SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર માહાત્મ્ય. ૧૨ છે, અથવા કઈ મેટે સુભટ અકાળે ઉત્પન્ન થએલા ઉપદ્રવ વખતે વજદંડની જેવું સારભૂત અમેઘ એવું શસ્ત્ર જ ધારણ કરે છે, તે જ પ્રમાણે જીવ મરણ સમયે પ્રાચે કરીને સર્વ શ્રુતસ્કંધનું (સર્વશાસ્ત્રોનું) ચિંતવન કરી શકતો નથી, તેથી કરીને ધીર બુદ્ધિવાળે અને દેદીપ્યમાન શુભ લેફ્સાવાળો સત્ત્વવાન જીવ દ્વાદશાંગીના સારભૂત પંચપરમેષ્ઠિ નમસ્કારમંત્રનું જ એકાગ્ર ચિત્ત ધ્યાન કરે છે. સમુદ્રમાંથી અમૃતની જેમ, મલયાચળ પર્વત ઉપરથી ચંદનની જેમ, દહીંમાંથી માખણની જેમ અને રેહણાચળ પર્વત પરથી વારત્નની જેમ આગમમાંથી ઉદ્ધરેલા, સર્વ કૃતના સારભૂત અને કલ્યાણના નિધિ સમાન આ પંચપરમેષ્ઠિ નમસ્કારમંત્રને કઈક ધન્ય પુરુષે જ સેવે છે. શરીરથી પવિત્ર થઈ, પદ્માસને બેસી, હાથવડે રોગમુદ્રા ધારણ કરી, સંવિજ્ઞ મનવાળા ભવ્યપ્રાણીએ સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે સંપૂર્ણ પંચનમસ્કારમંત્રને ઉચાર કરે; આ ઉત્સર્ગ વિધિ જાણો. અપવાદ વિધિ આ પ્રમાણે -અને જે કદાચ શરીરના ગ્લાનપણાને લઈને તે પ્રમાણે કરવા સમર્થ ન હોય, તે તે પંચપરમેષ્ઠિ પદેના પહેલા પહેલા અક્ષર ‘વિગત’ આ મંત્રનું સમરણ કરે. આ પાંચ અક્ષરના સ્મરણથી પણ અનંતા જ યમરાજના બંધનથી મુક્ત થયા છે. કદી આ પાંચ અક્ષરરૂપ મંત્રનું મરણ ન કરી શકે તે અહંત, અરૂપી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચે પરમેષ્ઠિના પહેલા પહેલા અક્ષર લઈ તેને સંસ્કૃતના સંધિ નિયમ પ્રમાણે એકત્ર કરવા. તે આ પ્રમાણે -Tra+૩ +=૩૪ આ રીતે જિનેશ્વર ભગવંતોએ કહેલે આ કાર એટલે પ્રણવીજ મુક્તાફળ રૂપ જીની અર્થાત્ મુક્તાત્માઓની પ્રગટ છીપલી સમાન છે, મેહરૂપી હસ્તીને વશ કરવામાં અંકુશ સમાન છે. અને સંસારની પીડાને નાશ કરવામાં કટારી સમાન છે. સ્વર્ગના દ્વારને ઉઘાડવાની કુંચી સમાન આ ૩ૐકાર રૂપી તત્વનું ધ્યાન કરનાર મહાત્માઓ જીવતાં ભેગને પામે છે અને મૃત્યુ પામીને મોક્ષસુખ પામે છે. મરણ સમયે સર્વથા ૐકારનું સ્મરણ કરવામાં પણ પિતે અશક્ત હોય, તે તે ધમિષ્ટ મનુષ્ય પોતાની પાસે રહેલા એવા ધર્મબંધુ પાસેથી આ મંત્રનું શ્રવણ કરવું, અને તે વખતે પોતાના ચિત્તમાં આ પ્રમાણે ભાવના ભાવવી કે –“અહો ! કઈ પુણ્યશાળી બંધુએ અકસ્માત મારા ઉપર કેવું અમૃત છાંટયું કે જેનાથી મારાં સર્વ અંગો આનંદમય થયા ? કારણકે હમણાં મને તેણે ઉત્કૃષ્ટ પુણ્યરૂપ, ઉત્કૃષ્ટ કલ્યાણરૂ૫ અને ઉત્કૃષ્ટ મંગલના કારણરૂપ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યું. અહો ! આ પંચનમસ્કાર મંત્રનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુને લાભ થયો! અહે! મને પ્રિય વસ્તુને સમાગમ થયો! અહા ! મને તત્વને પ્રકાશ થયો !
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy