SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 126 આગમચાર-પૂર્વાર્ધ (૧૧) અગ્નિકાયના જીવો પણ ત્રણ સ્થાવર જીવોના સચેત–અચેત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, ત્યાર બાદ આ અગ્નિમાં અન્ય અગ્નિકાયના, તેમજ ત્રસકાય જીવો કાળાંતરે અગ્નિકાયના અચેત શરીરમાં–રાખ,કોલસા વગેરેમાં ઉત્પન્ન થાય છે. તે અગ્નિના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. આમતો આચારાંગમાં અગ્નિ માટે દિર્ગલોગ શસ્ત્ર- શબ્દ આવે છે જેનો અર્થ સર્વ બાદર ઔદારીક શરીરને હણનારું કરી શકાય. અથવા તો આકાશ પ્રદેશની લોકમાંની દિશ્રેણીઓઆખી ત્રસનાલમાં તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે. ઇન્દ્ર પણ જાજલ્યમાન અગ્નિ જવાળાઓ છોડત વજ ફેકે છે. સપર્શઇન બધાજ જીવોને હોવાથી તે દેવોને પણ દઝાડે છે. નારકીઓને પણ અગ્નિથી સંતાપ થાય છે. અન્ય સ્થાવરની જેમ તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી દેખાતું, તે હંમેશા આહાર કે સંહાર કરતા જ દેખાય છે. તેથી તેનું અચિત શરીર વ્યવહારથી રાખ કે કોલસાનેજ કહી શકાય છે. અગ્નિ કરતાં શરીરથી સુક્ષ્મ હોવાથી વાયુકાયના જીવો સચિત અગ્નિકાયના શરીરોની વચ્ચેના પોલાણ ભાગમાં પણ હોઈ શકે છે.(વિસ્ફોટકોની અપેક્ષાએ –ઉષ્ણ યોની વાળા વાયુકાયના જીવો ત્યાં વિક્રય પણ કરે છે.) (૧૨) તે પ્રમાણે જ વાયુકાયના અને પૃથ્વીકાયના આહારને પણ સમજવો. આ રીતે બધાં જીવ વિવિધ યોનિઓમાં ભ્રમણ કરી વિભિન્ન આહાર કરે છે, એ જાણી ભિક્ષુ આહારમાં ગુપ્ત બની અર્થાત્ અલ્પતમ જરૂરી આહાર કરી રત્નત્રયની આરાધના કરે. (નોંધઃ મૂળ પાઠ પ્રમાણે ત્રણ સ્થાવરના સચિત અને અચિત શરીરોમાં બીજા ત્રસ અને સ્થાવરના જીવો ઉત્પન્ન થાય છે. એટલે કે થઈ શકે છે એવો અર્થ કરવો જોઇએ, નિયમા બધીજ જગ્યાએ જીવો ઉત્પન્ન થાય છે એ અર્થ ન કરી શકાય, તેવા અર્થથી કોઈ પણ વસ્ત અચિત બાકી રહેતી નથી તેથી. અથવા તો જયાં ત્ર-સ્થાવરના જીવો ઉત્પન્ન થાય છે તે બીજા જીવોના સચિત અચિત શરીરો જ હોય છે, એમ અર્થ કરી શકાય.) ચોથો અધ્યયન- અપ્રત્યાખ્યાન ક્રિયા. (૧) જેણે અઢાર પાપોનો ત્યાગ કરેલ નથી, મિથ્યાત્વથી ભરેલ છે, તે મન-વચન-કાયાથી પાપ ક્રિયા ન કરતો હોવા છતાં પણ અપ્રત્યાખ્યાન સંબંધિત પાપ કર્મનો બંધ કરતો રહે છે, ભલે પછી તે ગમે તે અવસ્થામાં કેમ ન હોય. (૨) કોઈ રાજા પુરુષ વગેરેની હિંસાના સંકલ્પ વાળો હોય તો તે દરેક અવસ્થામાં તે રાજા નો વેરી જ મનાય છે. જ્યારે તે વિચાર પરિવર્તનથી તે પોતાના સંકલ્પનો ત્યાગ કરી દે, ત્યાર પછી તેને શત્રુ માનવામાં આવતો નથી. (૩) સર્વ જીવો સંજ્ઞી કે અસંજ્ઞી અવસ્થાઓમાં જન્મમરણ કરે છે. તે જીવોની હિંસાજન્ય પ્રવૃત્તિઓ અને સંકલ્પોની પરંપરા તેની. સાથે જ પ્રવાહિત રહે છે, જ્યાં સુધી કે તે જીવ અવિરત રહે છે. જેમ કે કોઈ માણસ અસત્યવાદી હોય અને કર્મ સંયોગે તે મૂક થઈ જાય તેની વાચા બંધ થઈ જાય ત્યારે તે સત્યવાદી ગણાતો નથી, અસત્યનો ત્યાગી પણ કહેવાતો નથી, જ્યાં સુધી કે તે જૂઠનો ત્યાગ કરે નહીં. આ જ રીતે જે જીવો અવિરત હોય છે તેઓને પાપની રાવી (અપ્રત્યાખ્યાન ક્રિયા) ચાલુ જ રહે છે. (૪) જે હળુકર્મી પ્રાણી હિંસાદિ સર્વ પાપોનો ત્યાગ કરી સર્વથા વિરત થઈ જાય છે અને શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે તે ભિક્ષ, ક્રિયાથી રહિત ; હિંસાથી રહિત, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, ઉપશાંત તેમજ પાપકર્મ બંધથી રહિત થઈ જાય છે, તે એકાંતે પંડિત કહેવાય છે. પાંચમો અધ્યયન-ભાષા સંબંધી આચાર (૧) ભિક્ષુએ કોઈ પણ વિષયમાં આગ્રહ ભરેલું એકાંતિક કથન કરવું જોઇએ નહિ, પરંતુ આગ્રહ રહિત(નય યુક્ત) સાપેક્ષ કથન કરવું જોઇએ. નહિ બોલવા યોગ્ય એકાંતિક કથન આ પ્રમાણે છે– ૧. લોક નિત્ય જ છે ૨. લોક અનિત્ય જ છે. ૩. સર્વ જીવો મુક્ત થઈ જ જશે. ૪. સર્વ જીવો સર્વથા અસમાન જ હોય છે પ. નાના-મોટા કોઈપણ જીવની હિંસાથી ક્રિયા સમાન જ થાય છે. ૬. આધાકર્મી આહારના દાતા અને ભોક્તા બંને કર્મોથી ભારે થાય જ છે અથવા તે બંને કર્મથી ભારે થતા જ નથી. ૭. સર્વ જીવો સદાકાલ કર્મબંધ કરતા જ રહેશે; વગેરે આવા એકાંતિક વચન મુનિએ બોલવા નહિ. (૨) નિમ્નોક્ત ભાવોમાં અસ્તિત્વની શ્રદ્ધા રાખવી જોઇએ જેમકે- લોક–અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ પુણ્ય-પાપ, આશ્રવ–સંવરવેદના–નિર્જર, ક્રિયા–અક્રિયા, ક્રોધ–માન, માયા-લોભ, રાગ-દ્વેષ, ચતુર્ગતિક સંસાર, દેવ-દેવી, મુક્તિ—અમુક્તિ, જીવનું નિજ સ્થાન સિદ્ધિ છે, સાધુ અને અસાધુ હોય છે ઇત્યાદિ. પરંતુ ઉપરોક્ત ભાવો જગતમાં હોતા નથી તેવી બુદ્ધિ(સમજ) રાખવી જોઈએ નહિ. આમાં સાચી સમજ અને શ્રદ્ધા રાખવી જોઇએ. (૩) આ જીવ તો પુણ્યવાન જ છે. આ તો પાપી જ છે. સાધુ લોકો ધૂર્ત-ઢોંગી હોય છે. એને જ દાન આપવાથી લાભ થશે, એને દાન આપવાથી કંઈજ લાભ થશે નહિ; આ રીતે એકાંત વચન પ્રયોગ કે આવી એકાંતિક દષ્ટિ(બુદ્ધિો પણ રાખવી જોઈએ નહિ. આ ઉપરોક્ત સર્વ ભાવોમાં કે એવા અન્ય પણ વિષયોમાં પોતાની ભાષાનો અને સમજ(દષ્ટિ)નો વિવેક રાખતા મુનિએ સંયમમાં પુરુષાર્થ કરવો જોઇએ. છઠ્ઠો અધ્યયન-આર્દ્રકુમાર મુનિ આ અધ્યયનમાં પરસ્પર આક્ષેપ સાથેની ચર્ચા(શંકા-સમાધાન) છે. વ્યાખ્યાકારોનું મંતવ્ય છે કે આ અધ્યયનમાં ગોશાલક, બુદ્ધ, વેદવાદી, સાંખ્ય મતવાદી તેમજ હસ્તીતાપસ સાથે થયેલ આદ્રકુમાર મુનિની ચર્ચા છે. (૧) આક્ષેપ - ભગવાન મહાવીર સ્વામી પહેલાં સાધના કાલમાં મૌન રાખતા હતા, તપસ્વી જીવન જીવતા હતા, પરંતુ આ વખતે મોટા જન સમુદાયમાં રહે છે, અને ઉપદેશ પણ આપે છે; આ તેનું વર્તન તેના અસ્થિર સિદ્ધાંતને અને ચંચલ સ્વભાવને પ્રગટ કરે છે સમાધાન :- પ્રભુ મહાવીર પહેલાં ઘાતી કર્મોને ક્ષય કરવા માટે એકાંતવાસ, મૌન અને તપસ્વી જીવન જીવતા હતા. વર્તમાનમાં તેઓ અઘાતી કર્મોના ક્ષય માટે અને તીર્થંકર નામ કર્મના ક્ષય માટે ઉપસ્થિત થયેલા લોકોને ધર્મ દેશના આપી મોક્ષ માર્ગમાં જોડે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy