SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર. ૩૩૯ પછી દેવીએ ચન્દ્રથી પણ ઉજવલ અને ઝેરનું હરણ કરનાર એ હાર અને બીજો હાર કે જે દિવ્ય પુપેનો બનેલો હતો તે આખે તથા ગુરૂની પાદુકા આપી અને કહ્યું કે –“આ હારને તું મુનિસુવ્રતસ્વામીના કંઠમાં આરોપણ કરીશ, એટલે તે કોઈપણ સમયે કરમાશે નહિ.” શ્રી મુનિસુવ્રતસ્વામીની પૂજા અને વંદન તું શ્રી પાર્શ્વનાથસ્વામીની પૂજા અને વંદન કરે છે તેવી જ રીતે કરજે તો તેનું પણ તે પ્રમાણે જ ફલ મલશે. કારણ કે તે બંને જિનેશ્વર સમાન હોવાથી હારનું ફલ પણ સમાન જ મલશે અને આ પાદુકાને તું જેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્ય ગુરૂને નમન વંદન કરે છે તેવી રીતે કરજે, એટલે તે પણ તેટલું જ ફલ આપશે. અને આ જે હાર છે તે તારા કંઠમાં પહેરજે. મારા અર્પણ કરેલા હારના મધ્યમાં રહેલા મણિની અંદરથી પ્રગટ છે મહિમા જેઓને એવા શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા સર્વસમક્ષ પ્રગટ થશે એમ કહીને ચકશ્વરીદેવી અદશ્ય થઈ ગયાં.” - સવારના સમયે સાસરા વગેરેને જાણવામાં આ બધે વ્યતિકર આવ્યો. ડાહીએ પારણું કર્યું અને અનુક્રમે બધા ભૃગુકચ્છ નગરે પહોંચ્યાં. તેણીએ શ્રી મુનિ સુવ્રતસ્વામીના ગળામાં હાર આરોપણ કર્યો, માલા હંમેશાં નહિ કરમાતાં એવીને એવી રહેતી, ગુરૂપાદુકાને તે હમેશાં વંદન કરતી, હારથી અનેકના ઝેર ઉતાર્યા, સત્યક શેઠની કન્યાને આ સર્વ સત્ય પ્રભાવ પ્રત્યક્ષ જોઈને શ્વસુરપક્ષના બધાં માણો દઢ ધમી બન્યા. ભકતામર સ્તવનના પ્રભાવથી ડાહી સુશ્રાવિકાએ ચિરકાળ સુધી સંસાર સુખ ભોગવ્યાં. ગુ. સૂ. 9. મંત્રાસ્નાય:-- ॐ ह्रीं आसीविसलद्धीणं ॐ ह्रीं खीरासवलद्धीणं ॐ ह्रीं महुयासवलद्धीणं ॐ ह्रीं अमिआसवलद्धीणं नमः स्वाहा ॥ -વિપત્તિી વિદ્યા વિધિ–જ્યારે કોઈ પણ માણસને ઝર ચઢવું હોય ત્યારે આ મંત્રથી ૧૦૮ વાર પાણી મંત્રી પાવાથી ઝેર ઉતરી જાય છે. બીજ મંત્રઃ ___ ॐ ह्रीं श्रीं क्लीं असिआउसा चुलु चुलु कुलु कुलु मुलु मुलु इच्छियं मे कुरु -ત્રિભુવનદામિની વિદા વિધિ—પ્રભાત સમયે ઉઠીને સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી મુંગાની (પ્રવાલની) જપમાલાથી નિત્ય ૩૦૦૦ ત્રણ હજાર જાપ કરીએ તે મનવાંછિત સિદ્ધ થાય. चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि-. नतिं मनागपि मनो न विकारमार्गम् ।
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy