SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૨ મહામાભાવિક નવમરણ. દારિદ્રવ્યના એક માત્ર નમુના રૂપ એવા રાજહંસકુમારને પકડીને તે સુભટે રાજસભામાં લાવ્યા. રાજાએ બધા અલંકારે ઉતરાવી લઈને તથા ઠેકાણે ઠેકાણે ફાટી ગએલાં છે એવાં મલીન વસ્ત્રો રાજપુત્રીને પહેરાવીને રાજહંસકુમાર સાથે પરણાવી દીધી. આવું અનિષ્ટ કાર્ય થતું જોઈને મન્નેિ સામંત વગેરેએ રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! કાર્ય કરતાં પહેલાં બહુ જ વિચારીને કાર્ય કરવું જોઈએ કે જે કર્યા પછી પાછળથી પસ્તાવો કરે ન પડે.” રાજાએ કોઈનું પણ નહિ માનતાં કુંવરીને કહ્યું કે –“હે સત્યકર્મવાદિનિ ! સાંભળ. તું કહે છે કે બધું કમથી જ થાય છે તો થોડું ભાતું માર્ગમાં ખાવા સારું લઈને મારી નગરીનો ત્યાગ કર.” આ પ્રમાણે સાંભળીને કુંવરી બોલી કે – "समीहितं जन्न लभामहे वयं ભો ! હોત જો મમ . दिवाऽप्युलूको यदि नावलोकते तदाऽपराधः कथमंशुमालिनः ? ॥२॥" અર્થાત્ –અમે અમારી ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત ન કરીએ તેમાં હિ પ્રભુ ! તમારે દેષ નથી પણ મારા કમને દોષ છે. દિવસે પણ ઘુવડ જે ન દેખે તો તેમાં શું સૂર્યને અપરાધ છે ? નહિ જ. આ પ્રમાણે બલીને પોતાના સ્વામીને હાથ પકડી, આંસુ ભરી આંખે નગરજનેના દેખતાં કલાવતી ત્યાંથી ચાલી નીકળી. માર્ગમાં રાત્રિ પડી, તે વખતે કળિકાળ સમાન હેમન્તઋતુ ચાલતી હતી. કહ્યું છે કે – "निर्दग्धाः कमलाकराः सुमनसो मम्लुः कलावानपि प्रीत्यै नो किल कृष्णवर्त्मसु जनः प्रायेण बद्धादरः। जाडयेनोल्लसितं जगत् सुमहिते मित्रेऽपि यन्मन्दता तन्ननं कलिरेष दुःसहतरः शीतर्तना स्पर्धते ॥२॥" અર્થાત –કમળના સમુહો ઠંડીથી બળી ગયાં, ખીલેલાં પુષ્પો કરમાઈ ગયાં, કલાવાન પુરૂષ આદરવાળે છે તે પણ પોતાના કામથી ધુમસવાળા માર્ગમાં પ્રસન્ન કરી શકતો નથી. તેમ આખું જગત ઠંડીથી શીથિલ થઈ ગયું, વળી માનનીય મિત્રના કામમાં પણ મંદપણું આવી ગયું, ખરેખર આ ઠંડી ઋતુની સાથે અસહ્ય કલીયુગ હરીફાઈ કરી રહ્યો છે. ત્યાં એક ઝાડની નીચે કલાવતીએ ચારે બાજુ ખરી પડેલાં પાંદડાંઓની પથારી કરીને તેના ઉપર રાજહંસકુમારને સુઈ રહેવા માટે વિનંતિ કરતાં કુમારે
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy