SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 164 આગમસાર–પૂર્વાર્ધ (૩) ચોવીસ તીર્થંકર ધર્મ તીર્થની સ્થાપના કરી, લોકમાં ભાવ પ્રકાશ કરાવનારા હોય છે અને સ્વયં સર્વજ્ઞાની, રાગ-દ્વેષ વિજેતા હોય છે. (૪) ૧. આરોગ્ય બોધિ – સમ્યગુજ્ઞાન તેમજ શ્રદ્ધા, ૨. શ્રેષ્ઠ ભાવ સમાધિ અર્થાત્ સમભાવ અને પ્રસન્નતાની ઉપલબ્ધિ, ૩. સિદ્ધિ - મુક્તિ - મોક્ષ અવસ્થા, આ ત્રણ વસ્તુની માંગણી–પ્રાર્થના પ્રભુ પાસે કરેલ છે. આ પ્રાર્થના કેવળ પોતાના આદર્શ ભાવોની અભિવ્યક્તિ માત્ર છે. વાસ્તવમાં સિદ્ધ પ્રભુ કાંઈપણ દેવાવાળા નથી, પરંતુ એવા ભાવ ભક્તિયુક્ત ગુણ કીર્તન દ્વારા સાધક સ્વયં પોતાના કર્મોની નિર્જરા કરી ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે અથવા તેવી શક્તિ પ્રગટ કરી શકે છે. (૫) ચોવીસ તીર્થકરો બધા જ વર્તમાનમાં સિદ્ધ અવસ્થામાં છે, તેથી તેમને સિદ્ધ શબ્દથી સંબોધન કરેલ છે. (૬) તીર્થંકર પ્રભુને ત્રણ ઉપમા આપવામાં આવેલ છે. ૧. ચંદ્રમાથી પણ અતિ નિર્મળ ૨. સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા ૩. સાગર સમાન અતિ ગંભીર ધૈર્યવાન હોય છે. ત્રીજો આવશ્યક(અધ્યયન) ઉત્કૃષ્ટ ગુરુ વંદન સૂત્ર:(૧) આ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો શબ્દથી શરૂ થાય છે, તેથી તેને "ઇચ્છામિ ખમાસમણોનો પાઠ" પણ કહેવામાં આવે છે. આ સૂત્રથી પ્રતિક્રમણના સમયે ગુરુને પ્રતિક્રમણ યુક્ત વંદન કરવામાં આવે છે. બાકીના સમયે ક્યારેય પણ શાંત મુદ્રામાં સ્થિત પૂ. સાધુ-સાધ્વીજીને તિખુતોના પાઠથી વંદન કરવામાં આવે છે, એવું અનેક આગમોના વર્ણનથી સપ્રમાણ સિદ્ધ છે. ગતિમાન મુદ્રામાં અર્થાત્ ચાલતા જતા સાધુ-સાધ્વીને કેવળ મર્થીએણે વંદામિ' શબ્દનો ઉચ્ચારણ કરતાં થોડા દૂર રહીને જ વંદન કરવામાં આવે છે. (૨) ગુરુના સીમિત અવગ્રહક્ષેત્રમાં પ્રવેશ કરીને આ સૂત્રથી વંદન કરવામાં આવે છે અર્થાત્ અતિ દૂર કે અતિ નિકટથી વંદન કરવામાં આવતાં નથી. (૩) ઉભડક આસનથી બેસી બે વાર આ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે. (૪) ચાર વાર ત્રણ-ત્રણ આવર્તન કરવામાં આવે છે. ચાર વાર મસ્તક ઝુકાવીને વંદન કરવામાં આવે છે. કુલ ૧૨ આવર્તનથી વંદન પૂર્ણ કરવામાં આવે છે. (૫) ગુરુદેવની સંયમ યાત્રાની સુખશાતા પૂછવામાં આવે છે અને પોતાના અપરાધોની અથવા કોઈ પણ પ્રકારના અવિનય, અશાતનાઓની ક્ષમાયાચના કરવામાં આવે છે. મન, વચન અને કાયાથી અથવા ક્રોધ આદિના વશમાં કોઈ પણ ભગવદ આજ્ઞા કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તો તેનું સમુચ્ચય રૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૬) બાર આવર્તન- ૧. અહો ૨. કાયં ૩. કાય ૪. જત્તાભે પ. જવણિ ઇ.જં ચ ભે; આ છ શબ્દો ઉપર આવર્તન પ્રથમ વારમાં થાય છે અને છ આવર્તન પુનઃ બીજીવારના ઉચ્ચારણમાં કરવામાં આવે છે. તે રીતે કુલ ૧૨ આવર્તન થાય છે. (૭) આવર્તનથી ગુરુદેવની ભક્તિ તેમજ બહુમાન કરવામાં આવે છે. આ ક્રિયા આરતી ઉતારવાની જેમ જ ગુરુની જમણી બાજુથી ડાબી બાજુ તરફ હાથની અંજલિ ફેરવીને કરવામાં આવે છે. આ સૂત્રમાં ગુરુ માટે અત્યધિક બહુમાન સૂચક 'ક્ષમાશ્રમણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. [નોધ:- ઘણા લોકો ડાબીથી જમણી તરફ આવર્તન કરવા રૂપ અંજલિ (હથેળી સંપુટ) ફેરવે છે. વંદના ગુરુ પ્રત્યે બહુમાન અને વિનય થી તથા ભાવપૂર્વક કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. જેનો ભાવ અર્થ છે તમને કેન્દ્ર સ્થાને સ્થાપી બધી ક્રિયા કરીશ. ડાબેથી કે જમણેથી, ક્યાંયથી પણ પરિક્રમા કરતાં કેન્દ્રસ્થાન એજ રહે છે. મુખ્ય જરુર છે આત્મામાં ભાવોની,વિનયની,અહોભાવની.] ચોથો આવશ્યક(અધ્યયન) અતારિ મંગલ સૂત્ર :(૧)લોકમાં ૧.અરિહંત રસિદ્ધ ૩.સાધુ અને ૪. સર્વજ્ઞો દ્વારા ઉપદિષ્ટ ધર્મ એ ચારેય ઉત્તમ છે, મંગલ સ્વરૂપ છે અને શરણભૂત છે આવેલ પાંચ પદ અહિંયા ત્રણ પદમાં કહેવામાં આવ્યા છે અને એ પાંચ પદોને પ્રાપ્ત કરાવનાર ધર્મને ચોથા પદથી કહ્યું છે. (૩) આ રીતે ધર્મને નમસ્કરણીય વંદનીય પદોમાં એટલે નમસ્કારમંત્રમાં કહેવામાં આવેલ નથી પરંતુ લોકમાં ઉત્તમ, મંગલ અને શરણભૂત પદોમાં એટલે આ પાઠમાં ધર્મને લેવામાં આવેલ છે. (૪) મતલબ કે શરણભૂત તો ધર્મ તથા ધર્મી આત્માઓ બંને હોય છે, પરંતુ નમસ્કરણીય તો ધર્મી આત્માઓ જ હોય છે, ધર્મ નમસ્કરણીય હોતો નથી. (૫) અરિહંત, સિદ્ધ,સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય જે કાંઈપણ લોકમાં ઉત્તમ કે મંગલ અથવા શરણભૂત માનવામાં આવે છે તે લૌકિક દષ્ટિએ કે બાલ દષ્ટિએ હોય છે, પરંતુ તે સર્વે, આધ્યાત્મ દષ્ટિથી વાસ્તવમાં મંગલરૂપ કે શરણભૂત હોતા નથી. (૬) આ સૂત્રને “મંગલપાઠ', “માંગલિક', “મંગલિકઆદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણ સૂત્ર :(૧) આ સૂત્રમાં ઈચ્છામિ ઠામિ એ પ્રથમ પદ તેથી તેને ઈચ્છામિ ઠામિનો પાઠ પણ કહેવામાં આવે છે. (ર) આ સૂત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનોનું સંકેતપૂર્વકનું વર્ણન છે, જેમ કે– (અ) ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃતિ, (બ) અયોગ્ય, અકથ્ય આચરણ, દુર્ગાન, માઠું ચિંતન (ક) જ્ઞાન-દર્શન–ચારિત્રમાં અતિચરણ (ડ) શ્રત જ્ઞાન, સામાયિક, ગુપ્તિ, મહાવ્રત પિંડેષણા તથા બ્રહ્મચર્યની નવ વાડ, દસ શ્રમણધર્મ આદિમાં અતિચરણ (ઈ) કષાય વિજયમાં અને છ કાય રક્ષણમાં અલના. આ પ્રકારે આ પાઠમાં સાધુ ગુણોના અતિચારનું દેવસીય સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. (૩) શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની અપેક્ષા આ પાઠમાં મહાવ્રત આદિની જગ્યાએ ૧૨ વ્રતના અતિચારની વિશેષતા છે, શેષ સમાનતા છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy