SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 211 આગમસાર (૧૨) સૂત્ર અધ્યાપન (વાંચણી)નો હેતુ અથવા લાભ– ૧. શ્રત–સંપન્ન શિષ્યોની વૃદ્ધિ થાય છે. ૨. શિષ્યને યોગ્યતા સંપન્ન બનાવવાથી તેની પર ઉપકાર થાય છે તેમજ પોતાનું કર્તવ્ય પાલન થાય છે. ૩. કર્મોની નિર્જરા થાય છે. ૪. પોતાનું જ્ઞાન મજબૂત બને છે. ૫. શ્રુત પરંપરા જૈન શાસનમાં અસ્મલિત ચાલે છે. (૧૩) પાચં તીર્થકર કુમારવાસમાં (રાજા થયા વિના) દીક્ષિત થયા. ૧. વાસુપૂજ્ય ૨. મલ્લિકુમારી ૩. અરિષ્ટનેમિ ૪. પાર્શ્વનાથ ૫. મહાવીર. આ સ્થાનમાં પાંચની સંખ્યાને સંબંધિત અન્ય આગમોમાં આવતાં કે ન આવતાં અન્ય પણ અનેક વિષય છે. જેમકેમહાવ્રત, સમિતિ, આશ્રવ-સંવર, પાંચ ઇન્દ્રિયોના વિષય શબ્દ આદિ, પાંચ સ્થાવર, શરીર, રસ-ત્યાગ તપ, કાયકલેશ તપ, ભિક્ષાચરી, જ્યોતિષી, પરિચારણાઓ, અગ્રમહિષિઓ, સ્થિતિઓ, અજીવ, હેતુ-અહેતુ, અનુત્તર, જિન કલ્યાણક, અનુઘાતિક, દંડ, પરિજ્ઞા, સુખ–જાગૃત, દત્તિ, ઉપઘાત, વિશુદ્ધિ, પ્રતિ સંલીનતા, સંવર–અસંવર, આચાર, નિગ્રંથ, દ્રહ, પર્વત, ક્ષેત્ર, અવગાહના, ઋદ્ધિમંત, ગતિ, ઇન્દ્રિયાર્થ, બાદર, ઉપધિ, છઘસ્થના અજ્ઞાત તત્ત્વ, મહાનરક, મહાવિમાન, સત્વ, ભિક્ષાચર, ગતિ-આગતિ, બીજ-યોનિ, સંવત્સર, છેદન, અનંતર અનંત, જ્ઞાન, પ્રતિક્રમણ, વિમાનોના વર્ણ, ઊંચાઈ, નદીઓ, સભા, નક્ષત્ર, તારા, કર્મચયઆદિ અને પદુગલ વગેરે. (ગુજરાત વિધાપીઠ – અમદાવાદ થી પ્રકાશિત ઠાણાંગ-સમવાયાંગ માં વિષયવાર ફરીથી વર્ગીકરણ કરી, બાજુમાં ક્યા ઠાણા-સમવાયથી પ્રાપ્ત થયું છે, તે દર્શાવવામાં આવ્યું છે. અંતમાં શબ્દોની સુચી સાથે તે શબ્દો પુસ્તકમાં ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે, તેના પાના નંબર દર્શાવેલ છે.) છઠ્ઠા સ્થાનનો સારાંશ (૧) વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં ગુણ સંપન્ન ભિક્ષને ગણ ધારણ કરવાનું (સંઘાડાના પ્રમુખ બનવાનું) કલ્પનીય બતાવેલ છે અને જો ગુણ સંપન્ન ન હોય તો તેને ગણ ધારણ કરી સંઘાડાના પ્રમુખ બની વિચરણ કરવાનું અકલ્પનીય કહેવામાં આવેલ છે. અહીં તેના છ ગુણો બતાવવામાં આવ્યા છે– ૧. શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ૨. પૂર્ણ સત્યવાદી ૩. બુદ્ધિમાન ૪. બહુશ્રુત પ. શારીરિક શક્તિ સંપન્ન ૬. કલેશ રહિત સ્વભાવવાળા. અર્થાત્ શાંત સ્વભાવી, ધૈર્યવાન તેમજ ગંભીર. (૨) કાળગત સાધુ કે સાધ્વીઓ માટે આ કૃત્ય કરી શકાય છે– ૧. તેના મૃત શરીરને ઓરડાની અંદરથી બહાર લાવી શકાય છે. ૨. મકાનની બહાર લાવી શકાય છે. ૩.વોસિરાવ્યા પછી ગૃહસ્થ તે મૃત શરીરને કાંઈ કરે તો તેની ઉપેક્ષા રાખવી અથવા વોસિરાવ્યા પહેલાં તેના શરીર અને વસ્ત્રોનું પ્રતિલેખન કરવું. ૪. શબ પાસે રાત્રિ વ્યતીત કરવી. ૫. ગૃહસ્થોને સોપવું. વોસિરાવવું. (૩) વનસ્પતિ વિના બીજ– સંમૂર્ણિમ(સ્વતઃ) પણ ઉત્પન્ન થાય છે. (૪) જો આત્મજાગૃતિ- આત્માર્થીપણું ન હોય તો ૧. સંયમ પર્યાય જ્યેષ્ઠતા ૨. શિષ્ય પરિવાર ૩. શ્રતજ્ઞાન સંપન્નતા ૪. તપ સંપન્નતા ૫. અંતરાય કર્મના ક્ષયથી લબ્ધિવાન થવું. ૬. પૂજા, સત્કાર, યશ વગેરે આ બધું જ તેના માટે અહિતકર બને છે. જો આત્મજાગૃતિ અને આત્માર્થીપણું હોય તો આ બધું હિતકર બને છે. આત્માર્થી સાધક આવા નિમિત્તોથી નિર્જરા જ કરે છે. અનાત્માર્થી તેનાથી મોહ, ઘમંડ વગેરે કરી કર્મ બાંધી પોતાનું અહિત કરે છે. (૫) ૧. અરિહંત ૨. અરિહંત પ્રરૂપિત ધર્મ ૩. આચાર્ય–ઉપાધ્યાય ૪. સંઘના અવર્ણવાદ બોલવાથી તથા પ. પક્ષના પ્રવેશથી તેમજ ૬. મોહ કર્મના ઉદયથી જીવ ઉન્માદ પ્રાપ્ત કરે છે અર્થાત પાગલ થઈ જાય છે. (૬) છ પ્રમાદ– ૧. મધ(પૂરાતનકાળમાં મધથી મધિરા,દારુ બનતો અને તેથી તેજ શબ્દથી ઓળખાતો.)-મદ એટલે અભિમાન અર્થ પણ થઇ શકે. ૨. વિષય ૩. કષાય ૪. નિદ્રા કે નિન્દા, વિકથા, ૫. ધૂત (જગાર)અને ૬. પ્રતિલેખન પ્રમાદ.(અજતના). (૭) શાસ્ત્રાર્થના અંગ- ૧. વાદી ૨. પ્રતિવાદી ૩. અધ્યક્ષ ૪. નિર્ણાયક ૫. સભ્ય-ગણ ૬. દર્શક–ગણ. શાસ્ત્રાર્થના બે હેતુ છે– ૧. હારજીત અને ૨. સત્ય તત્ત્વ નિર્ણય. પ્રથમ અપ્રશસ્ત વિવાદ છે તેમજ અકલ્પનીય છે અને બીજો યોગ્ય અવસરે કલ્પનીય છે. વિવાદમાં છળ, અનૈતિકતાનું અવલંબન લેવામાં આવે છે. યથા– ૧. ઉત્તર ન આવડવાથી વિષયાંતરમાં જવું ૨. ફરી તે વિષય પર આવવું ૩. અધ્યક્ષને અનુકૂળ બનાવવા ૪. તેના પ્રતિ અસદુ વ્યવહાર કરવો ૫. તેમની સેવા કરી પ્રસન્ન કરવા ૬. નિર્ણાયકોનો બહુમત પોતાની તરફેણમાં કરવો. (૮) છ ઋતુ છે– ૧. પ્રાવૃત્ ઋતુ અષાઢ, શ્રાવણ ૨. વર્ષાઋતુ– ભાદરવો, આસો ૩. શરદઋતુ- કારતક, માગસર ૪. હેમંતઋતુ–પોષ, મહા ૫. વસંત-ફાગણ,ચૈત્ર ૬. ગ્રીષ્મ- વૈશાખ, જેઠ આમ ક્રમ છે. (૯) તિથિ ક્ષય- ૧. અષાઢી વદમાં ૨. ભાદરવા વદમાં ૩. કારતક વદમાં ૪. પોષ વદમાં ૫. ફાગણ વદમાં ૬. વૈશાખ વદમાં. (૧૦) તિથિ વૃદ્ધિ– ૧. અષાઢ સુદમાં ૨. ભાદરવા સુદમાં ૩. કાર્તિક સુદમાં ૪. પોષ સુદમાં પ. ફાગણ સુદમાં ૬. વૈશાખ સુદમાં. (૧૧) આહારના સારા પરિણામો– ૧. આનન્દ્રિત કરનાર ૨. રસોત્પાદક ૩. ધાતુપૂર્તિ કરનાર ૪. ધાતુ વૃદ્ધિ કરનાર ૫. મદ-મસ્તી. દેનાર દ. શરીર પોષક–ઉત્સાહવર્ધક. (૧૨) છ પ્રકારના ઝેર– ૧. કોઈના કરડવાથી ૨. પોતે જ વિષ ખાઈ લે તો ૩. કોઈના સ્પર્શ કરવાથી ૪. માંસ સુધી અસર કરનાર ૫. લોહીમાં અસર કરનાર ૬. હાડકા તેમજ મજ્જામાં અસર કરનાર. (૧૩) આયુ બંધ સમયે છ બોલનો બંધ (અથવા પૂર્વબદ્ધનો સંબંધ નિકાચિત્ત) થાય છે– ૧. જાતિ ૨. ગતિ ૩. કર્મોની સ્થિતિ ૪. શરીરની અવગાહના ૫. કર્મ પ્રદેશ અને ૬. તેનો વિપાક(ફળ). આખા ભવ માટેના આ બોલ નિશ્ચિત સંબંધિત થઈ જાય છે. મતલબ કે ગતિ, જાતિ, અવગાહના; એ આયુષ્ય અનુસાર સંબંધિત થઈ જાય છે અને બધા કર્મોની સ્થિતિઓ, પ્રદેશ અને વિપાક આયુષ્ય સાથે નિશ્ચિત થઈ જાય છે. (૧૪) નારકી, દેવતા અને જુગલિયા છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે “આયુષ્ય કર્મનો બંધ કરે છે. (૧૫) પ્રશ્ન પૂછવાના હેતુ– ૧. સંશય દૂર કરવા માટે ૨. પોતાના અભિનિવેશને રાખી, બીજાના પરાભવ માટે ૩. અર્થ વ્યાખ્યા જાણવા માટે ૪. પોતાના ચિત્તની પ્રસન્નતા કે સંતોષ માટે ૫. જાણવા છતાં પણ બીજાની જ્ઞાન વૃદ્ધિ માટે ૬. પોતાને જાણવા માટે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy