SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસરણ. શ્ર્લાકાર્થ-ડે પ્રભુ ! અનિમેષ દૃષ્ટિ વડે નિરંતર દર્શન કરવા ચૈાગ્ય આપના સ્વરૂપને એક વાર જેયા પછી મનુષ્યની દૃષ્ટિ ખીજે કોઇ સ્થળે સતાષ પામતી નથી. ચન્દ્રના કિરણેાના જેવા ઉજ્જવલ ક્ષીરસમુદ્રનું જલપાન કર્યાં પછી લવણુસમુદ્રનું ખારૂં પાણી પીવાની કાણુ ઈચ્છા કરે ? ફાઈ ન કરે.-૧૧ વાર્તા. ૫મી શ્લોક ૧૦–૧૧ શ્રીઅણહિલપુરપાટણ નામના ભવ્ય અને સુંદર શહેરમાં ન્યાયી, નીતિપરાયણ અને ચૌલુક્યવંશમાં ઉત્પન્ન થએલેા કુમારપાલ' નામના રાજા રાજ્ય કરતા હતા, તેને ભેાપલા ( ભેાપલદેવી ) નામની રાણી અને વાગભટ નામના મહામાત્ય હતા. શ્વેતામ્બારાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિના ઉપદેશથી રાજા પરમજૈન થયા. તે જ નગરમાં કંઈ નામના એક ગરીબ વણિક રહેતા હતા, તે પેાતાનાં પૂર્વનાં કાઈ લાભાંતરાય કર્મના ચેાગે ઘણી જ દરિદ્ર અવસ્થા ભાગવતા હતા અને દુઃખમાં જ જીવન પસાર કરતા હતા. ૩૩૧ કરતા શ્રીહેમચદ્રસૂરિ નામના શ્વેતામ્બરાચાર્ય એક દિવસ વિહાર કરતા શહેરમાં પધાર્યા, ગુરૂ મહારાજનું આવાગમન સાંભળી કંપી તેએની પાસે ધર્મદેશના શ્રવણ કરવા ગયા. ગુરૂમહારાજે વ્યાખ્યાનમાં પ્રભુસ્તુતિના અલૌકિક પ્રભાવનું વર્ણન કર્યું, જે તરફ કપર્દિનું ખાસ લક્ષ ગયું. ઉપદેશને સમય પૂરો થતાં શ્રોતાઓ પોતપેાતાના સ્થાનકે ગયા. પછી કપર્દીએ ગુરુમહારાજને પુછ્યું કેઃ-‘કૃપાળુ દેવ ! આજના વ્યાખ્યાનમાં આપશ્રીએ પ્રભુસ્તુતિના મહિમા કહ્યો તે ઠીક છે, પણ તેવી સ્તુતિને માટે શું કરવું જોઇએ ? શા વડે સ્તુતિ પ્રાપ્ત થાય તે કૃપા કરી સમજાવશે તે મારા ઉપર મેટો ઉપકાર થશે; કારણકે હું જન્મથી જ રિદ્રી હોવાથી આજીવિકા અર્થે જ મારા બધા કાળ વ્યતિત કરૂં છું એટલે મને ખીજું કાંઈ પણ જ્ઞાન નથી. માટે મને કાંઈ એવા રસ્તા બતાવે! કે જેનાથી હું પ્રભુસ્તુતિ કરી મારા આવતા જન્મને સુધારૂં. આ જન્મ તા ધામીના કૂતરાની માફક જ પરિપૂર્ણ થાય એમ જણાય છે.” આટલું ખેલતાં ખેલતાં તે કંપીની આંખમાં આંસુ આવી ગયાં, અને તેથી તે વધારે ખેલી શમ્યા નહિ. આવી સ્થિતિમાં કઢીને જોઈ હેમચન્દ્રાચાર્ય એ કહ્યું કેઃ—ભાઇ ! ગરીબાઈ-નિર્ધનાવસ્થા પ્રાપ્ત થવી એ પૂર્વકૃત કર્મનું ફળ છે અને એવી ૧. માં રાજાનુ નામ નથી, ૬ માં રાજાનુ નામ પ્રજાપાલ' છે તથા ૫ માં રાજાનુ નામ ‘અરિમન’ છે. ૨. , લ, અને માં શેઠનુ નાથ ‘કમદી' છે, જે વાસ્તવિક નથી, કારણકે કપટ્ટી શેઠ પાટણમાં હતા તે વાત ઇતિહાસ પ્રસિદ્ધ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy