SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર. ૩૪૫ મા શ્લોકનું મુનિ મહારાજે એક ચિત્તે ધ્યાન કર્યું, એટલે તત્કાળ ચકેશ્વરી દેવી હાજર થઈ મુનિએ તેણીને કહ્યું કે નરકના દુઃખે બતાવીને કેલિપ્રિય રાજકુમારને પ્રતિબંધ પમાડ. દેવીએ કહ્યું કે “આપ તે બાબતની ચિંતા ન કરશો.” એમ કહી દેવીએ પિતાની દેવી શક્તિથી રાજકુમારને બેભાન બનાવી દીધો અને જાણે તે સ્વપ્તાવસ્થામાં હોય તેમ નારકીના દુઃખ નજરે જોવા લાગ્યો. કોઈ મનુષ્યને યમરાજ મારે છે, કેઈને ધગધગતા લોઢાના સળી ચાંપે છે, તે કેઈને ધગધગતું સીસું ઉકાળીને પાય છે, ન પીએ તો પરાણે મોઢામાં રેડે છે, અને તે મનુષ્યભવમાં કરેલાં કમને આ બદલે છેએમ કહીને વધારે દુઃખ આપે છે. પેલા માણસ બિચારા આ દુઃખમાંથી છુટવા માટે ઘણી આજીજીએ કરે છે પણ યમરાજ તેઓને છોડતા નથી. આ બધાં દશ્યો જોઈને રાજકુમાર ભય પામ્યા અને પાપના ફલ પ્રત્યક્ષ દેખીને ધ્રુજી ઉઠ્યો; પછી દેવીએ તેને હોશમાં આણ્યો. પછી ગુરૂ મહારાજે પૂછયું કે:-“ભાઈ ! પાપના ફલ જોયા કે નહિ?” કેલિપ્રિય બોલ્યો કે –“ભગવાન ! બધું જોયું, અને પિતાને ધર્મનું રહસ્ય સમજાવવા વિનંતિ કરી.” ગુરૂ મહારાજે ચોગ્ય શબ્દોમાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, પછી રાજકુમારે ગૃહસ્થના સમકિત મૂલ બાર વ્રત ગુરૂપાસે ઉચર્યા અને ચિરકાલ રાજ્ય પાળી સ૬ગતિનું ભાજન થયો. ગુ. સૂ. 9. મન્નાસ્નાયઃ— ___ॐ ह्रीं उग्गतवचरणचारीणं ॐ ह्रीं दित्ततवाणं ॐ ह्रीं तत्ततवाणं ॐ ह्रीं पडिमापडिवन्नाणं नमः स्वाहा ॥ -વિદ્યાવિની વિદ્યા in વિધિ–આ મંત્ર આખો મોઢે કરીએ, પછી જે કોઈને ભૂત પ્રેતને દેષ લાગ્યો હોય તેને આ મંત્રથી મોરપીંછાં વડે ૧૦૮ વાર ઝાડો દીજે-ઉંઝીએ તે દેષ ટલે. શીતજવર, ઉષ્ણવર પ્રમુખ સર્વવરને નાશ થાય. વળી આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંતરીને ચારે બાજુની ભિતએ તે મંતરેલું પાણી છાંટીએ તે મરકી વગેરે ઉપદ્રવને નાશ થાય. नित्योदयं दलितमोहमहान्धकारं गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति विद्योतयजगदपूर्वशशाङ्कबिम्बम् ॥१८॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy