SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ 234 દવા બતાવી છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી અને મફતમાં અપાતી આ ઔષધિનું પણ કોઈ સેવન જ ન કરે તેને શું કહેવાય? જે બુદ્ધિમાન વિજ્ઞ-પુરુષ આ પાંચ આશ્રયોને સમજીને તેનો ત્યાગ કરે છે તે એક દિવસ કર્મ–રજથી સર્વથા રહિત થઈને સર્વોતમ સિદ્ધિ(મુક્તિ)ને પ્રાપ્ત કરે છે. પરિશેષ નિર્દેશ :- સારાંશમાં વિવિધ જાણવા યોગ્ય વિષયોનું સ્વરૂપ સ્પષ્ટ કરવા છતાં પણ કેટલાંક જાણવા યોગ્ય વિષયોનો સમાવેશ કરાયો નથી જે સૂત્રમાં કહેલ છે. યથા જલચર, સ્થલચર ખેચરના અલગ-અલગ નામ છે. અનાર્ય દેશના ૫૪ નામ સૂચિત્ત કરાયા છે. નાસ્તિકવાદી અનેક મતાંતરોનાં સિદ્ધાંતોનું કથન છે. અનેક હિંસક આદેશ–ઉપદેશ પ્રેરણાઓના પ્રકાર, યુદ્ધની તૈયારી, તેમજ યુદ્ધ- સ્થળની ભયંકરતા, સમુદ્રી લૂંટનું વિસ્તારથી વર્ણન, સંસાર અને સમુદ્રની વિસ્તારથી ઉપમા, ચક્રવર્તીના શુભ લક્ષણ, તેની ઋદ્ધિ, બલદેવ, વાસુદેવોની શારીરિક તેમજ ભૌતિક સમૃદ્ધિ, જુગલિયા પુરુષના તેમજ સ્ત્રીઓના સંપૂર્ણ અંગોપાંગોનું અલગ-અલગ વર્ણન કરાયું છે. તેમના પ્રશસ્ત(૩૨) લક્ષણ પણ કહ્યા છે. બીજા શ્રતસ્કંધનો પ્રારંભ પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ આશ્રવ દ્વારોનું અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ આ પાંચ મૌલિક પાપ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કરાયું છે. ત્યારપછી બીજા શ્રુતસ્કંધમાં આ પાંચના ત્યાગરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. એમ તો અચાન્ય આગમોમાં તેમજ જૈન સાહિત્યમાં આશ્રવ-સંવરના અપેક્ષાથી અનેક ભેદ પણ કહ્યા છે. અહીં સંક્ષેપની. અપેક્ષાથી આ પાંચ ભેદોમાં સંપૂર્ણ આવોનો સમાવેશ કરતાં વર્ણન કર્યું છે. વાસ્તવમાં આગમોમાં કેટલાય તત્ત્વોના ભેદોની સંખ્યાને માટે કોઈપણ એક દિવાલ નથી હોતી. જેમ કે જીવોના ભેદ ૨ થી લઈને ૫૬૩ સુધી કહેવાય છે. દેવતાના ભેદ ૪, ૧૪, ૧૯૮ સુધી કહેવામાં આવે છે માટે અપેક્ષાથી અહીં ૫-૫ આશ્રવ સંવરનું વર્ણન હોવા છતાં પણ તેની પ્રચલિત વિભિન્ન સંખ્યાઓનો કોઈ વિરોધ ન સમજવો જોઈએ. આ પ્રકરણમાં સંવરનું વર્ણન કરતા થકાં અહિંસા આદિ પાંચોનું સ્વરૂપ તેમજ મહત્ત્વ આદિ બતાવવાની સાથે-સાથે હિંસાદિના સર્વથા ત્યાગરૂપ સંવરની પ્રમુખતા દઈને સંયમના પ્રમુખ ગુણ પાંચ મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરાયું છે તેમજ તેમનું મહત્ત્વ બતાવાયું છે. મહાવ્રતોની સુરક્ષાને માટે પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ અર્થાત્ તે મe આરાધના કરાવવા- વાળી સાવધાની રૂપ પ્રવૃત્તિઓ કહેવામાં આવી છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ મહાવ્રતોનું સમ્યક પાલન થાય છે. જે પ્રમુખ પ્રવૃત્તિઓના માધ્યમથી આત્મામાં કર્મોનું આગમન થાય છે તે પ્રવૃત્તિઓને આશ્રવ કહેવામાં આવે છે. જે સદ્ અનુષ્ઠાનો દ્વારા આત્મામાં કર્મોનું આગમન રોકાય છે તેને સંવર દ્વારા કહેવામાં આવે છે. આ બીજા શ્રુતસ્કંધમાં પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પાંચ સંવરનું સ્વરૂપ – આ પાંચે સંવર પાંચ મહાવ્રત રૂપ છે, તપ-સંયમ રૂપ છે, સમસ્ત હિતોના પ્રદાતા છે. કર્મરૂપી રજને દૂર કરનાર છે, ચાર ગતિના ભ્રમણને ટાળનાર છે. સેંકડો ભવોના ભ્રમણનો નાશ કરનાર છે. વિપુલ દુઃખોથી છોડાવનાર, વિપુલ સુખોને આપનાર છે. કાયર પુરુષોને માટે તેનું આચરણ દુષ્કર છે, કારણ કે તેમનું મનોબળ નબળું હોય છે. જે ઇન્દ્રિયોના દાસ છે, મન પર નિયંત્રણ કરી શકતા નથી, ઘેર્યહીન છે, સહનશીલ નથી; તેઓ પ્રથમ તો મહાવ્રતોને ધારણ જ કરી શકતા નથી; કદાચ ધારણ કરી લે તો પણ તે કાયર પુરુષ વચમાં જ ભ્રષ્ટ થઈ જાય છે, શિથિલ થઈ જાય છે અર્થાત્ સાધુ વેશમાં રહેવા છતાં પણ અસાધુ જીવન વ્યતીત કરે છે. વૈર્યશાળી દઢ મનોબળવાળા પુરુષ શૂરવીરતાથી પરીષહ ઉપસર્ગોનો સામનો કરતાં સહજ અને દઢ ભાવથી સંયમ નિયમોનું પાલન કરે છે. તેઓ મન અને ઇન્દ્રિયોને વિવેકથી અંકુશમાં રાખે છે. તેઓને માટે આ પાંચ મહાવ્રત મોક્ષમાં પહોંચવાનો માર્ગ છે અથવા કર્મરાજ બાકી રહે તો સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર છે. પ્રથમ અધ્યયન : અહિંસા(મહાવ્રત) અહિંસાનું સ્વરૂપ – આ નિગ્રંથ પ્રવચન તીર્થકર ભગવંતોએ સંસારના સમસ્ત જીવોની દયા માટે (અનુકંપા માટે) અને તેની રક્ષા પ્રમુખતાથી જ તીર્થકર ઉપદેશ આપે છે. આમ પણ બધા મહાવ્રતોમાં મુખ્ય અહિંસા મહાવ્રત જ છે તેની સુરક્ષાને માટે જ બાકીના ચાર મહાવ્રત છે અર્થાત્ બાકીના ચાર મહાવ્રતોથી પણ અહિંસા મહાવ્રતની પુષ્ટિ થાય છે. એવા અહિંસા પ્રધાન, સમસ્ત જીવોની અનુકંપા – રક્ષા પ્રધાન આ પ્રવચન, આત્માને માટે હિતકર છે આ ભવ અને પરભવ બંનેમાં કલ્યાણકર છે. બીજા પ્રવચનોમાં (સિદ્ધાંતોમાં) અનુત્તર, શ્રેષ્ઠતમ, સર્વોત્તમ છે અને બધા જ પાપો તેમજ દુઃખોને ઉપશાંત કરનાર અર્થાત્ તેનો અંત કરાવનાર છે. જેવી રીતે ભયભીતને માટે શરણ, પક્ષીઓને માટે આકાશ, ભૂખ્યાને ભોજન તરસ્યાઓને પાણી, સમુદ્રમાં ડૂબતા લોકોને માટે જહાજ, રોગથી પીડિતોને ઔષધ અને અટવીમાં સાર્થવાહોનો સંગ, પ્રાણીઓને સુખકારક થાય છે તેનાથી પણ અધિકતર આ અહિંસા ભગવતી ત્રસ–સ્થાવર સમસ્ત પ્રાણીઓને માટે મહાન કુશલ, કલ્યાણકારી, મંગળકારી અને સુખકારી છે. અહિંસા ભગવતીના પર્યાયવાચી સાઠ નામ:- (૧) દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા (૨) નિર્વાણ (૩) નિવૃત્તિ (૪) સમાધિ (૫) શક્તિ (૬) કીર્તિ (૭) ક્રાંતિ (૮) રતિ (૯) વિરતિ (૧૦) શ્રુતનું અંગ (૧૧) તૃપ્તિ (૧૨) દયા, અનુકંપા-કષ્ટ પામતાં અથવા મરતાં પ્રાણીઓની કરુણા પ્રેરિત આત્મભાવોથી રક્ષા કરવી, યથાશક્તિ બીજાના દુઃખનું નિવારણ કરવું (૧૩) વિમુક્તિ (૧૪) ક્ષમા
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy