧) અજ્ઞાનપરીષહ : પોતાના અજ્ઞાનનો ખેદ ન કરવો અને જ્ઞાનનું અભિમાન ન કરવું. માતૃષમુનિ કેવળજ્ઞાન પામ્યા ને ? આજે શાની ગર્વ કરીને પોતાનું ગુમાવે છે અને અજ્ઞાની ખેદ કરીને પોતાનું ગુમાવે છે. (૨૨) દર્શનપરીષહ : અન્યદર્શનમાં મોહ ન પામે. જગતના જીવો દુઃખથી દૂર રહે તેના કરતાં તેઓ દુઃખને ભોગવતા થઇ જાય તેની ચિંતા શાસ્ત્રકાર૫૨મર્ષિઓએ કરી છે. આ બાવીસ પ્રકારના પરીષહ ભગવાને જાતે ભોગવીને પછી જ, તેનો જાતે જય કરીને પછી જ તે પરીષહોને વેઠવાનો અને તેને જીતવાનો ઉપદેશ આપ્યો છે. વિઘ્ન તો સાધનામાર્ગમાં આવવાનાં જ છે, તે વખતે આઘાત પામવાના બદલે તેને સારી રીતે સહન કરી લેવા તૈયાર થવું જ પડશે. આપણે પાપ નહિ કર્યું હોય તો પરીષહ કદાચ ન પણ આવે, પરંતુ પરીષહ ભોગવવાની તૈયારી વિના ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આપણે માત્ર પરીષહની વાત સાંભળવાનું કામ કરવાનું છે, પ્રયત્ન તો કશો કરવો જ નથી ને ? આ સાંભળીને થોડું થોડું દુઃખ સહન કરતાં થવું છે. દુઃખ વેઠતાં વેઠતાં દુ:ખ કોઠે પડી જશે અને તેને વેઠવાનો અભ્યાસ પડી જશે. જે કાંઇ તકલીફ છે તે દુઃખ ભોગવવાના અધ્યવસાયની છે. આપણે દુઃખ ભોગવવાને બદલે દુઃખ ભોગવવાનો અધ્યવસાય પેદા કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. બાવીસ પરીષહનાં નામ જણાવ્યા બાદ અધ્યયનની શરૂઆત કરતાં જણાવે છે કે ‘આ પરીષહોનો વિભાગ (પ્રવિભક્તિ - પ્રકાર) કાશ્યપગોત્રવાળા મહાવીરપરમાત્માએ જાતે સહન કરી બતાવ્યો છે. તેને હું ક્રમસર જણાવીશ તમે ધ્યાનપૂર્વક સાંભળજો.’ આ પ્રમાણે શિષ્યને સન્મુખ કરવા માટે ‘સાંભળો’ આ શબ્દ વાપર્યો છે. એના પરથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૨૧
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy