SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પછી છેલ્લે પગથિયે ધ્યાન ન રાખીએ તો પડી જતાં વાર ન લાગે, સાથે સાથે હાડકાં ભાંગી જશે. વાપરતી વખતે રાગદ્વેષ ન થાય એ રીતે વાપરવાનું છે. રાગ મારવાનો પરિણામ હશે તો કશું શિખવાડવું નહિ પડે. આપણું મન એટલું બધું સુખનું અર્થી બન્યું છે કે ભગવાનનું વચન પાળવા માટે તૈયાર થતું નથી. લોકો પર સારી છાપ પાડવા માટે નિર્દોષ લાવી શકાય છે પણ ભગવાનની આજ્ઞા પાળવા માટે નિર્દોષ નથી લાવી શકતા ! અમારે ત્યાં દાળ અને કઢી જુદું આવે એટલે આચાર્યભગવંત પૂછે કે જુદું કોના માટે લાવ્યો ? વર્તમાનમાં તો આવું કહીએ તો કહેનારાં પ્રત્યે ગુસ્સો આવ્યા વિના ન રહે. કઢી સબડકો લઇને પીએ તો કહે કે - આ રીતે ન પિવાય. આ વાત આચાર્ચભગવંતે અમને કહેલી. એ કાંઇ શાસ્ત્રમાં લખેલું નહોતું અને કહેતા હતા એવું નહોતું. શાસ્ત્રમાં લખેલું જ કહેતા હતા. અમને દુઃખ એનું જ છે કે - આચાર્યભગવાન હયાત હતા ત્યારે ન માન્યું અને ગયા પછી પણ નથી માનતા. ખરેખર તો આચાર્યભગવંત નહોતા કહેતા, સુધર્માસ્વામી જ કહેતા હતા. ‘ગુરુમહારાજ કહે છે' એ વાત મગજમાંથી કાઢી જ નાંખો. ‘ભગવાન જ કહે છે’ એ વાત મગજમાં ભરી દો. ગુરુમહારાજનું નથી ગમતું એનો અર્થ ભગવાનનું નથી ગમતું - એમ સમજી લેવું. ભગવાનનું ન ગમે એને સાધુપણામાં સ્વાદ નહિ આવે. જેમાં રાગ થાય એનો ત્યાગ કરવાનો. ખાખરા પર ઘી લગાડ્યા પછી એમાં રાગ થતો હોય તો રાગને મારવા માટે ખાખરો લૂખો વાપરવો અને ઘીની જ જરૂર છે એવું લાગે તો ઘી આંગળી પર લઇને ચાટી જવું : એટલે એકેમાં રાગ ન થાય. વાપરતી વખતે યતનાપૂર્વક વાપરવાનું કહ્યું છે. ચાલતી વખતે કોઇ જીવ મરી ન જાય એની કાળજી રાખીએ - એ જેમ યતના છે તેમ વાપરતી વખતે રાગદ્વેષ ન થાય - એની કાળજી રાખીએ એ યતના છે. નવ્વાણું કરોડ સોનૈયા છોડીને આવેલાને આવી રીતે વાપરવાની વાત કરે - એ ખરેખર એમના માટે નથી, આપણા માટે કહ્યું છે. નબળાને સબળા બનાવવા માટે વાત કરી છે. સાધુભગવંતોનો પ્રાણ કહો કે યતના કહો : બંન્ને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯૨ એક જ છે. સુરસુર, ચબચબ કે કસકસ અવાજ આવે, ચાના ઘૂંટડાનો પણ અવાજ આવે એ રીતે ન વાપરવું. સાધુપણું લીધું એટલે લાયકાત હતી ત્યારે લીધું; હવે એ લાયકાતને ટકાવી રાખવી છે, વધારવી છે એના માટે ભગવાને આપેલી હિતશિક્ષા સાંભળી લેવી છે. આપણે નિર્જરા માટે આવેલા છીએ. દુ:ખ ભોગવીને નિર્જરા થતી હોય તો સુખ ભોગવવાની જરૂર નથી. તમારી ભાષામાં કહીએ તો પૈસા કમાવા માટે આવ્યા હો ત્યારે બેઠા બેઠા પૈસા મળતા હોય તો હજામત કરવાની જરૂર નથી. વસ્તુનો ત્યાગ કરીને નિર્જરા થતી હોય તો વસ્તુનો પરિભોગ કરીને નિર્જરા કરવાની જરૂર નથી. સાધુસાધ્વીને તો ખાસ કહેવું છે કે - અત્યાર સુધી ન કર્યું હોય તો આજથી જ કરવા માંડો. ગૃહસ્થ જોતા હોય તે રીતે ન વાપરે. અર્થાત્ ગુપ્તપણે વાપરે. એનું કારણ એ છે કે - સાધુભગવંતો વાપરવા બેઠા હોય ત્યારે એમની પાસે કોઇ દીનદુ:ખી ભિક્ષા માંગવા આવે ત્યારે ન આપે તો પોતાના પરિણામ નિષ્ઠુર થાય અને એમને ગુસ્સો આવે. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે દ્વેષ જાગે એથી ભવાંતરમાં બોધિદુર્લભ બને. એમને ગુસ્સો ન આવે કે બોધિદુર્લભ ન બને માટે આપીએ તો સાધુભગવંતોને અનુકંપાદાન કરવાનો વખત આવે. અનુકંપાદાનથી પુણ્યબંધ થાય છે, જે સાધુભગવંતોને ઇષ્ટ નથી. સાધુભગવંતો નિર્જરાના અર્થી હોય, પુણ્યબંધના નહિ. માટે એકાંતમાં વાપરે, ખુલ્લામાં ન વાપરે. સુપાત્રદાનથી નિર્જરા થાય છે અને અનુકંપાદાનથી પુણ્યબંધ થાય છે. અપરિસાડિયું એટલે કે કોઇ પણ વસ્તુ મોઢામાંથી નીચે પડી ન જાય - એ રીતે વાપરવું. सुकडित्ति सुपक्कि त्ति सुच्छिन्ने सुहडे मडे । सुणिट्ठिए सुलट्ठति सावज्जं वज्जए मुणी ॥१-३६॥ સાધુભગવંતો નિર્દોષપણે આહાર લઇને આવ્યા પછી તે વાપરતી વખતે તેમાં સ્વાદ ન કરે. રાગ કે દ્વેષ વાપરતી વખતે તો ન જ કરે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯૩
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy