SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ મહામાભાવિક નવમરણ. માફક કેવું કામ કર્યું હશે ? તેથી હવે પછી મારે કોઈની પણ નિંદા કરવી નહિ. કારણકે – "परनिन्दा महापापं, न भूतं न भविष्यति आत्मनिन्दासमं पुण्यं, न भूतं न भविष्यति ॥१९२॥ પરનિંદા જેવું મોટું પાપ બીજું થયું નથી અને થશે પણ નહિ, તેમ જ પોતાની નિંદા જેવું પુણ્ય બીજું થયું નથી અને થશે પણ નહિ.” ૧૯૨ [વળી] પર્વતને માથાથી તોડવા ઈચ્છતા હોય તેના જેવી, સુતેલા સિંહને જગાડવા ઈચ્છતા હોય તેના જેવી અને ત્રિશૂળના ઉપર પ્રહાર કરવા જેવી, ગુરૂઓની –મેટા પુરૂષોની આશાતના સમજવી.”—૧૯૩ [ આ પ્રમાણે ] પ્રિયંકરની ચોથી સ્ત્રી યશોમતિ થઈ. પ્રિયંકર જિનમંદિરમાં નિરંતર પૂજા કરતો હતે. એક વખતે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને, ચિત્યવંદન કરીને ઉત્તમ રીતે આ પમાણે નમસ્કાર કરવા લાગે – "कल्याणपादपवनं प्रभावभवनं रजःशमनम् । स्तोमि दयोदधृतभुवन पाश्वजिनं सुरकृतस्तवनम् ॥१९४॥ उपसर्गहरस्तवनं वनेऽपि ते स्मृतिपथं नयन्ति यके । अरिकेसरिकरिशङ्का न स्यात् तेषां सुपुण्यवताम् ॥१९५॥ सश्रीकं वसुधाधारं, प्रभूतविषयापहम् ।। प्रगुणश्रीरुचिं वन्दे, मध्याक्षरगुरुस्तवम् ॥१९६॥ जय जय पार्श्व! जिनेश्वर ! नेश्वर इह कोऽपि तव गुणान् वक्तुम् । त्वन्नाम सुरमणिसमं रमणीयं श्रीपदकमलम् ॥१९७॥" કલ્યાણરૂપી વૃક્ષના વન સમાન, પ્રભાવના સ્થાનરૂપ, (કર્મ રૂપી) રજને શાંત કરનાર, કરૂણાથી જગતનો ઉદ્ધાર કરનાર અને દેવતાઓ વડે સ્તુતિ કરાએલા એવા હે શ્રી પાર્શ્વનાથ પ્રભુ હું આપની સ્તુતિ કરૂં છું.-૧૯૪ જે પુણ્યશાળીઓ ઉપસર્ગહર સ્તોત્રનું સ્મરણ કરે છે, તે પુણ્યશાળીઓને વનમાં પણ દુશ્મન, સિંહ કે હાથીને ભય લાગતો નથી.–૧૫ લક્ષ્મી (ભા) એ કરીને સહિત, જગતના આધાર રૂપ, મોટા મોટા વિષેને નાશ કરનાર, ઉત્તમગુણે રૂપી લક્ષમીને ચાહનાર અને મધ્યાક્ષર યુક્ત મોટા ગુણોવાળા (શ્રી પાર્શ્વનાથ પ્રભુ)ને હું વંદન કરું છું-૧૯૬ હે પાર્શ્વ પ્રભુ આપ જયવંતા વ! જયવંતા વોં! આપના ગુણોને કહેવાને કોઈ પણ સમર્થ નથી. આપનું નામ ચિંતામણિ સમાન સુંદર તથા આપના ચરણ કમળો લક્ષ્મીને આપનારા છે.”— ૧૭
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy