SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર. ૩૫૭ અહીંયાં આચાર્ય મહારાજે ચકેશ્વરી દેવીના આરાધનના પ્રભાવથી સોમેશ્વરને બેલાવ્યા, વળી શિવને બોલાવ્યા, બ્રહ્મા તથા વિષ્ણુને પ્રાસાદમાંથી આવતા બતાવ્યા, સૂર્ય–ગણેશ-સ્કન્દ વગેરેને પણ ચાલતા બતાવ્યા, આ પ્રમાણે બધા દેવને પ્રકટ થએલા જોઈને ગામના લોકો પણ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા, વળી શિવને ચંદ્રપ્રભુના જિનમંદિર તરફ પૂજન કરવા જતાં અને નમતાં, તથા સોમેકવરને પૂજન કરીને આઠમા તીર્થકરને નમન કરીને પ્રભુને હાથ માગતાં અને પ્રભુએ તેમને હાથ પકડતાં બતાવ્યા. આ પ્રમાણે બતાવીને છેવટે હરિહરાદિને અદશ્ય થતા પણ બતાવ્યા, પછી આચાર્ય ઉપાશ્રયે પાછા ચાલ્યા ગયા, અને શાસનની મહાઉન્નતિ થઈ. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् । नान्या सुतं त्वदुपमं जननी प्रसूता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥२२॥ સમશ્લોકી સ્ત્રી સેંકડો પ્રસવતી કદી પુત્ર ઝાઝા, ના અન્ય આપ સમ કે પ્રસવે જનેતા ! તાશ અનેક ધરતી જ દિશા બધીય, તેજે સ્કુરીત રવિને પ્રસવે જ પૂર્વ૨૨ કલેકાર્થ –જેમ તારાના સમૂહને તો સઘળી દિશાઓ ધારણ કરે છે, પરંતુ સ્કુરાયમાન તેજસ્વી કિરણોના સમૂહવાળા સૂર્યને તે એક માત્ર પૂર્વ દિશા જ ઉત્પન્ન કરે છે, તેમ સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રને જન્મ આપે છે, પરંતુ આપ જેવા પુત્રને જન્મ આપનારી બીજી કોઈ માતા નથી. [મરૂદેવા જેવી કોઈ ભાગ્યશાળી માતાએ જ તમારા જેવા તીર્થકર પુત્રને જન્મ આપે છે.-૨૨ વાર્તા ૧૪ મી શ્લોક ૨૨ શ્રી ગુડશશ્વપત્તન’ નામના નગરમાં વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્યને શાસ્ત્રાર્થમાં ભુવનમુનિએ જીત્યો હતો. તે બૌદ્ધાચાર્ય મરીને યક્ષ તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં જૈનમુનિથી પામેલા પરાભવને યાદ કરીને જૈન સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. સંઘે દુષ્ટ યક્ષનું દમન કરવા માટે ભક્તામર સ્તોત્રનાં ૨૨ મા લોકની સાધના ૧. વ માં ગામનું નામ “કુંદનપુર” છે, જ્યારે જ માં ગામનું નામ “ નંદનપુર' છે. ૨. ૨, ૩ તથા ૪ માં બૌદ્ધાચાર્યનું નામ “પ્રસાકર' છે. ૩. , વ અને ર માં જનાચાર્યનું નામ “મતિસાગર” છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy