SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 209 આગમસાર ૧. સરાગ સંયમ (છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના સંયમ)થી ૨. શ્રાવકપણાથી ૩. બાલ(અજ્ઞાન) તપથી ૪. અકામનિર્જરા(અનિચ્છાથી ભૂખ, તરસ સહન કરવી, બ્રહ્મચર્ય પાલન)થી દેવના આયુષ્યનો બંધ થાય છે. (૨૫) વાધ, નૃત્ય, ગીત, માળા, અલંકાર, નાટક વગેરે ચાર-ચાર પ્રકારના છે. (૨૬) કાવ્યના ચાર પ્રકાર છે– ૧. ગદ્યકાવ્ય (છંદરહિત) મુક્તક કાવ્ય વગેરે ૨. પદ્યકાવ્ય (છંદ યુક્ત) દોહા, શ્લોક વગેરે ૩. કથ્થકાવ્ય ઢાલ, ચોપાઈ વગેરે ૪. ગેય કાવ્ય ગાયન વગેરે. (૨૭) પાંચમાથી આઠમા દેવલોક સુધીના ચાર દેવલોક પૂર્ણ ગોળાકાર છે. બાકીના આઠ દેવલોક અર્ધ ચંદ્રાકાર છે. (૨૮) ચાર સમુદ્રનું પાણી સ્વતંત્ર રસવાળું છે, જેમ કે- લવણ સમુદ્ર, વરુણ સમુદ્ર, ક્ષીર સમુદ્ર, ધૃત સમુદ્ર અને તેના પાણી અનુક્રમે નમક, સૂરા, દૂધ અને ઘી જેવા સ્વાદ તેમજ ગુણવાળા છે. વૃક્ષ, શુદ્ધ-વસ્ત્ર, સત્યવાદી, શુચિ–વસ્ત્ર, ગરીબ-પુરુષ, યાન, ઘોડા, સૂર, યુગ્મ, જુમ્મા, સારથી, ઘોડા, હાથી, પુષ્પ વગેરેની પુરુષ સાથે ઉપમાયુક્ત અનેક ચૌભંગીઓ કહેવામાં આવી છે. ઘાવ સંબંધી તેમજ શ્રેષ્ઠ અને પાપી, પ્રજ્ઞાપક–પ્રભાવક, મિત્ર–અમિત્ર, સંવાસ, જળ તૈરાક(તરવૈયા) સંબંધી અનેક ચૌભંગીઓ કહેવામાં આવી છે. સમવસરણ, દેવોના વર્ણ-અવગાહના, ગતાગત, ગર્ભ, કર્મ, બંધ, બેઈન્દ્રિય આદિ જીવોની હિંસા, અહિંસાથી સંયમ, અસંયમ, આવર્ત. નક્ષત્રોના તારા તેમજ પદુગલ સંબંધી ચાર–ચાર સંખ્યાવાળા વર્ણન છે. ચાર ધ્યાન અને તેના આલંબન, લક્ષણ, ભાવના વગેરેનું વિસ્તૃત વર્ણન છે. દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, દ્રહ તેમજ છપ્પન અન્તર્લીપોનું વિસ્તૃત વર્ણન છે. તૃણ વનસ્પતિ, અસ્તિકાય, અજીવ, અસ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, કાળ વગેરે વિવિધ વિષયોનું કથન પણ છે. એ પ્રકારે આ ચોથું અધ્યયન સૈદ્ધાંતિક, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક એમ અનેક વિષયોનો ભંડાર છે. પાંચમા સ્થાનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) કાયોત્સર્ગ પ્રતિમા પાંચ છે– ૧. ભદ્રા ૨. સુભદ્રા ૩. મહાભદ્રા ૪. સર્વતોભદ્રા પ. ભદ્રોત્તરા. તેમાં અમુક દિશા, વિદિશા તરફ મોઢું રાખીને અથવા તે દિશામાં જઈને નિર્ધારિત સમયનો કે અહોરાત્રનો કાયોત્સર્ગ કરવો.(૨) ઈન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સમ્મતિ અને પ્રજાપત્ય એ પાંચ સ્થાવરકાયના અધિપતિ દેવ છે. (૩) અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જો ભય, વિસ્મય આદિથી સાધક વિચલિત થઈ જાય તો તે સમયે જ તે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. ચિત્ત ચંચળ થવાના કારણોમાં ૧. અત્યધિક જીવ, ૨. ભયાનક વિકરાળ જીવ, ૩. દેવની ઋદ્ધિ તથા ૪. નિધાન વગેરે નિમિત્તભૂત બને છે. (૪) પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં ધર્મને સમજવો, પાલન કરવું, પરીષહ સહેવા; એ બધું દુષ્કર(કઠિન) હોય છે, જ્યારે મધ્યમ તીર્થકરોના શાસનમાં સુગમ હોય છે. (૫) ૧. મહાદોષ સ્થાનનું સેવન કરવાથી ૨. આલોચના ન કરવાથી ૩. પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરવાથી ૪. પ્રાયશ્ચિત્ત વહન ન કરવાની વૃત્તિવાળા ભિક્ષુ સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે અને પ. દુસ્સાહસ– ખોટું સાહસ કરી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી. (૬) કુલ, ગણ, સંઘમાં ભેદ પાડવાની દૂષિત મનોવૃત્તિ, હિંસકવૃત્તિ, બીજાની ભૂલો-છિદ્રો જોવાની વૃત્તિ, તેમજ વારંવાર કુતૂહલ, નિમિત્તવૃત્તિ કરવાથી દશમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૭) ૧. આચાર્ય-ઉપાધ્યાય ગચ્છમાં આજ્ઞા-ધારણાનું પાલન ન કરાવી શકે. ૨. વિનય-વ્યવહારનું પાલન ન કરાવી શકે. ૩. યથાસમયે વાચના ન દઈ શકે. ૪. બીમારની સેવા સારી રીતે ન કરાવી શકે. ૫. પોતાને યોગ્ય લાગે તેમ કરે પરંતુ કોઈની સલાહ લે. નહિ, સાંભળે નહિ, તો ગચ્છ અશાંત તેમજ છિન્ન-ભિન્ન થઈ જાય છે. (૮-૯) સામાન્ય રીતે બેસવાના પાંચ પ્રકાર છે. જેમ કે– ૧. બંને પગ ઉપર ૨. બંને પંજા ઉપર ૩. બંને પગ અને પુત ને ભૂમિ ઉપર લગાવી ૪. પલાંઠી લગાવીને ૫. અર્ધી પલાંઠી લગાવીને(અથવા ૪. પદ્માસન ૫. અર્ધપદ્માસન) (૧૦) દેવોને પણ પાંચ-પાંચ સંગ્રામિક સેના અને સેનાપતિ હોય છે. (૧૧) જાતિ, કુળ, કર્મ, શિલ્પ બતાવીને તેમજ લિંગ દ્વારા આજીવિકા કરનાર પાંચ આજીવક હોય છે. (૧૨) પાંચ રાજ-ચિન્હ છે– છત્ર, ચામર, ખગ્ન, મુગટ તેમજ મોજડી. (૧૩) નીચેના સંકલ્પોથી પરીષહ સહન કરવા– ૧. આ પુરુષ કર્મને આધીન કે ઉન્મત અવસ્થામાં છે, અજ્ઞાની છે, તેથી જ પ્રતિકૂળ આચરણ કરે છે. ૨. એ પુરુષ યક્ષાવિષ્ટ છે અથવા દયાપાત્ર કે ના સમજ છે. ૩. મારા જ કર્મો ઉદયમાં આવ્યા છે, તેને ભોગવવા જ પડશે. તે પુરુષ તો નિમિત્ત માત્ર છે. ૪. જો હું સાધુ થઈને જ પરીષહ સહન નહી કરું તો એકાંત પાપકર્મોનું ઉપાર્જન થશે. પરીષહ સહન કરી લેવાથી મારા કર્મોની મહાનિર્જરા થશે, અંતે તો મને જ એકાંતે લાભ થશે. ૫. મારા સહન કરવાના ઉદાહરણને આદર્શ રૂપ રાખી બીજા સાધુ પણ નિર્જરા લાભ પ્રાપ્ત કરશે. (૧૪) કેવળીના જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ અને વીર્ય તેમ પાંચ અણુત્તર હોય છે. બીજો ઉદ્દેશક (૧) સાધુ પાંચ કારણથી નૌકા વગેરે દ્વારા ગંગા નદી જેવી મોટી નદીઓ પાર કરી શકે છે– ૧. કોઈ પણ પ્રકારનો ભય હોય. ૨. દુર્મિક્ષ હોય. ૩. કોઈ પાણીમાં ફેંકી દે. ૪. પૂર આવવાથી પ. અનાર્યોનો ઉપદ્રવ થવાથી. (૨) ચાર્તુમાસમાં પણ વિહાર કરવાના દસ કારણો– પાંચ ઉપર મુજબ ૬-૮. જ્ઞાન-દર્શન–ચારિત્ર માટે. ૯. આચાર્યના કાળ કરી. જવાથી. ૧૦. વૈયાવચ્ચ માટે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy