SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયકર નૃ૫ કથા ૨૨૭ દેવીઓએ નવ દિવસ સુધી પોતાના પુત્રની જેમ મારી આગતા સ્વાગતા કરી. અહીં [ આ દેરાસરમાં ] દેવની સાથે રહીને દશ દિવસ સુધી મેં પિતે જ પૂજા કરી છે. તે લોકોએ મને જે દિવ્ય આહારનું ભોજન કરાવ્યું, તેનું સ્વરૂપ કહી શકાય તેમજ નથી. આવા પ્રકારની ત્યાંની ઋદ્ધિ જોઈને મારી પુણ્ય તરફ વિશેષ રૂચિ થઈ. પછી મેં કહ્યું કે-“હે ધરણેન્દ્ર! મને મારા નગરે મોકલી દ્યો, જેથી હું પુણ્ય કરી શકું.” પછી ધરણેન્દ્ર પિતાના હાથમાં પહેરેલી વીંટી મને આપી અને કહ્યું કે “આ મુદ્રિકા ભજનના ભાજન પર રાખવાથી ઘણા મનુષ્યને ભોજન આપવાના પ્રભાવવાળી છે, [અને] જ્યારે વિશેષ પુણ્યનું કામ હોય ત્યારે પ્રાતઃકાળે નમસ્કાર મન્ત્ર તથા ઉપસર્ગહર સ્તોત્રની શરૂઆતની ત્રણ ગાથાનું ત્રણ વાર સ્મરણ કરીને, આંગણામાં આવીને વીંટી આકાશમાં ઉછાળવાથી પ૫૫ પાંચસે પંચાવન માણસ ભોજન કરી લેશે ત્યાંસુધી વીંટી આકાશમાં રહેશે.” આ સાંભળીને અત્યંત પ્રમુદિત (રાજી) થએલા એવા મેં બહુમાનપૂર્વક તે વીંટી ગ્રહણ કરી. પછી તેણે (ધરણે) પોતાના દેવની સાથે દિવ્ય ઘડા મારફત (મને) અહીંયાં મોકલ્ય; પરંતુ તમે સામા આવ્યા તેથી મને આશ્ચર્ય થયું. પ્રધાને કહ્યું કેપ્રભુના અધિષ્ઠાયક દેવની વાણીથી, આપનું પાતાલ ગમન, કમાડનું ઉઘાડવું, અહીંયાં પાછું આવવું, એ બધું અમે જાણ્યું હતું.” પછી રાજા બેલ્યો-સભાની સમક્ષ, પુણ્યનાં ફલરૂપ, દેવતાઓને જે સુખો છે, તે કહેવાને કોણ સમર્થ થઈ શકે? કહ્યું છે કે – દેવલોકમાં દેવતાઓને જે સુખ છે, તે એક જીભથી તે શું, પરંતુ કદાચ માણસને સે જીભ હોય અને તે સો વર્ષ સુધી વર્ણન કર્યા કરે, તો પણ માણસ તે સુખનું વર્ણન કરી શકતો નથી.”—૨૬૭ - તેથી હું હવે પુણ્ય જ કરીશ. મંત્રિ બેલ્યો-રાજાને તો હમેશાં પુણ્ય જ હોય છે. કારણ કે - ન્યાય, દશને, ધર્મો, તીર્થસ્થાને અને સુખસંપત્તિ જેના આધારે પ્રવ છે તે પૃથ્વીપતિ જય પામો.” વળી–“પ્રજાના પુણયને છઠ્ઠો ભાગ તેનું (પ્રજાનું) રક્ષણ કરનાર રાજાને મળે છે અને જે રક્ષણ ન કરે તો પ્રજાના પાપને છઠ્ઠો ભાગ રાજાને મળે છે.”-ર૬૮,૨૬૯ પછી રાજાએ જિનમંદિર વગેરે સાતે ક્ષેત્રોમાં ધન વાપર્યું. તે સાત ક્ષેત્ર આ પ્રમાણે – "जिणभुवणे जिबिंबे पुत्थयलिहणे चउविहे संधे। जो ववइ नियन्व्वं सुकन्यथा ते अ संसारे ॥२७॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy