SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ મહાગ્ગાભાવિક વસ્મરણ. અથવા–મા' પડ્યાએ-લક્ષમીએ “અત્યા’ અનુરાગ વડે જિનેરશુળે જિન એટલે વિષ્ણુ, તે રૂપ ઈદ્ર એટલે પતિ તેના પ્રભુત્વાદિક ગુણે કરીને “નિવાં સ્થાપન કરેલી વિચિત્ર પુષ્પોની માળાને જે ધારણ કરે છે તે “માનતુ સાભિમાની પુરૂષોત્તમને “ગવર' અ-કૃષ્ણ, તેની વિશા-સ્ત્રી પ્રાપ્ત થાય છે. અથવા–fજન એટલે વિષ્ણુ અને શુદ્ર એટલે સુરેંદ્ર, તેમના શૌર્ય અને ઐશ્વર્યાદિક ગુણે વડે યુક્ત એ જે પરાક્રમી પુરૂષ ઉક્ત વિશેષણવાળી પુષ્પમાળાને કંઠમાં ધારણ કરે છે તે માનતુજ એટલે સાહંકારી પુરૂષને સમગ્ર ભુવનની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અથવા–જે કોઈ પણ પુરૂષ પુષ્પમાળાને ધારણ કરે છે તે લક્ષમીવાળે થાય છે. તથા જે “મા” લક્ષમી વડે યુક્ત પુરૂષ “માચા' ઘણા પ્રકારની રતિક્રીડાની રચનાએ કરીને માધુર્યાદિક ગુણે વડે નિદ્ધાં બાંધેલી એટલે પિતાને વશ કરેલી “વિવિચિત્રપુogi' મનહર વર્ણ-શરીરની કાંતિ, વિચિત્ર-વિશેષ પ્રકારનું તિલક અને પુષ્પ–માલ્યાભરણ વડે ભૂષિત એવી પુષ્પમાળાના જેવી સ્ત્રીને કંઠમાં ધારણ કરે છે એટલે આલિંગન કરે છે તે માનતુ પુરુષની ગણનામાં અગ્રેસર પુરુષને પરાધીન એવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એટલે કે પુષ્પમાળા ધારણ કરવાથી અને ઉત્તમ સ્ત્રીના સેવનથી દરિદ્રી પુરૂષ પણ લક્ષ્મીવાન થાય છે. અથવા –જે પુરુષ સ્વયંવરમાં તેના ગુણોથી રંજન થએલી કુમારીએ સ્થાપન કરેલી, “મા ” રચના વડે “મા” શુભા વડે અને “જુ સુવર્ણના દેરા વડે ગુંથેલી મનહર વિવિધ રંગના પુષ્પોની માળાને–વરમાળાને કંઠમાં ધારણ કરે છે, તે “માનતુ શરીરના પ્રમાણને પામેલા તથા સર્વ શુભ લક્ષણવાળા પુરુષને લક્ષ્મી જેવી રૂપવતી કન્યા “મારા” પરાધીન એટલે કામને આધીન થઈ દૂરથી પણ તેની પાસે પ્રાપ્ત થાય છે. સ્તોત્રના અંતે લક્ષમી શબ્દ મૂક્યો છે તે માંગલિક અને દર્શાવનારે છે. તેથી આ સ્તોત્ર ભણનાર, સાંભળનાર અને વ્યાખ્યાન કરનાર પુરુષોને નિરંતર કલ્યાણ લક્ષમી પ્રાપ્ત થાય છે.-૪૮
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy