SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર મત ત્રીજાય. ૪૨૫ કાવ્ય. ૧૪ दि-ॐ ह्रीं अर्ह णमो बीयबुद्धीर्ण । ય–– દી નો માવતી ગુutવતી માનાણી સ્વાદા ય––પાંચ પાંખડીનું કમલ કરીને, મધ્યમાં અન્યૂ લખીને, પ્રથમ દલે, પૂર્વ દિશાએ આઠ કાર લખીને, દક્ષિણે પાંચ થકાર, ત્રીજામાં પાંચ કાર, થામાં પાંચ ૐકાર તથા પાંચમા દિલમાં પાંચ હ્રીંકાર લખીને, તેના ઉપર વલય દઈને ઋદ્ધિ મન્ત્ર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧ વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ અને મન્વનું સમરણ કરવાથી અને યંત્રને મસ્તકે, ભુજાએ અથવા હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે, વળી મહામખ હોય તે પણ ચારે પ્રકારે બુદ્ધિમાન થાય છે. વળી પવિત્ર થઈને સફેદ વસ્ત્ર પહેરી, સફેદ જયમાલાથી ત્રણે કાળ ૧૦૮ વાર જાપ કરી, દીપ, ધૂપ, ઘી, ગુગલ, કસ્તુરી, કેશર, કપૂર, સુખડ, રતાં જળી, અગર, શિલારસ વગેરેની ઘી મિશ્રિત ગુટીકા ૧૦૮ કરી હમેશાં હેમ કરવાથી અને ત્રણે કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યોથી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે, સંપૂર્ણ વિદ્યા, ગુણ તથા લકમીની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તન્ન–પુષ્યાકે વિદ્યાબ્રાહ્મી, શતાવરી, શંખાવલી, અઘાડા, જાવંત્રી, કેસર, માલકાંકણી, ચિત્રક, અકલગરે અને સાકરનું ચૂર્ણ કરી, સર્વ સમભાગે લઈ સવારમાં ૧૪ વાલ આદુના રસની સાથે ૨૧ દિવસ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. ઈતિ ચતુર્દશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત ચઉદમા કાવ્યની વિધિ આ યંત્ર શુભદ્રવ્યથી શુભયોગે ભેજપત્ર પર લખી, રૂપાના માદળીઓમાં નાખીને, પંચામૃતે પખાલી ગળાના વિષે ધારણ કરવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. વળી આ યંત્રને રૂપાનાં પતરાં પર અષ્ટગંધથી નિરંતર લખી, દીપ, ધૂપ, નૈવેદ્ય તથા ફલથી પૂછ, સફેદ ચંબલીના ફૂલ હમેશાં ચઢાવવાથી નિશ્ચય કરીને મહા બુદ્ધિમાન થવાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૦૦ ૧ માં “ઉજવીને પાઠ છે, જ્યારે માં “વિપુલી ' પાઠ છે. ૨ , ન તથા માં “ પાઠ નથી. ૩ માં વિધિ આ પ્રમાણે છે-“યંત્ર પાસે રાખી ૭ કાંકરી લઈ દરેકને ૨૧ વાર મંત્રી ચારે બાજુ ફેંકવાથી વ્યાધિ, શત્રુ વગેરેને ભય નષ્ટ થાય છે. લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને વાત રોગ નષ્ટ થાય છે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy