SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ 220 સમવાય : ૭૧ થી ૧૦૦ (૧) વીર્ય પ્રવાદ પૂર્વના ૭૧ પાહુડ–અધ્યાય છે. (૨) પુરુષની ૭૨ કળા :- - (૧) લેખન કળા (૨) ગણિત (૩) ચિત્રકળા (૪) નૃત્ય (૫) ગીત (૬) વાઘ (૭) સ્વર–રાગ (૮) મૃદંગ જ્ઞાન (૯) સમતાલ વગાડવું (૧૦) દ્યૂત કળા (૧૧) લોકવાયકા (૧૨) શીઘ્ર કવિત્વ (૧૩) શેતરંજ (૧૪) જળ શોધન (૧૫) અન્ન સંસ્કાર (૧૬) જળ સંસ્કાર (૧૭–૧૮) ગૃહશય્યા નિર્માણ (૧૮) આર્યા છંદ બનાવવો (૨૦) સમસ્યા કોયડો (૨૧) માગધિકા છંદ (૨૨) ગાથા (૨૩) શ્લોક (૨૪) સુગંધિત કરવાની કળા (૨૫) મીણ પ્રયોગ કળા (૨૬) અલંકાર બનાવવા પહેરવાની કળા (૨૭) તરુણી પ્રસાધન કળા અથવા ખુશ કરવાની કળા (૨૮) સ્ત્રી લક્ષણ (૨૯–૪૧) પુરુષ, ઘોડા, હાથી, બળદ, કુકડા, ઘેટાંના લક્ષણ તથા ચક્ર, છત્ર, દંડ, તલવાર, મણિ, કાણિ ચર્મ(રત્નો)ના લક્ષણ (૪૨૧૪૫) ચંદ્ર, સૂર્ય, રાહુ, ગ્રહનું વિજ્ઞાન (૪૬) સૌભાગ્ય (૪૭) દુર્ભાગ્ય જાણવાનું જ્ઞાન (૪૮) રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યા (૪૯) મંત્ર વિજ્ઞાન (૫૦) ગુપ્ત રહસ્યો જાણવાની કળા (૫૧) પ્રત્યેક વસ્તુઓને પ્રત્યક્ષ જાણવાની કળા (૫૨) જ્યોતિષ ચક્રગતિ (૫૩) ચિકિત્સા વિજ્ઞાન (૫૪) વ્યૂહ રચનાની કળા (૫૫) પ્રતિ વ્યૂહ (૫૬) સૈન્ય માપ (૫૭) નગરમાપ (૫૮) મકાન માપ (૫૯–૬૧) સેના, નગર, મકાન બનાવવાની કળા (૬૨) દિવ્યાસ્ત્ર જ્ઞાન (૬૩) ખડગ શાસ્ત્ર (૬૪) અશ્વશિક્ષા (૬૫) હસ્તિ શિક્ષા (૬૬) ધનુર્વેદ (૬૭) ચાંદી–સુવર્ણ, મણિ—ધાતુની સિદ્ધિની કળા (૬૮) બાહુ, દંડ, મુષ્ઠિ, અસ્થિ આદિ યુદ્ધ કળા (૬૯) ક્રીડા, પાસા, નાલિકા ખેલ (૭૦) પત્ર-છેદ કળા (૭૧) ધાતુના આકાર બનાવવાની કળા અને ફરી મૌલિક રૂપમાં લાવવું (૭૨) શકુન શાસ્ત્ર. જ્ઞાતાસૂત્ર, ઉવવાઈ સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, જંબૂદ્બીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ આગમોમાં પણ આ ૭૨ કળાઓ છે. ક્યાંય–ક્યાંય નામ અને ક્રમમાં ભિન્નતા છે. (૩) એક મુહૂર્તમાં ૭૭ લવ હોય છે. અંગ વંશમાં ૭૭ રાજા ક્રમશઃ દીક્ષિત થયા. (૪) ભગવતી સૂત્રના પાછળના છ શતકોમાં(૩૫ થી ૪૦) ૮૧ મહાયુગ્મ કહ્યા છે. એકેન્દ્રિયના ૧૨, બેઇન્દ્રિયના ૧૨, તેઇન્દ્રિયના ૧૨, ચૌરેન્દ્રિયના ૧૨, અસંશી પંચેન્દ્રિયના ૧૨, સંશી પંચેન્દ્રિયના ૨૧. (૫) ૮૨ દિવસ પસાર થવા પર ભગવાન મહાવીરના ગર્ભનું સંહરણ થયું. (૬) ભરત ચક્રવર્તી ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને કેવળી થયા. (૭) ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી તેમજ ઋષભદેવ ભગવાનની ઉંમર ૮૪ લાખ પૂર્વની હતી. (૮) બધા બાહ્ય મેરુ અને બધા અંજન પર્વત ચોરાસી હજાર યોજન ઊંચા છે. (૯) ઋષભદેવ ભગવાનના ચોરાસી હજાર પ્રકીર્ણ હતા. ચોરાસી ગણધર અને ચોરાસી ગણ હતા. ચોરાસી હજારની શ્રમણ સંપદા હતી.(૧૦) ચોરાસી લાખ જીવાયોનિ છે.(૧૧) ચાર મેરુ અને રુચક મંડલિક પર્વત પંચાસી હજાર યોજન સર્વાગ્રવાળા છે. (૧૨) ૯૧ વિનય વૈયાવૃત્યના વિકલ્પ છે. બાણુ કુલ પ્રતિમાઓ છે. (૧૩) ૯૩મા મંડળમાં સૂર્યના આવવા પર સમાન દિવસ વિષમ થવા લાગે છે.(૧૪) ચક્રવર્તીના રાજ્યમાં ૯૬ કરોડ ગામ હોય છે (૧૫) દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ, મૂસલ, ૯૬–૯૬ અંગુલના હોય છે.(૧૬) શતભિષક નક્ષત્રના સો તારા છે. (૧૭) પાર્શ્વનાથ ભગવાન અને આર્ય સુધર્માની ઉમર ૧૦૦ વર્ષની હતી.(૧૮) બધા કાંચનક પર્વત ૧૦૦ યોજન ઊંચા છે. પ્રકીર્ણક સમવાય (૧) અસુરકુમારોના પ્રાસાદ ૨૫૦ યોજનના ઊંચા છે.(૨) વૈમાનિક દેવોના વિમાનોના કોટ ત્રણસો યોજનના ઊંચા છે. (૩) બધા વર્ષધર પર્વતોના ફૂટ ૫૦૦ યોજનના ઊંચા છે. હરિ હરિસ્સહ બે ફૂટ સિવાય વક્ષસ્કાર પર્વતોના ફૂટ પણ ૫૦૦ યોજનના ઊંચા છે.(૪) બલકૂટ સિવાય નંદનવનના બધા કૂટ ૫૦૦ યોજનના ઊંચા છે.(૫) કુલકર અભિચંદ્ર ૬૦૦ ધનુષ્યના ઊંચા હતા. (૬) ભગવાન મહાવીરના ૭૦૦ શિષ્ય કેવળી થયા હતા. (૭) ૮૦૦ યોજનનો વ્યંતરોનો ભૂમિ વિહાર છે. વિમલ વાહન ૯૦૦ ધનુષ્યના ઊંચા હતા. (૮) હરિ, હરિસ્સહ અને બલ આ ત્રણ ફૂટ, બધા વૃત વૈતાઢય, જમક પર્વત, ચિત્ર-વિચિત્ર કૂટ એક હજાર યોજનના ઊંચા છે. (૯) અરિષ્ટનેમિ ૧૦૦૦ વર્ષની ઉંમરે મોક્ષ ગયા. (૧૦)શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોટ્ટીલના ભવમાં એક કરોડ વર્ષ સંયમનું પાલન કર્યું હતું. બાર અંગ સૂત્રોનો પરિચય આચારાંગઃ (૧) આ સૂત્રમાં શ્રમણ નિગ્રંથનો આચાર–ગોચર, વિનય–વ્યવહાર, બેસવું, ચાલવું, ઉભા રહેવું, બોલવું આદિ પ્રવર્તન, સમિતિ–ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર-પાણીની ગવેષણા, ઉદ્ગમ આદિ દોષોની શુદ્ધિ અશુદ્ધિ, વ્રત–નિયમ, તપ-ઉપધાનનું વર્ણન છે. (૨) તે સાધ્વાચાર પાંચ પ્રકારના છે– ૧. જ્ઞાનાચાર- શ્રુતજ્ઞાનના અધ્યયનનો વ્યવહાર ૨. દર્શનાચાર– સમ્યક્ત્વીનો વ્યવહાર–દૃષ્ટિકોણ ૩. ચારિત્રાચાર– સમિતિ–ગુપ્તિરૂપ વ્યવહાર ૪. તપાચાર– બાર પ્રકારના તપનું અનુષ્ઠાન ૫. વીર્યાચાર– જ્ઞાનની પ્રાપ્તિમાં શક્તિનું અગોપન અથવા શક્તિ અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપમાં પુરુષાર્થ–પ્રયત્ન વૃદ્ધિ. (૩) પ્રથમ અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ(૯ + ૧૬) અધ્યયન છે, પંચાસી (૮૫) ઉદ્દેશનકાલ એટલે પાઠ દેવાના વિભાગ છે, પંચાસી સમુદ્દેશન કાળ(તેને જ સાંભળીને શુદ્ધ કંઠસ્થ કરાવવું), અઢાર હજાર પદ(શબ્દ) છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy