SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ 180 આગમચાર-પૂર્વાર્ધ મિથ્યાત્વીની ગતિને પ્રાપ્ત કરે છે. એટલે કોઈપણ વ્યક્તિ પ્રત્યે રંજભાવ લાંબા સમય સુધી ન રાખવો જોઇએ, શીઘ્ર ક્ષમાભાવ ધારણ કરી લેવો જોઈએ. ૧૫ દિવસથી અધિક રંજભાવ કષાય રાખે તો સાધુત્વ રહેતું નથી. ૪ માસથી અધિક રાખે તો શ્રાવકપણું રહેતું નથી અને એક વર્ષથી અધિક રાખે તો સમકિત અથવા ધર્મીપણું પણ રહેતું નથી. તતકાલનું મિચ્છામી દુક્કડમ ઘાવ થતાં તુરંત તેને સાફ કરી પાટો બાંધી દેવામાં આવે છે અને પછી ડોકટર પાસે પહોંચાય છે. તેમાં કોઈ દોષ ધ્યાનમાં આવતાં તુરંત આત્માની સાક્ષીએ તેનું મિચ્છામી દુક્કડમ લેવું જોઈએ. જેથી ગુરુ પાસે આલોચનાં લેવા પહોંચાય ત્યાં સુધીમાં તે થોડો હળવો થઈ જાય. સતત સાવધાની અને તતકાલનાં મિચ્છામી દુક્કડમથી શ્રધ્ધા દ્રઢ થાય છે. આત્મા હળવો થાય છે. ફરીને તેવું ન થાય તે માટે સાવચેતી આવે છે. આ માટે ઇચ્છામી પડિકમણનો કાઉસગ્ગ ઈરિયાવહીનાં દોષો માટે છે તથા શ્રમણ સૂત્ર પહેલું રાત્રીવિધી નિદ્રાવિધી માટે છે. તે સિવાય પણ ફક્ત આત્માની સાક્ષીએ ભાવપૂર્વક દોષની નિંદામી ગરિહામી કરી મિચ્છામી દુક્કડમ લઈ શકાય. પાંચ શ્રમણ સૂત્ર: ભાષાનુવાદ (૧) શયન નિદ્રા પ્રતિક્રમણ પાઠ – હું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. અધિક સૂવું. જ્યારે ઇચ્છા થાય ત્યારે સૂવું અથવા વારંવાર સૂવું. બિછાના ઉપર, સૂવા, ઊઠવા, બેસવામાં, પડખું ફેરવવામાં શરીર સંકોચવામાં, પસારવામાં શું આદિનો સંઘઢો(સ્પર્શ) થવામાં, નિદ્રામાં બોલવું અને દાંત કચકચાવવામાં, છીંક અને બગાસું ખાવામાં, કોઈનો સ્પર્શ કરવામાં તથા સચિત્ત રજયુક્ત વસ્તુ, ભૂમિનો સ્પર્શ કરવામાં અતિચાર ક્ય હોય, સૂવામાં અથવા સ્વપ્નના કારણે આકુળ વ્યાકુળતા થઈ હોય, સ્વપ્નમાં સ્ત્રી વિષયક કામરાગ, દષ્ટિરાગ, મનોરાગ થયો હોય અને ખાવાપીવાના વિષયમાં અન્યથા ભાવ થયો હોય, આ અતિચારોમાંથી કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તેના સંબંધી મારું પાપ(દુષ્કૃત્ય) નિષ્ફળ થાઓ. (ર) ભિક્ષાચરી પ્રતિક્રમણ પાઠ - હું ગોચર ચર્યા–ગાયની જેમ અનેક સ્થાનોથી થોડી-થોડી લેવાની ભિક્ષા સંબંધિત અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ગોચરીમાં આજ્ઞા વિના બંધ બારણા ખોલ્યા હોય; કુતરા, વાછરડા અને સ્ત્રીનો સંઘટ્ટો ર્યો હોય; સજાવીને રાખેલા ભોજનમાંથી ભિક્ષા લીધી હોય, પ્રક્ષેપ આદિ કરીને (અન્યનાં લાભની વચ્ચે આવી જઈને) અથવા પશુ-પક્ષીઓને દેવામાં આવતી વસ્તુની ભિક્ષા લીધી હોય, ભિક્ષાચર આદિ યાચકો અથવા શ્રમણો(સાધુઓ)ને માટે સ્થાપિત ભોજન લીધું હોય, શંકા સહિત આહાર લીધો હોય, વિચાર્યા વગર જલ્દીથી આહાર લીધો હોય, એષણા–પૂછ્યા કર્યા વગર આહાર લીધો હોય; પ્રાણી, બીજ અને વનસ્પતિ યુક્ત આહાર લીધો હોય, ભિક્ષા દીધાં પછી તેના નિમિત્તથી હાથ ધોવા આદિ આરંભ કરાય તેવી ભિક્ષા લીધી હોય, ભિક્ષા લીધાં પહેલાં તેના નિમિત્તથી આરંભ કરવામાં આવે તેવી ભિક્ષા લીધી હોય, સચિત્ત પાણીથી સ્પર્શાવેલી વસ્તુ લાવીને આપે તેવી ભિક્ષા લીધી હોય, સચિત્ત રજથી સ્પર્ધાયેલી વસ્તુને લાવીને આપે તેવી ભિક્ષા લીધી હોય, ભૂમિ ઉપર ઢોળતાંઢોળતાં દીધેલી ભિક્ષા લીધી હોય, ખાવા પીવાની વસ્તુમાંથી અયોગ્ય પદાર્થ ફેંકાતા-ફેંકાતા દેવામાં આવતી ભિક્ષા લીધી હોય, વિશિષ્ટ ખાવા લાયક પદાર્થ માંગીને લીધો હોય; ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષયુક્ત આહાર લીધો હોય, ખાધો હોય; દોષ યુક્ત આહાર જાણ્યો હોય, જાણીને પણ તેને પરઠયો ન હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. ( મિચ્છામિ દુક્કડ). (૩) સ્વાધ્યાય-પ્રતિલેખન પ્રતિક્રમણ પાઠ - હું પ્રતિક્રમણ કરું છું. ચાર કાળ એટલે દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં તથા રાતના પહેલા અને છેલ્લા પહોરમાં સ્વાધ્યાય કરી ન હોય, ઉભયકાલ, બંને વખત-દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં, પાત્રા, વસ્ત્ર આદિ ઉપકરણોનું પડિલેહણ કર્યું ન હોય, અથવા અવિધિથી ક્યું હોય, સ્થાન આદિનું પ્રમાર્જન ક્યું ન હોય અથવા અવિધિથી કર્યું હોય; આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર–દોષ લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. (મિચ્છામિ દુક્કડ) (૪) તેત્રીસ બોલ પ્રતિક્રમણ પાઠઃ- હું નીચેના તેત્રીસ બોલોનું) પ્રતિક્રમણ કરું છું. જેમ કે- એક પ્રકારના અસંયમનું; રાગથી અને દ્વેષથી બે પ્રકારે બંધનું; મન, વચન, કાયા, આ ત્રણ દંડોનું; માયા, નિયાણું અને મિથ્યાત્વ આ ત્રણ શલ્યનું રસ, ઋદ્ધિ, શાતા આ ત્રણ ગર્વનું; મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિનું અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણની વિરાધનાનું પ્રતિક્રમણ કરું છું. ચાર કષાય, ચાર સંજ્ઞા, ચાર વિકથા અને ચાર ધ્યાનનું પ્રતિક્રમણ કરે છે. કાયિકી આદિ પાંચ ક્રિયા, શબ્દ આદિ પાંચ કામ ગુણ, અહિંસા આદિ પાંચ મહાવ્રત અને ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિનું પ્રતિક્રમણ કરું છું. છ કાય અને છ વેશ્યા, ૭(સાત) ભય અને ૮(આઠ) મદનું પ્રતિક્રમણ કરું છું. આવી રીતે નવ બ્રહ્મચર્યની વાડ, દસ યતિધર્મ, ૧૧-શ્રાવક પડિમા, ૧૨-ભિક્ષુ પડિમા, ૧૩–ક્રિયા સ્થાન, ૧૪-જીવના ભેદ, ૧૫–પરમાધાર્મિક દેવ. ૧-સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન, ૧૭–અસંયમ. ૧૮-અબ્રહ્મચર્ય, ૧૯-જ્ઞાતાસૂત્રના અધ્યયન. ૨૦-અસમાધિ સ્થાન. ૨૧-સબલ દોષ, રર- પરીષહ, ૨૩–સૂયગડાંગસૂત્રના કુલ અધ્યયન. ૨૪-ચાર જાતિના દેવના ભેદ, ૨૫ 1, ૨-ત્રણ છેદ સૂત્ર (દશા, કષ્પ, વ્યવહાર)ના અધ્યયન, ૨૭–અણગારના ગુણ. ૨૮-આચાર પ્રકલ્પ, ૨૯-પાપ સૂત્ર, ૩૦- મહામોહનીયના બંધ સ્થાન, ૩૧-સિદ્ધોના ગુણ, ૩ર–યોગ સંગ્રહ. ૩૩– આશાતના. આ ઉપરના બોલોમાંથી જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આદરવા યોગ્ય આદર્યા ન હોય અને ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ ન ક્ય હોય તો તે સંબંધી મારું –તમારું પાપ મિથ્યા થાઓ. ( મિચ્છામિ દુક્કડ). નોંધ:- આ તેત્રીસ બોલોનો વિસ્તાર અન્યત્ર સારાંશ માં જુઓ. પાના નં ૨૪૭.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy