SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ jainology | : (૬) વિકથા :– દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, આહાર કથા કરવી, અથવા એ વિકથાયુક્ત પત્રિકા, સમાચાર પત્ર આદિ વાંચવા. (૭) હાસ્ય :– હાંસી મજાક કરવી, અન્યને હસાવવા. = (૮) અશુદ્ધિ :− સામાયિકના પાઠને અશુદ્ધ બોલવા,અથવા સામાયિકમાં અકલ્પનીય ભાષા બોલવી જેમ કે અવ્રતીને આવો, પધારો, જાઓ, આદિ આદર, આદેશ સૂચક શબ્દ બોલવા અથવા સાવધ વચન બોલવા. (૯) નિરપેક્ષ – મારે સામાયિક છે, એની સાવધાની રાખ્યા વિના બોલવું. = (૧૦) મુણમુણ :– સ્પષ્ટ ઉચ્ચારણ ન કરવા, ભમરાની જેમ ગણગણાટ કરીને બોલવા . બીજાને ખલેલ પહોંચાડવી . (મનોવર્ગણા ચાર ફરસી, બોલાતી ભાષા ચાર ફરસી અને શબ્દનાં પુદગલ આઠ ફરસી હોય છે. ફરસ એટલે સ્પર્શ .) મનોવર્ગણા કરતાં શબ્દ પુદગલ બાદર છે. શબ્દ પુદગલોની ચૂર્ણિ(ભુક્કો,ઘોંઘાટ) ફેલાવી બીજાની મનોવર્ગણા(મનનાભાવ,વિચાર) માં વિક્ષેપ કરવો કે તોડવી. કાયાના ૧૨ દોષ : (૧) કુઆસન :– પગ પર પગ રાખીને અથવા પગ ફેલાવીને બેસવું, અર્થાત્ અભિમાન અથવા અવિવેકપૂર્ણ આસનથી બેસવું. (૨) ચલાસન :– આસન સ્થિર ન રાખવું, ખાસ કારણ વિના અહીં તહીં ફરતાં રહેવું. (૩) ચલદષ્ટિ :– જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર ન થતાં અહીં—તહીં જોતાં રહેવું. (૪) સાવધ ક્રિયા :– સ્વાધ્યાય, ધર્મધ્યાન, આદિ ધાર્મિક કાર્ય સિવાય અન્ય ગૃહ કાર્ય અથવા સમાજ કાર્ય કરવું. (૫) આલંબન :– ઓઠીંગણ લઈને બેસવું અથવા ઊભા રહેવું. 183 (૬) આકુંચન પ્રસારણ :– વારંવાર હાથપગ આદિને અકારણ લાંબા ટૂંકા કરવા.(૭) આળસ :– આળસ કરવી, સુસ્ત બેસવું. (૮) મોડન :– આંગળી આદિના ટાચકા ફોડવા. (૯) મલ :– શરીરના કોઈ અવયવનો મેલ ઉતારવો. - (૧૦) વિમાસણ :– આર્તધ્યાન કરવું, શોકાસનથી બેસવું અથવા સામાયિકમાં જોયા વિના, પૂંજ્યા વિના હાલવું, * ચાલવું તથા ખંજવાળવું. (૧૧) નિદ્રા - સામાયિકમાં સૂવું અથવા બેઠા બેઠા નિદ્રા લેવી. (૧૨) વૈયાવચ્ચ ઃ- શરીરની સેવા સુશ્રુષા કરવી અથવા કરાવવી. = = " ' આગમસાર સામાયિકના વિધિ દોષોનું જ્ઞાન અવશ્ય કરવું જોઇએ. ઇમાનદારીથી બધા દોષોથી રહિત સામાયિક કરવી જોઇએ. સામાયિકના ૩૨ દોષની ગાથાઓ :– અવિવેક જસોકિત્તી, લાભત્થી ગવ્વ ભય નિયાણસ્થિ .—સંસય રોસ અવિણઉ, અબહુમાણએ દોસા ભણિયવ્વા ।૧। કુવચન સહસાકારો, સચ્છંદ સંખેવ કલહં ચ .—વિકહા વિહાસો અસુદ્ઘ, નિરવેો મુણમુણા દોસાદસ || કુઆસણું ચલાસણું ચલદેિઠ્ઠી, સાવકેિરિયા લંબણાકુંચણ પસારણ . –આલસ મોડણ મલ વિમાસણું, નિદ્દા વૈયાવચ્ચ ત્તિ બારસ કાયદોસા II સામાયિકમાં કોઈપણ દોષ ન લાગે એવી લગની રાખવી જોઇએ. સામાયિકમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો જોઇએ. સમાચાર પત્ર અથવા નવલકથા ન વાંચવી જોઇએ. સામાયિકમાં આત્મચિંતન અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ અથવા ઉપદેશ,ધર્મની વાર્તા સાંભળવી જોઇએ. સામાયિકમાં અધિકતમ મૌન રાખવું જોઇએ. દોષ રહિત સામાયિક કરવાથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન.- સામાયિક તુલ્ય આવે નહીં, એમ ભાખ્યું ભગવાન. ૨૪ કલાકમાંથી એક કલાક કાઢીને પ્રતિદિન સામાયિક અવશ્ય કરવી જોઇએ. પ્ર. :– વંદના કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ ? જવાબ :- - (૧) ઉત્તરાસંગ અથવા રૂમાલ આદિ મોઢા પાસે રાખવો જોઇએ (૨) ઓછામાં ઓછા ત્રણ ચાર હાથ દૂર ઉભા રહીને વંદના કરવી જોઇએ (૩) આંખ અહીં તહીં ન ફેરવતાં ગુરુની સામે એકાગ્ર દૃષ્ટિ રાખવી જોઇએ. (૪) વ્યાખ્યાન આદિ પ્રસંગમાં મૌનપૂર્વક વંદના કરવી જોઇએ (૫) ઊંચા સ્વરથી ન બોલતાં મંદ સ્વરથી બોલી વંદના કરવી જોઇએ. જ્યાં બોલવાથી કોઈના કાર્યમાં બાધા પહોંચે તો મૌનપૂર્વક વંદના કરવી જોઇએ.(૬) આપણાં નખ, પસીનો, ગુરુને ન લાગે એવી રીતે હળવા હાથે ચરણ સ્પર્શ કરવો જોઇએ. જો વચમાં કોઈ બેઠા હોય અથવા અધિક સંખ્યા હોય તો દૂરથી જ વંદના પૂર્ણ કરી લેવી જોઇએ. પ્ર. :– ૧૦ વિરાધના કઈ છે ?(ઇરિયાવહિના પાઠમાં આવતી અભિહયા, વતિયા, લેસીયા, સંઘાઇયા, સંઘક્રિયા આદિ) જવાબ :– ૧. સન્મુખ આવતાં જીવને કષ્ટ પહોંચાડ્યું હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં ર્યા હોય ૫. સ્પર્ધા હોય ૬. પરિતાપ પહોંચાડયો હોય. ૭. કિલામના પહોંચાડી હોય ૮. ભયભીત ર્યા હોય ૯. એક સ્થાનથી બીજા સ્થાન પર રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત ર્યા હોય. પ્ર. :- સામાયિક કરવાથી શું-શું લાભ છે ? જવાબ: (૧) એક મુહૂર્તને માટે હિંસા આદિ ૧૮ અઢારેય પાપ છુટી જાય છે.(૨) સંસારના અનંત પ્રાણીઓને અભયદાન મળે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy