SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંતિકર સ્તવન અર્થાત–તેઓ (શ્રીકુંથુનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ગંધર્વ નામના યક્ષને શ્યામવર્ણ, હંસવાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં વરદ અને પાશ શોભે છે તથા ડાબા બે હાથમાં બીરું અને અંકુશ છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૦ ___'तत्तीर्थोत्पन्नं यक्षेन्द्रयक्षं षण्मुखं त्रिनेत्रं श्यामवर्ण 'शम्बरवाहनं द्वादशभुजं मातुलिङ्गबाणखड्गमुद्गरपाशाभययुक्तदक्षिणपाणि नकुलधनुश्चर्मफलकशूलाडशाक्षसूत्रयुक्तवामपाणि चेति ॥१८॥ અર્થાત્ તેઓ (શ્રી અરનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા યાઁદ્ર નામના યક્ષને શ્યામવર્ણ, છ મુખ, ત્રણ નેત્ર, શંખ (શંબર ) વાહન અને બાર ભુજા છે. તેમાં જમણા છ હાથ બીજોરું, બાણ, તલવાર, મુદુગર, પાશ અને અભયથી વિભૂષિત છે તથા ડાબા છ હાથમાં નળીઓ, ધનુષ, ચામડાની ઢાલ, શૂળ, અંકુશ અને જપમાળા શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૧ 'तत्तीर्थोत्पन्नं कुबेरयक्ष चतुर्मुखमिन्द्रायुधवणे गरुडवदनं गजवाहनं अष्टभुजं वरद'पाशचापशूलाभययुक्तदक्षिणपाणिं बीजपूरकशक्तिमुद्गराक्षसूत्रयुक्तवामपाणि चेति' ॥१९॥ અર્થાત–તેઓ (શ્રીમલ્લિનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા કુબેર નામના યક્ષને ઈન્દ્રાયુધ જેવો (મેઘધનુષ જેવ) વર્ણ, ચાર મુખ, ગરૂડવદન, હાથીનું વાહન અને આઠ ભુજા છે. તેમાં જમણ ચાર હાથમાં વરદ, પાશ (પરશુ), શૂળ અને અભય શોભે છે તથા ડાબા ચાર હાથ બીજોરું, શક્તિ, મુદુગર અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૯૨ 'तत्तीर्थोत्पनं वरुणयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्ण वृषभवाहनं जटामुकुटमण्डितं अष्टभुजं मातुलिङ्गगदावाणशक्तियुतदक्षिणपाणि नकुलकपद्मधनुःपरशुयुतवामपाणिं ઐત્તિ' પર. અર્થાત–તેઓ (શ્રી મુનિસુવ્રતસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા વરૂણ યક્ષને ધવલવણ, ચાર મુખ, ત્રણ નેત્ર, વૃષભવાહન, જટામુકુટમંડિત અને આઠ ભુજ છે. તેમાં જમણું ચાર હાથમાં બીજારું, ગદા, બાણ અને શક્તિ શોભે છે, તથા ડાબા ચાર હાથ નળીઓ, કમળ, ધનુષ અને પરશુથી વિભુષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૩ ___'तत्तीर्थोत्पन्नं भृकुटियक्ष चतुर्मुखं त्रिनेत्रं हेमवर्ण वृषभवाहनं अष्टभुजं मातुलिङ्गशक्तिमुद्गराभययुक्तदक्षिणपाणि नकुलपरशुवज्राक्षसूत्रवामपाणि चेति' ॥२१॥ १ शङ्ख इति पाठान्तरम् । २ वरदपरशु इत्यपि पाठः ।
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy