SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 283 આગમસાર સૂત્ર-૬–૯: નિર્ગથને ગ્રામ નગર આદિમાં એક માસ રહેવું કલ્પ છે. જો તેના ઉપનગર આદિ હોય તો તેમાં અલગ-અલગ અનેક માસ-કલ્પ સુધી રહી શકે છે, પરંતુ જયાં રહે ત્યાં જ ભિક્ષા માટે ભ્રમણ કરવું જોઇએ; અન્ય ઉપનગરોમાં નહિ. સાધ્વીનો એક કલ્પ બે માસનો હોય છે. સૂત્ર-૧૦-૧૧ એક પરિક્ષેપ અને એક ગમનાગમનના માર્ગવાળા ગ્રામાદિમાં સાધુ-સાધ્વીએ એક સમયે ન રહેવું જોઇએ. તેમાં અનેક માર્ગ કે દ્વાર હોય તો તે એક કાળમાં પણ રહી શકે છે. સૂત્ર૧૨-૧૩ઃ પુરુષોના અત્યધિક ગમનાગમનવાળા ત્રણ રસ્તા, ચાર રસ્તા કે બજારમાં બનેલા ઉપાશ્રયમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઇએ. સાધુ તે ઉપાશ્રયમાં રહી શકે છે. [સાધુઓએ ગામની બહાર જ રહેવું જોઇએ, એવી એકાંત પ્રરૂપણા કરવી ઉત્સુત્ર પ્રરૂપણા છે, તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે.] સૂત્ર-૧૪-૧૭: દ્વાર રહિત સ્થાનોમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઇએ. પરિસ્થિતિ- વશ કદાચ રહેવું પડે તો પડદો લગાવીને દ્વાર બંધ કરી દેવું. આવા દ્વાર રહિત સ્થાનો પર સાધુ રહી શકે છે. સૂત્ર-૧૮: સાધુ-સાધ્વીને વસ્ત્રની મચ્છરદાની રાખવી કલ્પ છે. સૂત્ર-૧૯: પાણીના કિનારે સાધુ-સાધ્વીએ બેસવું આદિ ક્રિયા ન કરવી જોઈએ. સૂત્ર-૨૦-૨૧: ચિત્રોથી યુક્ત મકાનમાં ન રહેવું જોઈએ. સૂત્ર-રર-૨૪: સાધ્વીજીઓએ શય્યાતરના સંરક્ષણમાં જ(એટલે કોઈના આશ્રયથી જ) રહેવું જોઈએ. પરંતુ ભિક્ષુ સંરક્ષણ વિના પણ રહી શકે છે. સૂત્ર-૨૫-૨૯ : સ્ત્રી-પુરુષોના નિવાસ રહિત મકાનમાં જ સાધુ-સાધ્વીઓએ રહેવું જોઈએ. માત્ર પુરુષોના નિવાસવાળા મકાનમાં સાધુ અને માત્ર સ્ત્રીઓના નિવાસ– વાળા મકાનમાં સાધ્વીજીઓ રહી શકે છે. માત્ર સ્ત્રી કે પુરુષ જયાં હોય, ત્યાં પીવાનું પાણી અને પ્રકાશ માટે દીપક તથા ભોજન બનાવવા માટે અગ્નિ રહે તો તે વિભાગ જુદો હોવો જોઇએ. સૂત્ર-૩૦-૩૧ : દ્રવ્ય પ્રતિબદ્ધ(છતની અપેક્ષાએ) કે ભાવ પ્રતિબદ્ધ(સ્ત્રીના શબ્દ રૂપ આદિની અપેક્ષાએ) ઉપાશ્રયમાં સાધુએ રહેવું કલ્પતું નથી. કદાચ સાધ્વીજીઓ રહી શકે છે. સ્વતંત્ર છતવાળા મકાન હોય જેની ભીંતો એક બીજાને લાગેલી હોય તે પ્રતિબદ્ધ નથી; પરંતુ એક છત અને તેમાં અલગ-અલગ ઓરડા છે તો તે પ્રતિબદ્ધ મકાન છે. સૂત્ર-૩૨-૩૩ઃ સ્ત્રીઓથી પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં(ઉપાશ્રયમાં) સાધુએ રહેવું કહ્યું નહિ. સાધ્વીઓ કદાચિત્ત રહી શકે છે. સૂત્ર-૩૪: કોઈની સાથે ક્લેશ થઈ જાય તો સ્વયં-પોતે સંપૂર્ણ ઉપશાંત થવું જરૂરી છે. અન્યથા સંયમની આરાધના થતી નથી. સૂત્ર-૩૫-૩૬ : સાધુ-સાધ્વીજીઓએ ચાતુર્માસમાં એક સ્થાન પર જ રહેવું જોઈએ તથા હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં શક્તિ અનુસાર વિચરણ કરતા રહેવું જોઇએ. સૂત્ર-૩૭: જે રાજયોમાં પરસ્પર વિરોધ ચાલી રહ્યો હોય ત્યાં વારંવાર આવ-જા કરવી જોઇએ નહીં. સૂત્ર-૩૮-૪૧ : સાધુ કે સાધ્વીઓ ગોચરી(આહાર માટે) ગયા હોય અને ત્યાં કોઈ તેને વસ્ત્રાદિ લેવા માટે કહે તો આચાર્યાદિની સ્વીકૃતિની શરત રાખીને ગ્રહણ કરે. જો તેઓ સ્વીકૃતિ આપે તો રાખે, નહિતર પાછું આપી દે. સૂત્ર-૪૨-૪૩ઃ સાધુ-સાધ્વી રાત્રિમાં આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા સંસ્તારક ગ્રહણ ન કરે. ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં શય્યા સંસ્તારક ગ્રહણ કરી શકાય છે તથા ચોરાઈ ગયેલ વસ્ત્ર પાત્રાદિ કોઈ પાછા લાવીને આપે તો તેને રાત્રિમાં ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૪૪-૪૫ઃ રાત્રિમાં કે વિકાલમાં(સંધ્યામાં) સાધુ-સાધ્વીઓએ વિહાર ન કરવો જોઇએ તથા સંખડીમાં આહાર ગ્રહણ કરવા માટે ન જવું જોઇએ. સૂત્ર-૪૬-૪૭ : સાધુ-સાધ્વીજીઓએ રાત્રિમાં ઉચ્ચાર પ્રશ્રવણ કે સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી દૂર(૧૦૦ હાથથી આગળ) એકલા ન જવું જોઈએ, કોઈને સાથે લઈને જઈ શકે છે. કોઈની વધુ ભયની પ્રકૃતિ હોય કે ક્ષેત્રની સ્થિતિ હોય તો અનેક સાધુ કે અનેક સાધ્વીઓ સાથે જઈ શકે છે. સૂત્ર-૪૮ઃ ચારે દિશાઓમાં આર્ય ક્ષેત્રની સીમા સૂત્રમાં બતાવી છે, તેની અંદર સાધુ-સાધ્વીઓએ વિચરવું કહ્યું છે. પરંતુ તેઓએ સંયમની ઉન્નતિનો વિવેક તો સર્વત્ર અવશ્ય રાખવો જ જોઈએ. બીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર–૧–૩: જે મકાનમાં અનાજ વેરાયેલું હોય તેમાં રહેવું ન જોઈએ. વ્યવસ્થિત રાશિકૃત ઢગલામાં રાખેલ હોય તો માસ કલ્પ અને તાળું લગાવેલું હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર-૪-૭ઃ જે મકાનની સીમામાં મદ્યના ઘડા અથવા અચિત્ત શીત કે ઉષ્ણ પાણીના ઘડા ભરેલા પડ્યા હોય અથવા અગ્નિ કે દિપક આખી રાત્રિ બળતા હોય ત્યાં સાધુ-સાધ્વીઓએ રહેવું ન જોઇએ, પરંતુ અન્ય મકાનના અભાવમાં એક કે બે રાત્રિ રહી શકાય છે. સૂત્ર-૮-૧૦ઃ જે મકાનની સીમામાં ખાદ્ય પદાર્થના વાસણો જ્યાં-ત્યાં પડ્યા હોય તો ત્યાં ન રહેવું જોઇએ, પરંતુ એક બાજુ વ્યવસ્થિત રાખ્યા હોય તો માસ કલ્પ અને તાળું દીધેલ હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર-૧૧-૧૨ઃ ધર્મશાળામાં, અસુરક્ષિત સ્થાનોમાં અને ખુલ્લા આકાશમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ, સાધુ ત્યાં રહી શકે છે. સૂત્ર–૧૩: મકાનનાં અનેક સ્વામી હોય તો એકની આજ્ઞા લઈને તેને શય્યાતર માનવા અને અન્યના ઘરેથી આહારાદિ ગ્રહણ કરવા કલ્પ છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy