SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 190 આગમસાર–પૂર્વાર્ધ આહાર કરવો. (૩૭) આહાર વાપરવાની વિધિ-આહારની નિંદા,પ્રશંસા ન કરવી, સ્વાદ માટે પદાર્થોનો સંયોગ ન કરવો. જે કારણથી જેટલો આહાર જરૂરી હોય તેટલો જ લેવો. પરંતુ પોતાના ખોરાકથી કંઈક ઓછું અવશ્ય ખાવું. (૩૮) અતિ ધીમે અથવા અતિ જલ્દી ન ખાવું. પહોળા પાત્રમાં અને નીચે ન ઢોળતા થકા, મોઢેથી ચટચટ કે સુડ–સુડ આદિ કોઈ પ્રકારનો અવાજ ન આવે તે પ્રકારે ખાવું કે પીવું. (૩૯) જેવા પણ સંયમ યોગ્ય, સ્વાથ્ય યોગ્ય આહારાદિ મળે તો તેને ઘી-સાકર સમાન માનીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક વાપરવું. (૪૦) અતિ અલ્પ આહાર મળે તો પણ ખેદ ન કરવો, તપ સમજી સંતોષ રાખવો. (૪૧) નિઃસ્વાર્થ ભાવથી (અર્થાત્ પ્રત્યુપકારની કોઈ આશા ન રાખતા થકા) દેવાવાળા દાતા અને નિઃસ્પૃહ ભાવથી(અર્થાત્ આશીર્વચન આદિ ન બોલતા થકા અને રાગભાવ કે કોઈ પ્રત્યુપકાર ન કરતા થકા) લેનાર મુનિને 'મહાદાઈ' અને 'મુહજીવી' કહેવામાં આવે છે અને બંને સદ્ગતિને પ્રાપ્ત કરે છે. બીજો ઉદ્દેશક (૧) જરૂરિયાત મુજબ ભિક્ષુ આહાર ર્યા પહેલાં કે પછી પણ પુનઃ ગોચરીએ જઈ શકે છે. ધ્યાન એ જ રાખવાનું કે તે વસ્તી-એરિયામાં ભિક્ષા મળવાનો અનુકૂળ સમય હોવો જોઇએ. (૨) માર્ગમાં પશુ કે પક્ષી, દાણા(આહાર–પાણી) લઈ રહ્યા હોય તો તેમને કોઈ પણ પ્રકારે અંતરાય ન પડે તેનો વિવેક રાખવો. (૩) ગોચરી ગયેલ ભિક્ષુ ગૃહસ્થના ઘેર વાત કરવા માટે ન ઉભો રહે કે ન બેસે. (૪) બારી-દરવાજા કે તેના કોઈ પણ વિભાગનું અવલંબન ન લે. (૫) કોઈ યાચક દ્વાર પર ઉભેલ હોય તો તેના ઘેર ભિક્ષા લેવા ન જવું અને તેની સામે ઉભા રહેવું ન જોઈએ. (૬) જલજ ખાદ્ય વનસ્પતિ કે ઈસુખંડ આદિ અચેત, તેમજ શસ્ત્ર પરિણત ન હોય તો ન લેવા. મગફળી વારંવાર સારી રીતે શેકેલ ન હોય તો ન લેવી. તેની જેમ જ અન્ય પણ શેકવામાં આવે તેવા પદાર્થોના વિષયમાં સમજી લેવું જોઈએ. (૭) બીજ, ફળ તેમજ અન્ય વનસ્પતિઓ તથા તે બધાના ચૂર્ણ જો અચેત ન હોય તથા અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત ન હોય, તો ન લેવા. (૮) ભિક્ષ સામાન્ય ઘરને છોડી શ્રીમંત ઘરોમાં ગોચરી જવાનો આગ્રહ ન રાખે.(૯) ખાદ્ય-પદાથે અથવા અન્ય વસ્ત્ર, શધ્યા-સંસ્મારક વગેરે હોવા છતાં અને સામે દેખાવા છતાં દાતા ન દે તો બિલકુલ ખિન્ન ન થવું. (૧૦) અધિક સન્માન દેવાવાળા હોય તો પણ ભિક્ષુ તેના પાસે કોઈ વિશિષ્ટ વસ્તુ ન માગે અર્થાત્ સામાન્યરૂપથી ખાવા અને દેવા યોગ્ય પદાર્થ રોટલી, શાક, પાણી, છાસ આદિની યાચના ભિક્ષુ કરી શકે છે. (૧૧) જે પણ ભિક્ષા મળે તેમાં લોભ ન કરતા આવશ્યકતા અનુસાર જ લે. સાથે જ દાતા અને બાજુમાં ઉભેલી વ્યક્તિના ભાવોનો. વિવેક રાખીને લે. તેમજ ગુરુ આદિથી કોઈ વસ્તુ છુપાવીને ન ખાય. પ્રાપ્ત આહારને સરળભાવ તેમજ સરળ વ્યવહારથી સંયમ યાત્રાના નિર્વાહ માટે, આસક્તિ ભાવથી રહિત બનીને ખાય. (૧૨) કપટ કરનાર, રસમાં આસક્ત અથવા ગુપ્ત રીતથી મદિરા આદિનું સેવન કરનાર ક્યારેય પણ આરાધક થતાં નથી તેમજ તે નિંદાને પાત્ર બને છે. (૧૩) બુદ્ધિમાન મુનિ પૌષ્ટિક પદાર્થોનું તેમજ મધ ,પ્રમાદનો ત્યાગ કરતાં ઉત્કૃષ્ટ તપ-આચરણથી સંયમની આરાધના કરે છે અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. (૧૪) જે તપ, વ્રત, રૂપ તેમજ આચારના ચોર હોય છે અર્થાત્ જે આ વિષયોમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણ કરે છે અથવા શક્તિ હોવા છતાં પણ વ્રત–નિયમોનું ઔત્સર્ગિક ઉત્કૃષ્ટ આચરણ કરતા નથી, તપમાં આગળ વધવાની રુચિ રાખતા નથી, વસ્ત્ર–પાત્ર આદિમાં ઊણોદરી કરતાં થકા, અલ્પવસ્ત્રી, અલ્પપાત્રી થવા પ્રયત્ન કરતા નથી, પરંતુ છતી શક્તિએ આરામથી રહેવાનું લક્ષ્ય રાખે છે, તેને અહિંયા 'આચરણનાં ચોર' કહેવામાં આવેલ છે. (૧૫) આવો સાધક, કિલ્વિષિક દેવ, તિર્યંચ, નરક ગતિમાં ભ્રમણ કરે છે. બોધિ દૂર્લભ બને છે. તેથી સરળતાપૂર્વક, શક્તિ અનુસાર તપ સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ તેમજ એષણાના વિવિધ નિયમો-ઉપનિયમોને, ઔદેશિક આદિ દોષોને ગુરુ આદિ પાસે સારી રીતે સમજીને એષણા સમિતિનું વિશુદ્ધરૂપે પાલન કરતા રહેવું જોઇએ. છઠ્ઠો અધ્યયન-મહા આચાર આ અધ્યયનમાં સાધ્વાચારના વિષયોને અઢાર સ્થાન દ્વારા વિશ્લેષણ કરી સમજાવવામાં આવેલ છે અને સાથે એ પણ કહેવામાં આવેલ છે કે આ અઢાર સ્થાનનું આબાલ-વૃદ્ધ, રોગી-નિરોગી બધા જ સાધુ-સાધ્વીજીઓએ અખંડરૂપથી પાલન કરવું જરૂરી છે. તેમાંથી કોઈપણ સ્થાનની વિરાધના(નિયમોનું ખંડન) કરનાર ભિક્ષુ સાધુપણાથી ભ્રષ્ટ થઈ જાય છે. (૧) બધા જ ત્રસ અને સ્થાવર જીવ જીવવા ઇચ્છે છે, પ્રાણીવધ ઘોર પાપ છે. તેથી મુનિ તેનો સર્વથા(કરવું, કરાવવું, અનુમોદન કરવું–મન, વચન, કાયાથી) ત્યાગ કરે છે. (૨) જૂઠું બોલવું પર પીડાકારી છે, તેમજ અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. તે બધા ધર્મોમાં ત્યાજ્ય ગણેલ છે. તેથી મુનિ પોતાના માટે કે બીજા માટે ક્રોધાદિ કષાય વશ અથવા હાસ્ય કે ભયથી પણ જૂઠું બોલવાનો સર્વથા ત્યાગ કરે છે. (૩) દીધા વિના કે આજ્ઞા વિના મુનિ તૃણ માત્ર પણ ગ્રહણ કરતા નથી. (૪) મૈથુન સંસર્ગઃ મહાન દોષોને તેમજ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે, વળી તે અધર્મનું મૂળ છે તથા પરિણામમાં દુઃખદાયક છે. તેથી મુનિ અબ્રહ્મચર્યનો સર્વથા ત્યાગ કરે છે. (૫) મુનિ સંયમના આવશ્યક ઉપકરણો રાખવા સિવાય કોઈપણ પદાર્થોનો સંગ્રહ કરતા નથી. આવશ્યક ઉપકરણોમાં પણ મમત્વભાવ રાખતા નથી, કેવળ સંયમ જીવનના નિર્વાહ માટે તેમજ દેહ સંરક્ષણ માટે તે ઉપકરણોને ધારણ કરે છે. મુનિને પોતાના
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy