SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 205 jainology આગમસાર (૧૨) દરેક ઇન્દ્રોના ચાર–ચાર લોકપાલ હોય છે.(૧૩) ચતુર્યામ ધર્મમાં ચોથું મહાવ્રત છે સર્વ બાહ્ય વસ્તુને ગ્રહણ કરવાનો ત્યાગ. (૧૪) ચારેય ગતિમાં દુર્ગતિક હોય છે. સુગતિક ચાર કહ્યા છે, જેમ કે- દેવ, મનુષ્ય, સિદ્ધ, સુકુળ. (૧૫) લાકડું, સૂત, લોઢું અને પત્થર, એમાં જેમ ભિન્નતા હોય છે, તેમ જ મનુષ્યોમાં પણ ભિન્નતા હોય છે. (૧૬) નોકર ચાર પ્રકારના હોય છે – ૧. દૈનિક–વેતન લેનાર ૨. યાત્રામાં સાથે ચાલનાર ૩. ઠેકો લઈ કાર્ય કરનાર ૪. નિયત મજબ વેતન લેનાર. (૧૭) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ઇન્દ્રોની ચાર–ચાર અગ્રમહિષીઓ છે. (૧૮) ચાર ગોરસ વિગય છે– દૂધ, દહીં, ઘી, માખણ. ચાર સ્નેહ વિગય છે– ઘી, તેલ, વસા(વનસ્પતિ ઘી), માખણ. ચાર મહા વિગય – મધ, માખણ, દારૂ, માંસ. (નોંધઃ પુરાતન કાળમાં મધના ઉપયોગથી સૂરા કે મધિરા બનતી, મધપાન શબ્દ તેથી પર્યાય વાચી છે.) બીજો ઉદ્દેશક (૧) દીન પુરુષની અપેક્ષાએ ૧૭ ચૌભંગી કહેલ છે. જેમાં દસ પૂર્વવત્ અને ૧૧. જાતિ, ૧૨. વૃત્તિ, ૧૩. ભાષી, ૧૪. અવભાષી, ૧૫. સેવી, ૧૬. પર્યાય, ૧૭ પરિવાર, આ સત્તર થઈ. તેમજ આર્ય-અનાર્યની પણ ૧૭ ચૌભંગીઓ છે. અઢારમી ચૌભંગી આર્યભાવની સાથે છે. (૨) જાતિ, કુલ, બળ, રૂપ સંપન્ન બળદની ઉપમાથી ચૌભંગી છે. ગુણોની ઉત્કૃષ્ટતા, મંદતા, ભીરુ અને મિશ્ર ગુણવાળા હાથીની ઉપમાથી ચાર ચૌભંગી છે અને ચારે પ્રકારના હાથીઓના લક્ષણ પણ ગાથા દ્વારા બતાવેલ છે. (૩) વિકથાઃ ૧. સ્ત્રીની જાતિ, કુળ, રૂપ તેમજ વેષ ભૂષાની ચર્ચા વાર્તા કરવી. ૨. ખાદ્ય પદાર્થો પાકી ગયેલ છે કે નહીં, તેની. અવસ્થાની ચર્ચા, પકાવવાની વિધિ, સાધન અને ખર્ચ, વગેરેની ચર્ચા ૩. દેશોના વિધિ-વિધાન, ગઢ, કોટ, સીમા, પરિધિ વિવાહના રીત-રિવાજ, વેશ–ભૂષાની ચર્ચા–વાર્તા અથવા તેના બલાબલ, જય-પરાજય, રમ્યક–અરણ્યકની ચર્ચા–વાર્તા કરવી. ૪. રાજાના શરીર, વૈભવ, ભંડાર, સેના તેમજ વાહન આદિની ચર્ચા કરવી. (૪) ધર્મ-કથાઃ ૧. સાધુ-શ્રાવકના આચારમાં આકર્ષિત કરનાર, સંદેહ દૂર કરનાર વિવિધ દ્રષ્ટિકોણથી સમજાવે તેવી કથા કરવી. ૨. પરમત(પરધર્મ)ના મિથ્યા તત્ત્વોને સમજાવતાં–સમજાવતાં સ્વમતના સમ્યક તત્ત્વોની પુષ્ટિ કરવી. ૩. સંસારની અસારતા, શરીરની અપવિત્રતાનું સ્વરૂપ સમજાવવું.૪.કર્મ સ્વરૂપ તેમજ કર્મફળ સમજાવવું. (આખેવણી, વિખેવણી, સંવેગણી, નીરવેગણી,પ્રજ્ઞાપની આદિ) (૫) શરીરની અને ભાવોની નબળાઈ તથા દ્રઢતાથી ચૌભંગી કહીને તેમાં જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ચૌભંગી કહેલ છે. (૬) ચાર કારણથી અતિશય જ્ઞાન (વિશિષ્ટ શ્રુતજ્ઞાન) તેમજ અવધિજ્ઞાન વગેરે ઉત્પન્ન થાય છે. ૧. ઉપરોક્ત ચારેય વિકથાઓ નહીં કરવાથી ૨. વિવેક તેમજ વ્યુત્સર્ગમાં સમ્યક વૃદ્ધિ કરવાથી. ૩. સુતાં–ઉઠતાં ધર્મ જાગરણ(આત્મ-ચિંતન) કરવાથી ૪. આહાર-પાણીની શુદ્ધ ગવેષણા કરવાથી. તેનાથી વિપરીત આચરણ કરવાથી અતિશય જ્ઞાન થતું નથી. (૭) ચાર પ્રતિપદાના દિવસે અર્થાત્ કારતક, માગસર, વૈશાખ અને શ્રાવણ વદી એકમના દિવસે ૨૪ કલાક સ્વાધ્યાય કરવો નહીં. તની પરંપરાએ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ વદ એકમ). ચાર સંધ્યાઓમાં એક–એક મુહૂર્ત સ્વાધ્યાય ન કરવો. ચાર પ્રહરમાં સ્વાધ્યાય કરાય. પ્રથમ અને અંતિમ પ્રહર, દિવસમાં તેમજ રાત્રિમાં. (૮) ઘણા મનુષ્ય કેવળ પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને ઘણા ઉપદેશ આદિ દ્વારા અન્યનું પણ કલ્યાણ કરે છે. એ પ્રકારે ખેદ, દમન અને સમર્થની અપેક્ષાએ ચૌભંગી છે. (૯) સરળતા પણ દેખાવની અને વાસ્તવિકતાની એમ બંને હોય છે. (૧૦) શંખના આવર્તનની ચૌભંગીથી મનુષ્ય સ્વભાવને ઉપમા દેવામાં આવી છે. (૧૧) તમસ્કાયના ૧૨ નામ છે. તે ચાર દેવલોકને આવરી લે છે. (૧૨) લવણ સમુદ્રમાં ૪૨000 યોજન જતાં ચારેય દિશાઓમાં વેલંધર નાગકુમારોના આવાસ પર્વત છે અને વિદિશાઓમાં અણુવેલંધર નાગકુમારોના આવાસ પર્વત છે. (૧૩) નંદીશ્વર દ્વીપમાં અંજન પર્વત આદિ છે. તેનું અહીં વિસ્તૃત વર્ણન છે. (૧૪) ગોશાલક મતમાં પણ ચાર પ્રકારના તપ છે– ૧. ઉપવાસ - છઠ્ઠ વિ. ૨. સૂર્ય આતાપના સાથે તપસ્યા ૩. નિવ–આયંબિલ ૪. રસેન્દ્રિય પ્રતિસંલીનતા – મનોજ્ઞ કે અમનોજ્ઞ રસોમાં રાગ-દ્વેષ રહિત થઈને રહેવું. (૧૫) સંયમ, ત્યાગ અને અકિંચનતા ચાર પ્રકારના છે – મન-વચન-કાયા અને ઉપકરણ. અહિંસા સંયમમાં સમિતિ, ત્યાગથી ગુપ્તિ અને અકિંચનતાથી વ્યુત્સર્જનની સૂચના છે. ત્રીજો ઉદ્દેશક (૧) ચાર પ્રકારનો ક્રોધ– ૧. પત્થરની લકીર ૨. ભૂમિની તિરાડ ૩. રેતીમાં પડેલ લીટી સમાન ૪. પાણીમાં ખેંચાતી લીટી સમાન. ચાર પ્રકારનું માન- ૧. વજ સ્તંભ સમાન ૨. હાડકાંના સમાન ૩. કાષ્ટ(લાકડા)ના સમાન ૪, નેતરના સમાન. ચાર પ્રકારની માયા- ૧. વાંસની ગાંઠ સમાન ૨. ઘેટાના શીંગડા સમાન ૩. બળદના મૂત્ર સમાન ૪. વાંસની છાલ સમાન. ચાર પ્રકારના લોભ– ૧. કિરમચી રંગ ૨. કાદવના રંગ સમાન ૩. ગાડાના ખંજન સમાન ૪. હળદરના રંગ સમાન. આ ચારેય પ્રકાર ક્રમ અનુસાર અનંતાનુબંધી ક્રોધ વગેરેના છે અને તેમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો ક્રમાનુસાર નરક, તિર્યચ, મનુષ્ય તેમજ દેવગતિમાં જાય છે. (૨) જીવોના ભાવ ચાર પ્રકારના હોય છે– ૧. કીચડવાળા જળ સમાન અત્યંત મલીન ૨. અન્ય કચરા માટી યુક્ત જળ સમાન ૩. બાલુ – રેતીના જળ સમાન ૪. પર્વતીય જળ સમાન અત્યંત નિર્મળ. આ ચારેય ભાવવાળા જીવો ક્રમશઃ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં જાય છે. (૩) સ્વર અને રૂપથી સંપનની ચૌભંગીથી એમ સમજવું કે મયુર સમાન બંને ગુણથી સંપન્ન મનુષ્ય શ્રેષ્ઠ છે, બાકી મનુષ્ય કાગડા, કોયલ અને સામાન્ય પોપટ સમાન છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy