SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર, ૨૭ सम्पूर्णमण्डलशशाङ्ककलाकलाप शुभ्रा गुणास्त्रिभुवनं तव लक्चन्यन्ति । ये संश्रितास्त्रिजगदीश्वर ! नाथमेकं कस्तान निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥१४॥ સમશ્લોકી સંપૂર્ણ ચંદ્ર તણી કાંતિ સમાન હાર, રૂડા ગુણે ભુવન ઐણ ઉલ્લંઘનારા ! રૈલોક્યનાથ તુજ આશ્રિત એક તેને, સ્વેચ્છા થકી વિચરતાં કદી કોણ રોકે ? –૧૪ લોકાર્થ –હે ત્રિલોકના નાથ ! પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ જેવા ઉજવળ તમારા ગુણ આખા ત્રણ જગતને વ્યાપીને રહેલા છે; તે યંગ્ય જ છે. કારણ કે જેઓ અદ્વિતીય-સમર્થ સ્વામીના આશ્રિત હોય તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે સર્વત્ર ફરી શકે છે, તેમને કોઈ પણ રેકવા સમર્થ નથી. અર્થાત્ ત્રણ જગસૂના સર્વ છે આપણા ગુણનું કીર્તન કર્યા કરે છે. વાર્તા ૭ મી બ્લેક ૧૩-૧૪ શ્રી અણહિલપુર પાટણની અંદર “સત્યક નામનો એક ધનાઢ્ય વ્યાપારી રહેતા હતા, તેના ગુરૂનું નામ શ્રી હેમચંદ્રાચાર્યું હતું. તે સત્યકને બધી કલાઓમાં નિષ્ણાત અને ગુણસંપન્ન “ડાહી” નામની એક ચતુર પુત્રી હતી. તે કન્યા આઠ વર્ષની થઈ ત્યારે શ્રી પંચાસરા પાર્શ્વનાથન દેરાસરમાં દર્શન કરવા અને ગુરૂને વંદન કરવા સત્યકની સાથે ગઈ. ગુરૂ મહારાજે આત્મહિતકર બંધ આપે અને ભકતામરસ્તોત્રનું માહાસ્ય બતાવ્યું, તે દિવસથી સત્યકને અને ડાહીને ભકતામર પર શ્રદ્ધા બેઠી અને તે સ્તોત્ર મુખપાઠ કરી લીધું, તથા બંનેએ એવી પ્રતિજ્ઞા કરી કે અશુદ્ધિ ટાળી તે સ્તોત્રને નિયમિત ત્રિકાળ પાઠ કરવો. સમયના વહેવા સાથે ડાહી યૌવનવયને પ્રાપ્ત થઈસત્યક શ્રેષ્ઠિએ તેણીનાં લગ્ન બૃગુકચ્છના રહેવાસી કોઈ એક ગૃહસ્થ સાથે કર્યા. ડાહી પોતાના લગ્ન ગકચ્છ કરેલાં હોવાથી પોતાના પિયેરથી થોડાં માણસે સાથે લઈબ્રગકચ્છ જવાને નીકળી. રસ્તામાં બપોરના સમયે બધાં સાથેનાં માણસો ભોજન કરવા બેઠાં, પરંતુ ૧. અને માં શહેરનું નામ “પણ” છે. ૨. ર અને પ માં શેઠનું નામ “સત્યવાન છે. ૩. માં “પચાસરા પાર્શ્વનાથ દેરાસરના બદલે “શહેરની બહાર ધર્મસ્થાનમાં” પાઠ છે. ૪ અને ૫ માં આ પ્રમાણે કથા છે:-“ડી વાર થઈ એવામાં ૧૫-૨૦ હથીઆરબંધ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy