SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 203 jainology આગમસાર ત્રીજો ઉદ્દેશક (૧) જીવ પોતાના દોષોની આલોચના ત્રણ કારણે નથી કરતો. યથા– ૧. યશ-કીર્તિ ઓછા થવાના ભયથી. ૨. અપયશ-અકીતિ થવાના ભયથી. ૩. દોષ–સેવનનો ત્યાગ ન કરવો હોય. આ લોક અને પરલોક બંને સુંદર થશે, જ્ઞાન-દર્શન–ચારિત્રની શુદ્ધ આરાધના થશે, આત્મ-સમાધિની પ્રાપ્તિ થશે આ ત્રણ પ્રકારે વિચારી, સરળ આત્મા પોતાના દોષોની આલોચના, પ્રતિક્રમણ, આત્મનિંદા, ગહ કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે. થ) ધારણ કરે છે. ઘણા અર્થને ધારણ કરે છે અને ઘણા સાધક મુળ તેમજ અર્થ બંનેને ધારણ કરે છે. સૂત્રોને ધારણ કરનારને ગીતી અને અર્થને ધારણ કરનારને અર્થી કહેવાય છે તથા સૂત્રાર્થ ઉભય (બંને)ને ધારણ કરનારને ગીતાર્થ કે બહુશ્રુત કહેવાય છે. (૩) લાકડાનું, તુંબડાનું અને માટીનું તેમ ત્રણ પ્રકારના પાત્ર સાધુ રાખી શકે છે. (૪) સાધુ ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરે છે– ૧. લજ્જા નિવારણ ૨. ધૃણા નિવારણ ૩. સહનશીલતાના અભાવના કારણે. (૫) ત્રણ આત્મ રક્ષક છે– ૧. સાથીઓની સારણા, વારણા કરી ગુણ ધારણ કરાવનાર ૨. અવસર ન હોય તો ઉપેક્ષા કે મૌન ભાવથી રહેનાર ૩. પ્રતિકૂળતા લાગે તો ત્યાંથી પોતાની જાતને અલગ કરી લેનાર. (૬) કોઈને મોટા દોષનું સેવન કરતાં સ્વયં જોઈ લે અથવા તો પોતાની વિશ્વાસુ વ્યક્તિ જોઈ લે અને આ દોષોની તે શુદ્ધિ ન કરે તો તેની સાથે આહારનો સંબંધ બંધ કરી શકાય છે. જૂઠનું ત્રણ વાર પ્રાયશ્ચિત લઈને ચોથી વાર જૂઠું બોલે તો તે પણ સંબંધ રાખવા યોગ્ય નથી. (૭) ત્રણ આવશ્યક તેમજ મુખ્ય પદવી છે– ૧. આચાર્ય ૨. ઉપાધ્યાય ૩. ગણી (સંઘાડા પ્રમુખ) તાત્પર્ય એ છે કે વિશાળ ગચ્છને આ ત્રણ પદવીધારી સિવાય રહેવું કલ્પતું નથી. (૮) ત્રણ કારણોથી અલ્પ વૃષ્ટિ થાય છે– ૧. પાણીના જીવો અને પુદ્ગલોનો ચય, ઉપચય ઓછો થવાથી ૨. દેવતાઓ વાદળાઓને અન્ય જગ્યાએ સંહરણ કરે. ૩. વાદળોને હવા વિખેરી દે. તેનાથી વિપરીત પ્રકૃતિ થવાથી વરસાદ વધુ થાય છે, અથવા દેવો અન્યત્રથી વાદળ લાવી અધિક વર્ષા કરી શકે છે. (૯) ત્રણ કારણોસર દેવ મનુષ્ય લોકમાં આવે છે– ૧. પોતાના ગુરુ વગેરેની ભક્તિ કરવા ૨. જ્ઞાની, તપસ્વી તેમજ દુષ્કર સાધના કરનારની સેવા કે વંદન કરવા. ૩. પોતાના માતા-પિતા વગેરે પ્રિયજનોને પોતાની ઋદ્ધિ બતાવવા. - ત્રણ કારણોસર દેવો આવી શકતા નથી. ૧. દેવલોકના સુખોમાં લીન થઈ જવાથી ૨. કોઈ પ્રયોજન કે રુચિ ન હોવાના કારણે ૩. “થોડીવાર પછી જઈશ” એવું વિચારતાં-વિચારતાં સેંકડો વર્ષ વ્યતીત થઈ જવાથી. (૧૦) ઘણા દેવો મનુષ્યભવ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમકુળ પ્રાપ્તિની ઇચ્છા કરે છે. (૧૧) દેવોનો પશ્ચાત્તાપ– ૧. અહો! મનુષ્ય ભવમાં મારી પાસે સુંદર સ્વસ્થ શરીર અને અનુકૂળ સંયોગો હોવા છતાં શ્રુતનું વિશાળ અધ્યયન ન ક્યું. ૨. દીર્ઘ સંયમ પર્યાયનું પાલન ન ક્યું. ૩. સંયમનું શુદ્ધ રીતે આરાધન ન ક્યું. (૧૨) દેવો પોતાના મરણનો સમય ત્રણ રીતે જાણી જાય છે– ૧. વિમાન તેમજ આભૂષણોને નિસ્તેજ દેખવાથી ૨. કલ્પવૃક્ષ પ્લાન (જાંબુ) દેખવાથી ૩. શરીરની ક્રાંતિ (તેજ) જૂન દેખવાથી. (૧૩) ત્રણ વાતોનું દેવો દુઃખ અનુભવે છે– ૧. દૈવી સુખ છોડવાના ખ્યાલ માત્રથી ૨. મનુષ્ય જન્મના શુક્ર-શોણિતમય આહારોનાં ખ્યાલથી ૩. ગર્ભવાસના ખ્યાલથી. (૧૪) દેવોના વિમાન ત્રણ પ્રકારના હોય છે– ૧. સ્થાયી રહેનાર ૨. મનુષ્ય લોકમાં આવવાના ઉપયોગમાં આવનાર ૩. વૈક્રિયથી બનાવેલ વિમાન. (૧૫) ઉપવાસ, છઠ, અઠ્ઠમમાં ધોવણ પાણી પીવું સાધુઓને કહ્યું છે – ૧. ચોખાનું ઓસામણ ૨. છાશની પરાશ ૩. રાખ, લવિંગ વગેરેથી અચિત થયેલું પાણી. (૧૬) એક વસ્ત્ર કે એક પાત્ર રાખવું એ 'ઉણોદરી' છે. |કલ્પનીય આગમ સંમત ઉપકરણ જ રાખવા અને અકલ્પનીય ન રાખવા તે પણ ઉપકરણ ઉણોદરી છે.] (૧૭) વિલાપ કરવો, બડબડાટ કરવો તેમજ આર્ત-રૌદ્રધ્યાન કરવું તે સાધુ માટે યોગ્ય નથી. (૧૮) ચૌવિહાર ત્યાગ યુક્ત તપસ્યાઓ કરવાથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે અર્થાત્ તપસ્યામાં પાણીનો ત્યાગ કરવો એ મહત્ત્વશીલ આચાર છે. (૧૯) સામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિ તે રાજનીતિ છે. (૨૦) ત્રણ પ્રકારના વિશિષ્ટ અવિનય કહેવાય છે– ૧. સ્થાન છોડી ચાલ્યા જવું. ૨. પૂર્ણ સંબંધ છોડી દેવો. ૩. રાગ-દ્વેષ ફેલાવવો. (૨૧) શ્રમણ નિગ્રંથોની સેવામાં શાંતિથી બેસવાથી અર્થાત્ પર્યપાસના કરવાથી ધર્મ શ્રવણનો લાભ મળે છે, જેનાથી જ્ઞાન, શ્રદ્ધા, વ્રત, પચ્ચકખાણ વિગેરેની પ્રાપ્તિ થાય છે, તેમજ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં તપ-સંયમની આરાધનાથી મોક્ષનો લાભ મળે છે. તેથી સાંસારિક કાર્યોમાંથી થોડો સમય બચાવીને અવશ્ય ધર્મ લાભ પ્રાપ્ત કરવો જોઇએ. ચોથો ઉદ્દેશક (૧) ઉદ્ગમ, ઉત્પાદનો અને એષણાના દોષ તે ત્રણેય દોષ સંયમને દૂષિત કરે છે. (૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર (કોઈ કાર્ય માટે વિચારવું, તે માટેનાં સાધનો ભેગા કરવા, પગલું ભરવું અને આગળ વધવું)ની આલોચના, પ્રતિક્રમણ, નિંદા ગહરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. અનાચારની આલોચના સાથે તપ વગેરે ગ્રહણ રૂપ વિશેષ પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. (૩) ત્રણ કારણોથી (અલ્પ) સામાન્ય ભૂમિકંપ થાય છે– ૧. પૃથ્વીમાં રહેલા કોઈ પુગલોનો ક્ષય (નષ્ટ) થવાથી. ૨. પૃથ્વીની અંદર રહેનાર વિશાળકાય 'મહોરગ'ના વિશેષ રીતના હલનચલન વગેરે ક્રિયા કરવાથી. ૩. વ્યંતર તેમજ નવનિકાય વગેરે દેવોનો પૃથ્વી પર સંગ્રામ થવાથી. ત્રણ કારણોથી સંપૂર્ણ પૃથ્વીનું કંપન થાય છે – ૧. પૃથ્વીને આધારભૂત ઘનવાત વગેરે સુભિત થવાથી ૨. કોઈ મહા ઋદ્ધિવાન દેવ પોતાની ઋદ્ધિ સામર્થ્ય દેખાડવા સંપૂર્ણ પૃથ્વીનું કંપન કરે. ૩. વૈમાનિક દેવો અને અસુરોમાં પૃથ્વી પર સંગ્રામ થવાથી.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy