SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ભકતામર સ્તોત્ર. "पंथसमा नत्थि जरा, दारिदसमो पराभवो नत्थि । ___मरणसमं नत्थि भयं, छुहासमा यणा नत्थि ॥१॥ અર્થાતઃ–પથ સમાન કોઈ ઘડપણ નથી, દારિદ્રય સમાન કોઈ પરાભવ નથી; મરણ સમાન કોઈ ભય નથી અને સુધા–ભૂખ સમાન કોઈ વેદના નથી.” ગુરૂએ કહ્યું કે – "धर्माद् धनं धनत एव समस्तकामाः कामेभ्य एव सुखमिन्द्रियज समग्रम् । कार्यार्थिना हि खल कारणमेषणीयं धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥१॥ અર્થાત્ –ધર્મથી ધન મળે છે, ધનથી જ સઘળા કામ-ભોગના સાધને પ્રાપ્ત થાય છે, કામથી જ ઇન્દ્રિયજન્ય સુખ ઉત્પન્ન થાય છે. કાર્યના અથિએ કારણનો વિચાર કરવો જોઈએ. આ બધાનું કારણ ધર્મ છે, માટે ધર્મ જ લેવો જોઈએ એમ તત્ત્વવેત્તાઓ કહે છે. ભક્તામર સ્તોત્રના ૨૬ મા શ્લોકનું પંચાસરા પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને વારંવાર ચિંતવન કર, શક્તિ પ્રમાણે તપસ્યા કર અને બ્રહ્મચર્યપૂર્વક મહાલક્ષ્મીના મન્ટને જાપ કર. ચનિકે કહ્યું કે –“તે બધું એ પ્રમાણે જ કરીશ” પછી ગુરૂને નમસ્કાર કરીને તે પિતાના કામે લાગી ગયો. ત્યાર પછી હમેશાં તે “સુખ્ય નમો” કલેક બેલીને પાર્શ્વનાથ ભગવાનને વંદન કરી, આઠસો જાપ નમસ્કાર મના કરતે, પરસ્ત્રીને માતા અને બહેન સમાન ગણત, અને જે ગમે તે ચણ મમરાની ફેરી કરવા જતો ત્યાં અગાડી આવેલી શ્રી ઋષભદેવ ભગવાનની ભક્તિ કરવા વાળી મહાલક્ષ્મીની મૂર્તિને જતાં આવતાં નમસ્કાર કરવા જતા. આ પ્રમાણે કરતાં છ મહિના પસાર થઈ ગયા. એક દિવસે મધ્યાન્ડના વખતે મહાલક્ષ્મીના મંદિરે દિવ્ય આભૂષણે ધારણ કરેલી, કેસર વગેરે સુગંધી દ્રવ્યોનું જેણે અંગે વિલેપન કર્યું છે તેવી, તથા મૃદુમૃદુ હાસ્ય કરતી, અને કામવિલા એક સ્ત્રીને અનિકે દીઠી. તે સ્ત્રીએ ચનિકને બોલાવીને પૂછ્યું કે –“હે પિોટલીવાલા! શું કરે છે? ચનિકે જવાબ આપે કે –“હું દેવીને નમસ્કાર કરું છું.” તેણી બોલી કે –“મહાલક્ષ્મીને નમન કરવાથી શું ? મને આપશ્રીની અધાંગના તરીકે સ્વીકારી મહારું જીવન સફળ કરે. ભેગ ભગ, દૌભગ્યને ત્યાગ કરો.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy