SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મહામાભાવિક નવસ્મરણ. સમશ્લાકી શાલે પ્રકાશ કરી જ્ઞાન તમા વિષે જે, તેવું નહીં હરિહરાદિકના વિષે તે; રત્ના વિષે સ્ફુરિત તેજ મહત્વ ભાસે, તેવુ ન કાચ કકડે ઉજળે ગણારો. ૨૦ લેાકા-હે પ્રભુ ! અનંત પર્યાયવાળી વસ્તુને વિષે પ્રકાશ કરનારૂં જ્ઞાન જેવું તમારે વિષે શેાલે છે તેવું હરિ વિષ્ણુ, હર-મહાદેવ તથા બ્રહ્મા, બૌદ્ધ વગેરે દેવાને વિષે શે।ભતું નથી. કેમકે તે કદાચિત ભયાર્દિક દેખાડીને પેાતાનું નાયકપણું બતાવે છે તે પણ તેએ વિભગજ્ઞાની જ છે, તેથી તેઓના શાસ્ત્રામાં પૂર્વપરને વિરાધ સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, જેવી રીતે ગમે તેવા તેજસ્વી કાચના કકડા હોય તે પણ તેનું દેદીપ્યમાન તેજ વજ્ર, વૈસૂર્ય, પદ્મરાગ અને ઈંદ્રનીલ વગેરે મિણુના તેજ પાસે જરા પણ ગૌરવપણું પ્રાપ્ત કરતું નથી, તેવી જ રીતે તમારા જ્ઞાન પાસે તેનું જ્ઞાન નિષ્ફળ છે-નકામું છે.—૨૦ વાર્તા ૧૨ મી લેાક ૨૦ શ્રી નાગપુર નામના નગરમાં મહીપતિ' નામના રાજા રાજ્ય કરતે હતા. તે રાજાને માનીતા સામદેવ નામના પુરોહિત હતા, તે ગામમાં વિહાર કરતાં કરતાં શ્રી વિજ્યસેનસૂરિ નામના એક જૈનાચા પધાર્યાં. તેઓ હંમેશાં રાત્રિના સમયે ભક્તામરસ્તોત્રના પાઠ કરતા હતા અને તે પાઠના પ્રભાવથી એક વખતે તે ભકતામરસ્તેાત્રના ૨૧ મા શ્લેાકનું ચિંતવન કરતા હતા, તે વખતે ચક્રેશ્વરી દેવીએ પ્રગટ થઇને તેઓને બધી જાતના પ્રશ્નો જાણવાની વિદ્યા આપી હતી. એક દિવસે મહીપતિ રાજા સભા ભરીને બેઠા હતા, તે વખતે પેાતાની રાણીને રહેલા ગભ સંબંધી પેાતાની સભામાં બેઠેલા રાજપુરહિત તથા ત્રીજા પણ જ્યાતિષીઓને રાજાએ પ્રશ્ન કર્યો કે:-મારી રાણીને ગર્ભ રહેલે છે તે તે ગર્ભના જન્મ ક્યારે થશે અને તે પુત્ર હશે કે પુત્રી ? તથા તેના જન્મથી મારે ત્યાં શું થશે ?” રાજાના આ પ્રશ્નના જવાખમાં પુરેાહિત તેમજ બધા જ્યાતિષીએ મૌન રહ્યા તેથી શ્રી વિજયસેનસૂરિને સન્માન સહિત રાજદરબારમાં બાલાવ્યા. રાજાએ તેને વંદન કર્યું અને પેાતાના પ્રશ્ન પૂછ્યો. ૧ ૬ માં રાજાનુ નામ ‘મહિપતસિંહ ’ છે, લ માં રાજાનું નામ ‘ નાગરાજ ' છે, તથા TM માં રાજાનું નામ · રાજસિંહ ' આપેલું છે. ૨ % માં સાધુનું નામ નહી આપતાં એક ‘ શ્રીપૂજ્ય ’એમ લખેલું છે, જ્યારે લ તથા TMમાં સાધુનુ નામ * વિદ્યાનંદી ' આપેલું છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy