SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ મહામાભાવિક નવસમરણ. અનર્થ કરવાની પ્રેરણા કરનાર સ્ત્રી જાતિને ધિકાર હે ! પુરુષ પણ તેણીને વિષે આસક્ત થએલે પિતાનું ભાન ભૂલીને જડ જેવું બની જાય છે. કહ્યું છે કે “તાવ પુરૂ રતન– स्तावदाकलयति क्रमाक्रमौ । यावदेव न कुरङ्गचक्षुषां। ताडयते चपललोचनाञ्चलैः ॥१॥" संपीडयेवाहिदंष्ट्राग्नि-यमजिह्वाविषाङ्कुरान् । जगज्जिघत्सुना नार्यः, कृताः क्रूरेण वेधसा ॥२॥ संसार ! तव पर्यन्त-पदवी न दवीयसी । ___ अन्तरा दुस्तरा न स्यु-र्यदि रे मदिरेक्षणाः ॥३॥" અર્થાત્ –ત્યાં સુધી જ પુરૂષ સચેતન-ચેતનાવાળો છે, ત્યાં સુધી જ કમાક્રમ સમજે છે કે જ્યાં સુધી હરણ જેવા નેત્રવાળી સ્ત્રીના લોચનના પ્રાંતભાગથી તાડિત થએલ નથી. સર્ષની દાઢા, અગ્નિ, યમની જિન્હા અને વિષ એ સઘળાને પીડીને જ હેય નહિ તેમ જગતને ખાઈ જવાને ઈચ્છતા કુર બ્રહ્માએ સ્ત્રીઓ બનાવી છે. લાલ નેત્રવાળી દુખપૂર્વક તરાય તેવી સ્ત્રીઓ વચમાં ન હોય તો તે સંસાર! તારૂં છેવટનું સ્થાન બહુ દૂર નથી. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પોતાના સામંતો વગેરે સાથે મસલત કરીને ગુણવર્માને પિતાની રાજગાદી સોંપવાનો નિશ્ચય કર્યો. શુભમુહૂર્ત ગુણવર્માને સિંહાસન ઉપર બેસાડીને તીર્થજલ વગેરે સુગંધી દ્રવ્યોથી રાજાએ પોતે ગુણવર્માને અભિષેક કર્યો અને પોતે જટાધારી યોગી થઈને જંગલમાં ચાલ્યા ગયે. ગુણવર્મા પિતાના વડીલ ભાઈની પ્રકૃતિ આમ એકાએક ફરી ગએલી જોઈ આશ્ચર્ય પામ્યો અને વડીલબંધુના વિયોગથી વધારે દુઃખી થયે. પિતાની ઈચ્છા રાજ્ય કરવાની નહિ હોવા છતાં પણ રાજ્યમાં અવ્યવસ્થા ઉત્પન્ન ન થાય, શત્રુઓ આવી પ્રજાને દુઃખ ન આપે તેમ વિચારીને તેણે રાજ્યને સ્વીકાર કર્યો. ગુણવર્મા રાજા થયા પછી હમેશાં ગુરૂના ઉપદેશનું શ્રવણ કરતો, વખતો વખત તીર્થયાત્રા કરતે, પરોપકારી કાર્યો કરતા પિતાને મનુષ્યભવ સફલ કરવા લાગ્યો અને જન ધમની પ્રભાવનામાં વૃદ્ધિ કરવા લાગ્યો. વળી તે પરમજન ગુણવર્મા રાજા પર્વતિથિએ પિતાના પાપોના નિવારણ માટે અતિચાર રહિત સામાયિક પૌષધાદિક વ્રતનું પાલન કરતો શાંતિથી જીવન ગુજારવા લાગ્યા. મન્ચાસ્નાય – () () નવ) gિશુi દ્રઢ વદ્દી નો સમ(૨) પંચવટ્ટી તા ) અરિ પર ઘાવી [] સ્વાદાનું
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy