SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર-પૂર્વાર્ધ 304 (1) આવશ્યક સૂત્ર - શ્રમણ સૂત્રની ત્રીજી પાટી અને તેની ટીકામાં પાત્રનો ઉલ્લેખ બે વાર પ્રતિલેખનમાં છે. - રાજેન્દ્રકોપ પડિક્કમણ શબ્દ પૃ. 273. મૂળ પાઠ:- ઉભકાલે ભંડોવગરણસ્સ અપડિલેહણાએ. ટીકા :- ઉભયકાલે પ્રથમ પશ્ચિમ પોરિષી લક્ષણે, ભંડોપકરણસ્ય પાત્ર વસ્ત્રાદે અપ્રત્યુપ્રેક્ષણયા દુપ્રત્યુપ્રેક્ષણયા . તત્ર અપ્રત્યુપ્રેક્ષણયા-મૂલત એવં ચક્ષુસા અનિરક્ષણીયા ઇત્યાદિ. - આચાર્ય મલયગિરીય ટીકા. અહીંયા બધા ભંડોપકરણનું બે વાર પ્રતિલેખનનાં વિધાનમાં પાત્ર પણ છે અને અનેક વસ્ત્રાદિ પણ છે. માટે વસ્ત્ર અને પાત્રની વિધિ સમાન સમજવી. આવશ્યક સૂત્ર બંને કાળે સાધુઓએ જ આવશ્યક સહિત કરવું આવશ્યક હોય છે. તેના ચોથા અધ્યાયના ઉક્ત મૂળ પાઠમાં બે વાર પ્રતિલેખનનું સ્પષ્ટ કથન છે અને તેની વ્યાખ્યામાં આચાર્ય મલયગિરિએ મુખ્ય ઉપકરણોમાં વસ્ત્ર-પાત્ર સ્પષ્ટ કહેલ છે. માટે પાત્રનું પડિલેહણ બંને ટાઈમ કરવું તે સ્પષ્ટ છે. એટલા માટે વિવાદને જરા પણ સ્થાન નથી. (2) વ્યવહાર સૂત્ર :- ઉદ્દેશક-૮માં વધારે પાત્રો દૂર ક્ષેત્રથી લાવવાનું વિધાન છે. તેની વ્યાખ્યાઓમાં તે પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવાનું કહ્યું છે. યથા ઓમંથણમાદીર્ણ, ગહણે ઉવહિં તહિં પઉજંતિ - ગતિએ વ પગાસ મુહે, કરતિ પડિલેહ દો કાલે | ભાષ્ય ગાથા. ટીકા - અવમંથન–અધોમુખ કૃત્વા પ્રાણાદનું, ખોટનેન ભૂમી યતનયા પાતયતિ. અમું વિધિ તત્ર ગ્રહણે પ્રયુંજતિ . ગૃહિતે ચે તાનિ પાત્રાણિ પ્રકાશ મુખાનિ કરતી તથા તો કાલૌ-પ્રાતઃ અપરા ચ પ્રત્યુપ્રેક્ષતિ. અંતિમ વાક્યમાં સ્પષ્ટ કરેલ છે કે તે પાત્રોને બંને કાળે સવાર સાંજ પ્રતિલેખન કરે છે. - રાજેન્દ્ર કોષ પત્ત શબ્દ પૃષ્ટ-૪૧૩૫) આ વિધાન મર્યાદાથી વધારે પાત્રનું છે. જે કામમાં નથી આવતા, ફક્ત પડ્યા રહે છે, તેનું પણ બંને વખત પ્રતિલેખન કરવાનું સ્પષ્ટ કથન છે. એકવાર કરવાનો લેશમાત્ર પણ સંકેત નથી. (3) નિશીથ સૂત્ર:- ઉદ્દેશક–૧૪, સૂત્ર-૫ ની ભાષ્ય ગાથા અને ચૂર્ણિટીકામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે વધારે ગ્રહણ કરેલા પાત્રો સાધુ રસ્તામાં લઈ જઈ રહ્યા હોય, તે સમયે કામમાં ન આવતા હોય તો પણ બે વાર પ્રતિલેખન કરવું. - ગાથા-૪૫૧૭ ચૂર્ણિ.] અહીં એમ કહ્યું છે કે જેવી રીતે પોતાનાં ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવામાં આવે છે, તેવી જ રીતે બીજાને માટે લેવામાં આવતા અને બાંધીને રાખેલા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું. (નિશીથ ચૂર્ણિ પાના– 455) આટલા સ્પષ્ટ હજાર વર્ષ પ્રાચીન પ્રમાણના હોવા છતાં પોતાના કામમાં આવનારાં પાત્રોનું એકવાર પ્રતિલેખન કરવું ક્યારેય ઉચિત્ત થઈ શકતું નથી. (4) નિશીથ સૂત્ર - ઉદ્દેશક-૨, સૂત્ર-પ૯, ભાષ્ય ગાથા-૧૪૨૬ના વિવેચનમાં પાત્ર પ્રતિલેખનના કાળનું વર્ણન કરતાં થકાં બતાવેલ છે કે- ચરમ પરિસિએ પુણ ઓગાહંતીએ ચેવ પડિલેહેઉ નિમ્બિવંતિતતો સેસોવકરણ, તતો સજજાયં પર્વતિ. આગળ ગાથા ૧૪૩ના વિવેચનમાં- જહા એને દોસા, તન્હા સવોવહી કુસંગ્ઝ પડિલેહિયÖો. ભાવાર્થ:- ચોથી પોરસી ચાલુ થતાં જ પાત્રનું પ્રતિલેખન કરીને રાખવા. પછી બાકીનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવું, પછી સર્જાય કરવી. આગળ ગાથા– ૧૪૩૬નાં વિવેચનમાં કહ્યું છે કે જો આટલા દોષ સંભવ રહે છે તો બધી ઉપાધિનું બંને વખત પ્રતિલેખન કરવું જોઈએ.– નિશીથ ચૂર્ણિ.] (5) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬, ગાથા-૩૭.– ચઉત્થીએ પોરિસીએ, સિધ્ધિવિત્તાણ ભાયણ . ટીકા - ચતથ્ય પોષ્યા નિક્ષિપ્ય–પ્રત્યુપ્રેક્ષણાપૂર્વકં બધ્ધા, ભાજનં–પાત્ર, ભાવાર્થ:- ચોથી પોરસી ચાલુ થતા જ ભાજનોનું એટલે પાત્રાઓનું પ્રતિલેખન કરીને બાંધીને રાખે. [નોંધ:- આ પાંચ પ્રમાણ લોકાશાહથી પણ સેંકડો વર્ષ પૂર્વનાં છે.) (૬)આચાર્ય આત્મારામજી મ.સા.એ પણ ઉત્તરાધ્યયન સૂત્ર અ.૨૬ ગાથા-૩૭માં ચોથા પ્રહરમાં પાત્રપ્રતિલેખન કરવાનું લખેલ છે (7) આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંજે પાત્ર પ્રતિલેખન કરવાનું લખેલ છે. (8) કવિ અમરચંદજી મ.સા. એ પણ શ્રમણ સૂત્ર(વિવેચન)માં પૃ. 95, 97, 103 પર ત્રણ જગ્યાએ પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. (9) જ્ઞાનગચ્છના આદિ કર્તા પૂજ્ય જ્ઞાનચંદજી મ.સા.ની સમાચારી નં. ૩૬માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખેલ છે. (1) તેની નેશ્રાગત સાધ્વીપ્રમુખ શ્રી નંદકુંવરજી મ.સ.ની સમાચારી ધારણા અને રિવાજ પણ બે વાર પ્રતિલેખનાનો છે. (11) આચાર્ય હસ્તીમલજી મ.સા.ના સંતોની ધારણા બે વાર પ્રતિલેખનની છે. (12) શ્રમણ સંઘના સાદડી સંમેલનનું વિધાન-પ્રસ્તાવ 16 માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. આ છાપેલા પુસ્તકમાં છે. પૂના સંમેલનમાં પણ આ જ નિર્ણય થયો છે. (13) સમર્થ સંસ્મરણ(પૃ. 289) - પૂજ્ય બહુશ્રુત સમર્થમલજી મ.સા. એ સાદડી સંમેલનના પ્રસ્તાવ નં. 16 ઉપર ટિપ્પણી લખી તેને ઘીસૂલાલજીએ સમર્થ સંસ્મરણ પા. ૨૮૯માં છપાવેલી છે. તે આ પ્રમાણે છે- પ્રસ્તાવ ૧૬માં “વસ્ત્ર પાત્રનું બે વખત પ્રતિલેખન કરવાનું બતાવેલ છે. પરંતુ અન્ય ઉપકરણો માટે કંઈ કહ્યું નથી. જ્યારે અન્ય ઉપકરણોની પ્રતિલેખના ન કરવી તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. માટે વસ્ત્રપાત્રની સાથે પાટ-બાજોઠ' શબ્દ વધારે જોડવો જોઇએ તથા બે સમયની આગળ પુસ્તક પાનાનું તેમજ Úડિલભૂમિનું પડિલેહણ એક વખત કરવું; આ પણ હોવું જરૂરી હતું. આ સમીક્ષામાં બહુશ્રુત પૂ.મ. સાહેબે વસ્ત્ર–પાત્ર–પાટ–બાજોઠનું બે વખત પ્રતિલેખન કરવાની પોતાની માન્યતા સ્પષ્ટ કરી છે, માટે તેમના નામથી પાત્રાઓનું એક વખત પ્રતિલેખન કરવું ઉચિત્ત થતું નથી. સાથે જ આગમમાં ભંડોપકરણની પ્રતિલેખના બે વાર કરવાનું વિધાન છે, એકવારનો કોઈ
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy