SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 297 આગમસાર સૂત્ર-૧૩-૧૪ઃ ઉત્કાલમાં એટલે બીજા અને ત્રીજા પહોરમાં કાલિકસૂત્રનો સ્વાધ્યાય ન કરવો જોઈએ(ઉત્તરાધ્યયન આદિ કાલિકસૂત્રનો) સૂત્ર-૧૫–૧૬: બત્રીશ પ્રકારની અસર્જાયનો કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો જોઇએ અને જ્યારે અસજ્જાય કાળ ન હોય ત્યારે સ્વાધ્યાય અવશ્ય કરવો જોઇએ. સૂત્ર ૧૭ઃ પોતાના શરીરની અસજામાં સ્વાધ્યાય ન કરવો પરંતુ વિવેકપૂર્વક પરસ્પર આગમના અર્થની વાંચણી લઈ–દઈ શકે છે સૂત્ર-૧૮–૧૯ઃ ત્રીશ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના ન રહેવું જોઇએ અને સાઠ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ આચાર્ય વગર ન રહેવું જોઇએ. સૂત્ર-૨૦-૨૨: શય્યાતર મકાનને વેચે અથવા ભાડે આપે તો નવા માલિકની કે પૂર્વમાલિકની અથવા બંનેની આજ્ઞા લઈ શકાય છે સૂત્ર-૨૩ઃ ઘરના કોઈ માણસની કે જવાબદાર નોકરની આજ્ઞા લઈને રહી શકાય છે. હંમેશાં પિતાને ઘરે રહેનારી લગ્ન કરેલી પુત્રીની પણ આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-૨૪: રસ્તે ચાલતાં બેસવું હોય તો પણ આજ્ઞા લઈને જ બેસવું જોઈએ. સૂત્ર-૨૫–૨૬: રાજા અને રાજ્યવ્યવસ્થા બદલાવાથી, તેના રાજયમાં વિચરણ કરવા માટે ફરીથી આજ્ઞા લેવી જરૂરી છે અને જો એ જ રાજાનો રાજકુમાર આદિ વંશનો વારસદાર જ રાજા બને તો અને રાજ્ય વ્યવસ્થામાં કોઈ પરિવર્તન ન થયું હોય તો પૂર્વ લીધેલી. આજ્ઞાથી વિચરણ કરી શકાય છે. સ્ત્રીનો ભવ મિથ્યાત્વની હાજરીમાં સ્ત્રીવેદનો બંધ થાય છે. એ અપેક્ષાએ સ્ત્રીવેદ જૈનધર્મની પરિભાષામાં ઇચ્છનીય અને અનુસરણીય નથી. પરતું જૈન ધર્મની પ્રાપ્તિ થયા પછી સ્ત્રીવેદ ઉપકારક પણ થાય છે. તેનું કારણ એ છે કે સ્ત્રીને સંયમ સહેલ છે. (પુરુષની અપેક્ષાએ). સામાજીક વ્યવસ્થા એવી હોવાના કારણે સ્ત્રીને નાનપણથીજ સંયમીત રહેવાના સંસ્કારો આપવામાં આવે છે. માતાપિતા, પતિ અને પુત્રોની આજ્ઞામાં તેનું જીવન વીતે છે. લાજશરમથી રહેવું, સાંજ પડે વહેલા ઘરે આવી જવું, અહીં તહીં ન ભટકવું, કહયા વગર સુચીત કર્યા વગર ઘરેથી ન નીકળવું. આવા અનેક નીયમોની સમજણ, અનુભવ અને અભ્યાસ સ્ત્રીને નાનપણથી જ મળી જાય છે, જે આગળ જતાં સંયમ લે તો સંયમના આવાજ નિયમો માટે તેમને અણગમો નથી થતો કે તે માટે વિશેષ પ્રયત્ન નથી કરવો પડતો. સ્ત્રીનું જીવન અનેક કષ્ટોથી ભરેલું હોવાથી સંયમ તો તેમને વિશેષ સખકારી લાગે છે. સ્ત્રીવેદમાં કર્મોનો ઉદય પણ વધારે હોવાથી નિર્જરા પણ વધુ થાય છે. દરેક સંપ્રદાયમાં સાધુઓની સંખ્યા કરતા સાધ્વીઓની સંખ્યા બમણી કે તેથી પણ વધુ હોય છે. સ્ત્રીમાં અનુકંપાનો ગુણ પણ જન્મથીજ હોય છે. સરળતા અને નમ્રતા પણ વિશેષ હોય છે. સ્ત્રીમાં બુધ્ધિની તીવ્રતાનો અભાવ હોવાથી એક પણ પૂર્વનો અભ્યાસ કરી શકાતો નથી. કષાયની મંદતાના કારણે સ્ત્રીવેદને માટે સાતમી નરક નથી. પરંતુ શુભભાવોથી અનુતર વિમાન જઇ શકે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જઈ શકે છે. એક સમાન પરિસ્થિતીમાં ક્રોધ, આવેશ વગેરેના પરિણામો જે પણ આવે છે તે પુરુષ કરતાં સ્ત્રીમાં ઓછા હોય છે. સ્ત્રીવેદમાં માયા, લોભ, માન વગેરે દેખાતું હોય તો તેનું કારણ એ છે કે તિવ્ર બુધ્ધિના અભાવમાં આ ક્રોધ, માયા, લોભ, માન પ્રગટ અવસ્થામાં વધારે હોય છે.પુરુષને વધારે બુધ્ધિના કારણે કર્મોનો બંધ પણ વધુ થાય છે. આઠમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ઃ સ્થવિર ગુરુ આદિની આજ્ઞાથી શયનાસન ભૂમિ રત્નાધિકના ક્રમથી ગ્રહણ કરવી. સત્ર-૨-૪: પાટ વગેરે એક હાથથી ઉપાડીને સરલતાથી લઈ જઈ શકાય એવા જ લાવવા અને તેને ગવેષણ ત્રણ દિવસ સુધી કરી શકાય છે અને સ્થવિરવાસને અનુકૂળ પાટની ગવેષણા પાંચ દિવસ સુધી કરી શકાય તેમજ વધારે દૂરથી પણ લાવી શકાય છે. સૂત્ર-પઃ એકલ વિહારી વૃદ્ધ સાધુને જો અનેક પ્રકારના ઔપગ્રહિક ઉપકરણ હોય તો તે ઉપકરણોને આહારાદિ લેવા જાય ત્યારે કોઈની દેખરેખમાં મૂકીને જાય; પાછા આવવા પર તેને જાણ કરીને ગ્રહણ કરી લેવા જોઇએ. (પડિમાધારી અને જિનકલ્પી આદિ સાધુઓને ચર્મ-છત્ર વગેરે હોતા નથી, તેથી અહીં એ સામાન્ય સ્થવિરકલ્પી સપરિસ્થિતિક એકલ વિહારી વૃદ્ધ સાધુનું વર્ણન છે). સૂત્ર-૬-૯ : કોઈ ગૃહસ્થના શય્યા સંતારક આદિ બીજા ઉપાશ્રયમાં, મકાનમાં લઈ જવાના હોય તો એની ફરીથી આજ્ઞા લેવી. ક્યારેક થોડા સમયને માટે કોઈ ગૃહસ્થના પાટ આદિ ઉપાશ્રયમાં જ છોડી દીધા હોય તો એને ગ્રહણ કરવાને માટે ફરીથી આજ્ઞા લેવી. આજ્ઞા વિના ગ્રહણ ન કરવું કારણ કે તે પોતાની નિશ્રાથી થોડા સમય માટે છોડી દીધેલા છે.(ન છોડેલાનું ઉભયકાલ પ્રતિલેખન આવશ્યક છે. છોડેલાનું ફરીથી ગ્રહણ કરતી વખતે પ્રતિલેખન કરાય છે.) સૂત્ર-૧૦-૧૧ : મકાન-પાટ આદિની પહેલાં આજ્ઞા લઈને પછી જ ગ્રહણ કરવા જોઇએ, પરંતુ ક્યારેક પરિસ્થિતિવશ વિવેકપૂર્વક પહેલાં ગ્રહણ કરીને પછી આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-૧૩–૧૫: રસ્તામાં ચાલતી વખતે કોઈ સાધુનું ઉપકરણ પડી જાય અને બીજા કોઈ સાધુને મળે તો તેની પૂછપરછ કરી જેનું હોય તેને દઈ દેવું અને જો એનો કોઈપણ સ્વીકાર ન કરે તો પરઠી દેવું અર્થાત્ છોડી દેવું. જો રજોહરણ આદિ મોટા ઉપકરણો હોય તો પોતાની સાથે વધારે દૂર પણ લઈ જવા અને પૂછપરછ કરવી. સૂત્ર–૧૬: વધારે પાત્રા આચાર્ય આદિની આજ્ઞાથી ગ્રહણ ક્ય હોય તો તેમને જ દઈ દેવા. પોતાને જેને દેવાની ઈચ્છા હોય તેને પોતે જ ન આપવા; જેનું નામ લઈને પાત્ર લીધા હોય તેને આચાર્યની આજ્ઞા લઈને આપી દેવા. સૂત્ર-૧૭ઃ હંમેશાં કંઈક ને કંઈક ઉણોદરી તપ કરવું જોઇએ. ઊણોદરી તપ કરનાર પ્રકામ ભોજી કહેવાતા નથી.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy