SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવમરણ. - જે સ્થાને સિદ્ધના જીવો રહેલા છે તે સ્થાને તે સિદ્ધોને જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી તથા કલેશને લેશ પણ નથી. મોચાના (કેળના ) સ્તંભની જેમ સર્વથા પ્રકારે સાર રહિત આ સંસાર કયાં અને તેના અગ્રભાગે રહેલા લોકના સારભૂત સિદ્ધના જીને વૈભવ કયાં? જેઓ લેકમાં તિ–ઉજવલ ધર્મવાળા છે, શુકલ લેફ્સાવાળા છે, શુકલધ્યાનવાળા છે અને નિર્મળ કીર્તિવાળા છે તે સિદ્ધો અને સિદ્ધિના આપનાર થાઓ. સિદ્ધાણે એ શબ્દમાં અક્ષર હોવાથી સપુરૂને સ્વર્ગ અને મોક્ષનું દાન કરવામાં તથા દુર્ગતિમાં પડતા ધારણ કરવામાં સિદ્ધોની એકી વખતે જ શક્તિ છે એમ હું માનું છું. અથવા આ બે અક્ષરવાળા સિદ્ધ શબ્દમાં “ એ બે અક્ષરને વેગ છે તેથી તે પુરૂષને વેગથી ઉત્પન્ન થનારું માક્ષરૂપ ફળ આપવાનું કહે છે. જ્ઞાન અને કિયા એ એને પરસ્પર ચોગ (સંબંધ) કોઈ અપૂર્વ છે, કેમકે તે સ્ત્રી પુરૂષના યુગની જેમ પરમાત્માથી ઉત્પન્ન થએલા આનંદને ઉત્પન્ન કરે છે. પુરૂષનું ભાગ્ય પાંગળું-પંગુ જેવું છે અને ઉદ્યમ એ અંધ જે છે, તેથી કરીને જેમ આંધળા અને પાંગળાને વેગ થવાથી ગમન ક્રિયાની સિદ્ધિ થાય છે, તેમ જ્ઞાન અને ક્રિયાને વેગ થવાથી મોક્ષપદની સિદ્ધિ થાય છે. ખડગ અને ઢાલની જેવા જ્ઞાન અને ચારિત્ર એ બંનેને ધારણ કરનાર વીર પુરૂષ સમક્તિરૂપ બખ્તરને ધારણ કરી સંસારરૂપ રણસંગ્રામમાં જયપણાને પામે છે. જેવી રીતે પક્ષીને પિતાની બે પાંખે ઈચ્છિત સ્થાને પહોંચાડે છે તેવી રીતે નિશ્ચળ અને વિસ્તારવાળા શ્રેષ્ઠ તપ અને શમ એ બંને મળીને પ્રાણીને ઈચ્છિત સ્થાને (મેક્ષ સ્થાને) પહોંચાડે છે. ધુરંધર બળદની જેમ ઉત્સર્ગ અને અપવાદ એ બંને મળીને શીલાંગ રૂ૫ રથ પર આરૂઢ થએલા પ્રાણીને ક્ષણવારમાં મેક્ષરૂપ નગરે પહોંચાડે છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયે આલોક તથા પરકમાં નિરંતર ઉદ્યોત-પ્રકાશ કરવા માટે સૂર્ય અને ચંદ્રની જેમ જાગૃત છે. મનની શુદ્ધિ એ આત્યંતર તવ છે અને સંયમ એ બાહા તત્વ છે. તે બંનેને રોગ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી કરીને હે આત્મા ! તે બનેનું તું સેવન કર. જેમ એક ચકવડે રથ ચાલતે નથી અને એક પાંખ વડે પક્ષી ઉઠી શકતું નથી, જેમ દશકની અંદર નવ સુધીની સર્વ સંખ્યાને સમાવેશ થઈ જાય છે, તે જ પ્રમાણે અનેકાંતપક્ષ રૂપી સમુદ્રમાં નદી ઓની જેમ સર્વ એકાંતપક્ષોને સમાવેશ થઈ જાય છે, પરંતુ તુચ્છ એટલે અલ્પ ૧-૨ તા અને બા ધાતુને એકત્ર કરી બ્રા અક્ષર બનાવેલો છે. ૩ અહીંથી આરંભીને ofકારનું વર્ણન આવે ત્યાં સુધી દા એ જોડાક્ષર હોવાથી તેને અનુસરતું વર્ણન કરવામાં આવ્યું છે. ૪ સંબંધ-જોડાક્ષર. ૫ મન, વચન અને કાયાના યોગથી અથવા યોગ-સમાધિથી.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy