SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ jainology | આગમસાર (૪) આપણી મનોદશા એવી બની જવી જોઇએ કે જગતના સમસ્ત પ્રાણીઓની સાથે મારી મૈત્રી જ છે, કોઈની પણ સાથે અમૈત્રી કે વેર વિરોધ ભાવ નથી. જે પણ કોઈ વેર ભાવ ક્ષણિક બની ગયેલ હોય તેને દૂર કરી ભૂલાવી દેવો જોઇએ અને સમભાવ દ્વારા માનસમાં મૈત્રીભાવ સ્થાપિત કરી દેવો જોઇએ. આ રીતે પ્રસ્તુત પાઠમાં સમસ્ત આત્મ દોષોની આલોચના, નિંદા, ગર્હા, આદિ સમ્યક પ્રકારે કરવાનું સૂચન છે. તેમજ મન, વચન અને કાયાના પ્રતિક્રમણનો ઉપસંહાર કરતાં થકાં અંતમાં ૨૪ તીર્થંકરોને વંદન કરવામાં આવેલ છે. 167 પાંચમો આવશ્યક(અધ્યયન) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્રઃ (૧) આ સૂત્ર તસ્સ ઉત્તરી કરણેણં શબ્દથી શરૂ થાય છે, તેથી તેને તસ્કઉત્તરીનો પાઠ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક કાયોત્સર્ગ પહેલાં આ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેથી આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર છે. (૨) કાયોત્સર્ગ એક આત્યંતર તપ છે. આત્માને શ્રેષ્ઠ–ઉન્નત બનાવવા માટે, અકૃત્યોના પ્રાયશ્ચિત કરવા માટે, આત્માને વિશુદ્ધ અને દોષ રહિત બનાવવા માટે, આત્મ ચિંતન કરવા માટે તથા પાપ કર્મોનો વિશેષ ક્ષય કરવા માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં કાયાના સંચારનો ત્યાગ કરવામાં આવે છે, સ્થિર રહેવામાં આવે છે, તો પણ સ્વાભાવિક અનેક કાયિક પ્રક્રિયાઓ અને કાયિકવેગ રોકી શકાતા નથી, તેનો આગાર પણ કાયોત્સર્ગમાં રહે છે. (૩) તે આગાર આ પ્રમાણે છે— ૧. શ્વાસ લેવો ૨. શ્વાસ છોડવો ૩. ખાંસી ૪. છીંક ૫. બગાસું ૬. ઓડકાર ૭. વાયુ નિસર્ગ ૮. ચક્કર આવવા ૯. મૂર્છા આવવી ૧૦. સૂક્ષ્મ અંગ સંચાર ૧૧. સૂક્ષ્મ ખેલ-કફ સંચાર ૧૨. સૂક્ષ્મ દૃષ્ટિ સંચાર. (૪) આવી ઉપરોક્ત શારીરિક આવશ્યક પ્રક્રિયાથી કાયાનો સંચાર થવા છતાં પણ કાર્યોત્સર્ગની મર્યાદાનો ભંગ થતો નથી, કાયોત્સર્ગની વિરાધના થતી નથી. (૫) અન્ય કોઈ પણ આત્મિક ચંચળતા, અસ્થિરતાને કારણે કાયિક સંચાર કરવાથી કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થઈ જાય છે. (૬) કાયોત્સર્ગમાં કાયાને સ્થિર રાખવામાં આવે છે, વચનથી પૂર્ણ મૌન રહેવામાં આવે છે તથા ચિંતન-મનન પણ લક્ષિત વિષયમાં જ કેન્દ્રિત કરવામાં આવે છે અર્થાત્ જે લક્ષ્યથી કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં જ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે ચિંતનનું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ન હોય ત્યારે શુદ્ધ અર્થાત્ વિકલ્પ કે ચિંતન રહિત, નિર્વિકલ્પ કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં પૂર્ણ યોગ વ્યુત્સર્જન કરવામાં આવે છે. (૭) કાયોત્સર્ગનો વિષય કે સમય પૂર્ણ થવા પર 'નમો અરિહંતાણં' ના પાઠના સ્મરણ સાથે તેને પૂર્ણ કરવામાં આવે છે, સમાપ્ત કરવામાં આવે છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવામાં આવે છે. (૮) પ્રતિક્રમણમાં મુખ્ય રૂપે બે કાયોત્સર્ગ હોય છે– ૧. અતિચાર ચિંતન ૨. ત૫ ચિંતન અથવા ક્ષમાપના ચિંતન. ક્ષમાપના ચિંતન– વર્તમાનકાળ સંબંધી(કષાયભાવોથી નિવૃતિ) અતિચાર ચિંતન– ભૂતકાળ સંબંધી તપ ચિંતન – ભવિષ્યકાળ સંબંધી = [નોંધ :– અતિચાર ચિંતનના પાઠો અને ક્ષમાપના ચિંતનનો પાઠ સૂત્રમાં છે પરંતુ તપ ચિંતનનો પાઠ સૂત્રમાં નથી. તેનાં ચિંતન માટે આવશ્યક સૂત્રના પરિશિષ્ટ વિભાગ માં જુઓ.પાના નં ૧૭૪.] છઠ્ઠો આવશ્યક(અધ્યયન) દસ પચ્ચક્ખાણ સૂત્ર : (૧) પ્રતિક્રમણ અને વિશુદ્ધિકરણ પછી તપ રૂપી પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ પણ આત્મા માટે પુષ્ટિકારક થાય છે. તપથી વિશેષ કર્મોની નિર્જરા થાય છે, તેથી આ છઠ્ઠા આવશ્યકમાં ઈત્વરિક(થોડા કાળનું) અનશન તપરૂપ ૧૦ પ્રત્યાખ્યાનના પાઠ કહેવામાં આવેલ છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાન પણ છે અને અા(સમય આધારિત ) પ્રત્યાખ્યાન પણ છે. નમસ્કાર સહિતં(નવકારસી) :– પ્રારંભના પ્રથમ પ્રત્યાખ્યાનના પાઠમાં ‘સહિયં’ શબ્દનો પ્રયોગ થયો છે, જે ‘ગંઠી સહિયં’, ‘મુદિ સહિયં’ના પ્રત્યાખ્યાન જેવો છે. તેથી સહિત શબ્દની અપેક્ષાએ આ સંકેત પ્રત્યાખ્યાન થાય છે. સંકેત પ્રત્યાખ્યાનોમાં કાળની નિશ્ચિત મર્યાદા હોતી નથી, તે સંકેતમાં નિર્દિષ્ટ વિધિએ ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવે છે. કાળ મર્યાદા ન હોવાથી સંકેત પ્રત્યાખ્યાનોમાં સર્વ સમાધિ પ્રત્યયિક આગાર હોતો નથી, કારણ કે પૂર્ણ સમાધિ ભંગ થવાની અવસ્થા પહેલાં જ સંકેત પચ્ચક્ખાણ ગમે ત્યારે પાળી શકાય છે. તદ્નુસાર નવકારસીના પાઠમાં પણ આ આગાર કહેવામાં આવેલ નથી અને નમસ્કાર સહિતં શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અા પ્રત્યાખ્યાન નથી પરંતુ સંકેત પ્રત્યાખ્યાન છે અર્થાત્ તેમાં સમયની કોઈ પણ મર્યાદા હોતી નથી, સૂર્યોદય પછી ગમે ત્યારે નવકાર મંત્ર ગણી આ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. બાકી બધા (૯) અન્ના પ્રત્યાખ્યાન છે. નવકારસી પ્રખ્યાખ્યાનમાં ચારેય આહારનો ત્યાગ હોય છે, તેમજ બે આગાર હોય છે, (૧) ભૂલથી ખાઈ લેવાય (૨) અચાનક પોતાની જાતે મોઢામાં ચાલ્યું જાય, છાંટો ઉડે વગેરેથી તો આગાર. [નોંધ :– વર્તમાન પરંપરાઓમાં નવકારસીને અદ્ધાપ્રત્યાખ્યાન માનવામાં આવે છે જેમાં તેનો સમય ૪૮ મિનિટનો નિશ્ચિત કરેલ છે. માટે વર્તમાન રૂઢ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તે પાઠના પ્રારંભમાં ણમુક્કાર સહિયંના સ્થાને નમુક્કારસીયં બોલવું યોગ્ય થાય છે અને આગાર બેના સ્થળે ત્રણ બોલવા જોઇએ. અર્થાત્ તેમાં સવ્વ સમાહિ વત્તિયાગારેણું આગાર વધારે બોલવું જોઇએ. આ રીતે ૪૮ મિનિટની નવકારસીને પરંપરા સત્ય કે રૂઢ સત્ય સમજી શકાય. આ સૂત્રનું આગમોચિત્ત અને વ્યવહારોચિત્ત નામ છૂટીને રૂઢ નામ પ્રચલિત છે. યથા– (૧) આગમિક નામ નમસ્કાર સહિત (૨) વ્યવહારોચિત્ત નામ ણમુક્કારસી અને (૩) રૂઢનામ– નવકારસી . પોરસી :– દિવસના ચોથાભાગને એક પોરસી કહે છે, સૂર્યોદયથી લઈ પા દિવસ વીતે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ કરવાને
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy