SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. પાળવું જોઈએ, અને નિર્મળ તપ કરવું જોઈએ, પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરવું જોઈએ અને ઉત્તમ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. તેમાં પણ જીવને વિષે જે દયારૂપી ધર્મ તે સર્વ ધર્મમાં ઉત્તમ છે. "देविंदचक्कवहि-त्तणाई भुत्तूण सिवसुहमणतं । पत्ता अणंतसत्ता, अभयं दाउण जीवाणं ॥१॥ यो दद्यात् काञ्चनं मेलं, कृत्स्नां चापि वसुन्धराम् । सागरं रत्नपूर्ण वा, न च तुल्यमहिंसया ॥२॥ हंतूण परप्पाणे, अप्पाणं जो करेइ सप्पाणम् । अप्पाण दिवसाण, करण नासेइ अप्पाणम् ॥३॥" અર્થાત્ –જીવોને અભયદાન આપીને અનંત આત્માઓ દેવેન્દ્ર અને ચકવત્તિના ભોગે ભેળવીને અનંત શિવસુખને પામ્યા છે. જે કાઈ ભવ્યાત્મા દાનમાં સોનાને એરૂ આપે અથવા સંપૂર્ણ પૃથ્વી આપે અથવા રત્નથી ભરેલો સમુદ્ર આપે તે પણ તે અહિંસાની સમાન નથી. જે કોઈ બીજાના પ્રાણને હણી પોતાના પ્રાણને બચાવે છે, તે થોડા દિવસના માટે જ થાય છે કેમકે બીજાના પ્રાણોને નાશ કરી ખરેખર તે પોતાને જ નાશ કરે છે. આ પ્રમાણે ગુરૂ મહારાજને ઉપદેશ સાંભળીને પ્રાણાતે પણ નિરપરાધિ જીવને હણ અને હણાવ નહિ એ પ્રમાણે ધનાવહ શેઠે વ્રત લીધું અને જનધર્મને પોતે સ્વીકાર કર્યો, અને હમેશાં ભક્તામર સ્તોત્રનો પાઠ કરવો શરૂ કર્યો. ધનાવહ શેઠે એક દિવસે વિચાર કર્યો કે ઘણું ધન હોવા છતાં પણ જે બહારની ચાલુ આવક ન હોય અને ખર્ચ હમેશાં થયા કરતું હોય તે કઈ એક દીવસે પોતાની પાસેના ધનને સર્વથા નાશ થઈ જાય છે, માટે ગૃહસ્થ ધન વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને વિશેષ ધન મેળવવાની ઈચ્છાથી “સિંહલદ્વીપ' બંદરે જવા માટે પાંચ વહાણે ત્યાં વેચવા લાયક વસ્તુઓથી ભરાવીને શુભમુહૂર્ત નાળિએર વગેરેથી સમુદ્રનું પૂજન કરીને શેઠે પ્રસ્થાન કર્યું. ભાગ્યયોગે શેઠના વહાણો પવનની અનુકુળતાને લીધે બહુ જ થોડા દિવસમાં સિંહલદ્વીપ' બંદરે પહોંચી ગયાં. ત્યાં પહોંચી કેટલાએક દિવસ રહી વ્યાપારાદિવડે ઘણું ધન ઉપાર્જન કર્યું. છેડા દીવસ વીતી ગયા પછી પોતાના વતનમાં પાછા આવવાની ઈચ્છા થઈ, તેથી પિતાનું સઘળું ધન વહાણમાં ભરી દીધું અને પિતાના દેશ ભણી વહાણ હંકારી મૂક્યાં. ચાલતાં ચાલતાં રસ્તામાં એકાએક વહાણ અટકી પડ્યાં. ખારવાઓએ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy