SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ jainology | આજે પણ સેંકડો સાધુ અને કેટલાય આચાર્યો ‘ઉઘાડા મ્હોંએ ન બોલવું’ એ વાત સ્વીકારે છે અને તેનું પાલન નથી થઈ શકતું તેમ સ્વીકારે પણ છે. વિષય છે ખુલ્લા મોઢે ન બોલવાનો, જેને પ્રાચીન મંદિર માર્ગી આચાર્યોએ અનેક ગ્રંથોમાં સ્વીકારેલ છે અને આજે પણ પ્રત્યક્ષ સેંકડો સાધુ સ્વીકારે છે. (૪) મુખવસ્ત્રિકા બાંધવાથી સંમૂર્ચ્છિમ જીવોની હિંસાનું કથન પણ અસંગત છે. કેમ કે મુહપત્તિ બાંધવાથી આગમ સિદ્ધાંતનું પાલન પણ થાય છે અને સંમૂર્ચ્છિમ જીવ પણ ઉત્પન્ન થતા નથી; કેમ કે તે મુહપત્તિ હંમેશાં મોઢા પર બાંધેલી જ રહે છે. શરીરની ઉષ્માથી જો ચાદર—ચોલપટ્ટામાં પણ સંમૂર્ચ્છિમ જીવ ઉત્પન્ન ન થાય તો, તેજ પ્રમાણે શરીરની ઉષ્માને કારણે મુહપત્તિમાં પણ સંમૂર્છિમ જીવ ઉત્પન્ન ન થાય તેમ માનવું આવશ્યક છે. પરંતુ મુહપત્તિ દિવસ ભર હાથમાં રાખવામાં સંમૂર્ચ્છિમ જીવો ઉત્પન્ન થવાનો ભય પણ નિરર્થક જ રહ્યો અને ઉઘાડા મુખે બોલ્યા કરવામાં જિનાજ્ઞાનો ભંગ થયો. વારંવાર હાથને ઊંચા–નીચા કરવામાં હાથ હલાવવાની વ્યર્થ અજતના વધી અને ઉઘાડા મોઢે ન બોલવાની જતના પણ પૂરી ન થઈ ! 185 (૪) દેવસૂરીજી પોતાના સમાચારી પ્રકરણ ગ્રંથમાં લખે છે કે– (૫) આનું મુખવસ્ત્રિકા કે મુહપત્તિ એ નામ જ સ્પષ્ટ રૂપે જણાવે છે કે તે મુખ પર રાખવાનું વસ્ત્ર છે. (૬) વાસ્તવમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવી કે મોઢા પર બાંધવી એવો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ આગમમાં નથી, તેમ છતાં આ લિંગના ઉપકરણના ઉપયોગની પ્રાચીન પદ્ધતિ મોઢા પર બાંધવાની હતી એ પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ છે અને શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામથી પણ સિદ્ધ છે. શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામની સિદ્ધ થયેલ બાબતો ઉપર કહેવાઈ ગઈ છે. હવે પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ થયેલ વાત આ પ્રકારે છે– (૧) આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની ૨૨ હજાર શ્લોક પ્રમાણ ટીકા છે, તેમાં લખ્યું છે કે લિંગ વાસ્તે મૃત સાધુના મુખ પર નવી મુહપત્તિ બાંધવી. પાઠક વિચારે કે મરેલ સાધુ તો બોલી શકવાના નથી, ન તો મોઢું ખોલી શકવાના કે ન તો શ્વાસ લઈ શકવાના, તો પણ મુખવસ્તિકા બાંધવાનું ધુરંધર આચાર્ય હરિભદ્રસૂરિએ લખ્યું છે. (૨) યોગ શાસ્ત્ર પૃ. ૨૬૦માં લખ્યું છે કે મુખની ઉષ્ણ હવાથી વાઉકાયના જીવોની વિરાધના થાય છે માટે તેની રક્ષા કરવાના હેતુથી મુહપત્તિ છે. આવું મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના રચેલ ગ્રંથમાં જણાવ્યું છે. (૩) એશિયાટીક સોસાયટી કલકત્તાના પ્રમુખ મિસ્ટર હર્નલ સાહેબ ઉપાસકદશા સૂત્રની અંગ્રેજી ટીકા કરતા, ગૌતમસ્વામીની મુખવસ્તિકાના વર્ણન ઉપર એમ લખે છે કે—એક નાનો કપડાનો ટુકડો મોઢા પર ટીંગાડાતો હતો જેથી કોઈ સચેત જીવ મોંમા પ્રવેશી ન શકે, તેની રક્ષાને માટે. આગમસાર (મુખવસ્ત્રિકા પ્રતિલેખ્ય મુખે બવ્વા પ્રતિલેખયંતિ રજોહરણં .) અર્થ– મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરીને તે ફરી મુખ પર બાંધીને પછી રજોહરણની પ્રતિલેખના કરે. (૫) વિજયસેનસૂરિ પોતાની ‘હિત શિક્ષા’ પૃ.૩૮માં લખે છે કે– મુહપત્તિ મોઢા પર બાંધવી જોઇએ, બાકી તો બધા વિવિધ દૂષિત પ્રકારો છે, જેમાં કોઈ પુણ્ય અર્થાત્ ધર્મ નથી. (૬) આચાર્ય શ્રી લબ્ધિવિજયજી ‘હરીબલ મચ્છી કે રાસ' પૃ. ૭૩ માં લખે છે કે– સાધુ જન મુખ મુહપત્તિ, બાંધી કહે જિન ધર્મ. અહીં પણ મોઢા પર મુહપત્તિ બાંધીને જિન ધર્મ—જિનોપદેશ કરવાનું કથન છે. (૭) ‘સાધુવિધિ પ્રકાશ’માં કહ્યું છે—સાધુ પ્રતિલેખના કરતી સમયે મુહપત્તિ બાંધી લે. (૮) પ્રભસૂરિષ્કૃત ‘યતિદિનચર્યા સટીક’માં કહ્યું છે કે સાધુ શૌચાદિ જાય ત્યારે પણ મુહપત્તિ બાંધી લે. (૯) હેમચંદ્રાચાર્ય કૃત ‘યોગ શાસ્ત્ર’ની વૃતિમાં કહ્યું છે કે ભણતી વખતે અને પ્રશ્ન વગેરે પૂછતી વખતે મુહપત્તિ બાંધીને પ્રશ્ન પૂછે અથવા ભણાવે. (૧૦) ‘શતપદી’ ગ્રંથમાં કહ્યું છે કે ઉપદેશ દેતી વખતે પણ સાધુઓએ મુહપત્તિ બાંધવી. (૧૧) ‘આચાર દિનકર' ગ્રંથમાં લખેલું છે કે મકાનનું પ્રમાર્જન કરતી વખતે અને વાંચન આદિ કાર્યોમાં પણ મોં પર મુહપત્તિ બાંધે. (૧૨) બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે ગણધર મહારાજ પણ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ બાંધતા હતા. (૧૩) નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે સાધુએ મુહપત્તિ બાંધી લેવી જોઇએ. (૧૪) પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ બાંધવાનું તો કેટલાય આચાર્યોએ પ્રતિક્રમણના વિવિધ ગ્રંથોના પ્રારંભમાં જ લખ્યું છે. (૧૫) ‘પ્રવચન સારોદ્વાર' ગ્રંથમાં લખ્યું છે કે મુહપત્તિ સંપાતિમ જીવોની રક્ષાને માટે છે. (સંપાતિમ જીવોની રક્ષા મુખ પર બાંધવાથી જ થાય.) (૧૬) બુદ્ધિ વિજયજીએ પોતાના વૃદ્ધ સંતોને પ્રશ્ન ર્યો કે ઘડીએ ઘડીએ આમ મુખ પર મુહપત્તિ કેમ બાંધો છો ? ત્યારે વૃદ્ધ સંતોએ જવાબ આપ્યો કે શાસ્ત્રોમાં મુહપત્તિ બાંધવાનું કહ્યું છે અને પરંપરાથી બાંધતા આવ્યા છીએ, એમ આપણે પણ આમ વારંવાર બાંધી લઈએ છીએ. (૧૭) શિવપુરાણ અધ્યાય ૨૧માં જૈન સાધુનો પરિચય આ પ્રમાણે આપ્યો છે– હસ્તે પાત્રં દધાનાશ્ય, તુણ્ડ(મુખે) વસ્ત્રસ્ય ધારકા . મલિનાન્યેવ વાસાંસિ, ધારયંતિ અલ્પ ભાષિણઃ । અહીં મુખ પર વસ્ત્ર ધારણ કરવાવાળા અર્થાત્ બાંધવાવાળાને જૈન સાધુ કહેલ છે. અર્થાત્ શિવપુરાણ રચનારાને પોતાના સમયમાં આવા મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓ દષ્ટિગોચર થયા હશે. (૧૮) પિંડનિર્યુકતિ ગાથા ૨૮ માં મુખવસ્તિકાને તથા રજોહરણને એવા ઉપકરણ તરીકે વર્ણવ્યા છે કે જેમને જરા વાર પણ વિરામ અપાતો નથી, સાધુને વધારે સમય મૌન ધારણ કરવાની સલાહ આપનાર આગમોનો આમ કહેવા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે તે હંમેશા મુખ પર હોવી જોઇએ . ધોવણ પાણીની પ્રાપ્તી માટે ક્ષેત્ર અને કાળ પ્રતિકુળ લાગતા હોય કદાચ પણ તેથી પણ સુક્ષ્મ
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy