SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ-કથાઓ જે ૪ શ્રાવક–શિક્ષા પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ ન કરવો. ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો. મહિનામાં છ પૌષધ વ્રત અંગીકાર કરવાના લક્ષ્ય, તેની શરૂઆત ભલે મહિનામાં બે પૌષધ વ્રતથી થાય, પરંતુ છ પૌષધ વ્રત અંગીકાર કરવાનું લક્ષ્ય રાખવું. ઘરના પ્રત્યેક સદસ્યો – માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બને તેવા સમ્યગ્ પ્રયત્નો કરવા. સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ, વિશિષ્ટ સાધનાનું લક્ષ રાખવું. મોતની ઘડી સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું. દુઃસહ્ય પરિસ્થિતિ અને સંકટના સમયે પણ ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં દઢ શ્રદ્ધા જાળવી રાખવી. ચમત્કારોમાં ફસાવું નહિ. કોઈપણ ધર્મી વ્યક્તિ પર સંકટ આવે તો પણ ધર્મ શાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણ વિવેક રાખવો. કોઈ પ્રકારના નિરાશા ભર્યા વાક્યો ન બોલવા. ચમત્કાર થવો તે ધર્મનું ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. જીવનમાં પૂર્ણ ધાર્મિક(સંવર, તપોમય) જીવન જીવવાની વય–મર્યાદા નક્કી કરી લેવી. ગુણાનુરાગી બનવું, દોષો જોવાથી અળગા રહેવું. ગુણ વિકાસ, તપ વિકાસ, જ્ઞાન વિકાસ, સાથે વિનય વિવેકમાં પણ વૃદ્ધિ કરવી. બ $ $ $ ૧૦. ૧૧. ૧૨. ಘ ಘ ಘ શિક્ષા-વાક્ય શુ શબ્દોને ન જુઓ, ભાવોને જુઓ. એકાંતવાદમાં ન જાઓ, અનેકાંતવાદથી નિરીક્ષણ ચિંતન કરો. ણ અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. કાદવમાં પત્થર મારવાથી ફકત છાંટાજ મળે છે. પરંપરાઓના દુરાગ્રહમાં ન ફસાઓ. ઉદાર હૃદયી બનીને નૂતન તત્ત્વોનું અનુપ્રેક્ષણ કરો. સમભાવ અને સમાધિભાવોને ન ગુમાવો. ઉત્કૃષ્ટ ત્યાગમાં પણ ધર્મ વિવેક રાખવો આવશ્યક છે. શું અનુકંપા એ સમકિતનું મુખ્ય લક્ષણ છે. એનો નિષેધ કરાય નહીં. હિંસા અને આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નથી પણ ધર્મની વિકૃત પરંપરાઓ છે. તે તજવા યોગ્ય છે. અખૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાઓની સાચી સફળતા છે. ક્યાં ય પણ, કોઈ સાથે કર્મ બંધ ન કરવો, સમભાવોને જાળવી રાખવા, એ જ જ્ઞાનનો સાર છે. ક્રોધ અને ઘમંડને સર્વથા તિલાંજલિ દેતા રહો. ભાવોની શુદ્ધિ તથા હૃદયની પવિત્રતા એજ સાધનાનો પ્રાણ છે. ಘ ಘ? ಈ? ಈ? ಈ? 'ચિંતન-કણ' સમભાવની પ્રાપ્તિ અને તે દ્વારા અખૂટ આત્મ-શાંતિ પામવી, એ જ શ્રાવક જીવન અને સંયમ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. સમભાવ અને આત્મ-શાંતિની પ્રાપ્તિ થવી એ જ સમસ્ત ધર્મ સાધનાઓનું શ્રેષ્ઠ ફળ છે. કોઈ વ્યકિતઓના સંયોગથી અને કોઈ પણ ઉપસ્થિત વિકટ પરિસ્થિતિમાં જો સમભાવ અને શાંતિ સ્થિર રહે (ચલિત ન થાય). ત્યારે જ સમજવું જોઈએ કે આપણે ધર્માચરણનો સાચો આનંદ મેળવ્યો છે. અને આપણી ધર્મકરણી ધર્માચરણ સફળ છે. પરિસ્થિતિ અને (કપરા) સંયોગ માં જેનો સમભાવ અને શાંતિ ભંગ થાય છે, તેમણે આત્માનંદ નથી મેળવ્યો. શ્રાવક બહુશ્રુત બની શકે છે. જેમ રોગ મટાડવા દવાનું સેવન વારંવાર કરવામાં આવે છે. તેમ કર્મરૂપી રોગ મટાડવા શાસ્ત્રોનું વાંચન વારંવાર કરવું જોઈએ, ધરમાં પુસ્તકો રાખવાથી દોષ લાગે છે,એ માન્યતા માં ફેરફાર કરવો જરૂરી છે. સ્વાધ્યાયનો સમય અને અનુકુળતા છતાં સ્વાધ્યાય ન કરવો એજ તો જ્ઞાનનો અતિચાર છે. નહોય બાંસ, નબજે બંસરી-ન હોય ઘરમાં પુસ્તકો, નરહે દોષનું કારણ . એ નીતી ભૂલભરેલી છે. જે પરિક્ષા આપી નાપાસ થયો તે વિધાર્થી, જેણે પરિક્ષા આપવાની કોશીશ જ નથી કરી તેના કરતાં અપ્રમાદિ છે દસ દુર્લભ માં એક, શાસ્ત્રો નું શ્રવણ (કે વાંચન) છે. જે જીવ મહા ભાગ્યથી પામે છે.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy