SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્રાભાવિક નવસ્મરણ, બ્રાહ્મણ આલ્યા કેઃ–[ હું સજ્જન ! ] મારૂં મન કાઇ પણ ઠેકાણે માનતું નથી, ઉત્તમ સ્ત્રીઓને ઉત્તમ ઘરમાં જ રાખવી યેાગ્ય છે; તેથી આ મારૂં કામ કર !” ૧૯૬ કુમારે કહ્યું કે:-“હે દ્વિજોત્તમ! કેવળ તમારા આગ્રહથી મારૂં મન નહિ હેાવા છતાં પણ માત્ર પાપકાર માટે જ તમારી પ્રિયાનું હું મારે ઘેર રક્ષણ કરીશ, પરંતુ તમારે કાર્ય પતીને જલદી પાછા આવવું. બ્રાહ્મણ હર્ષિત થઈને મેલ્યેા કે: “હું પુરુષાત્તમ!] કાશીના રહેવાસી, કાચપ ગેાત્ર, કામદેવ પિતા, કામલદેવી માતા, કેશવ નામનેા, કરપત્ર( છરી ) જેના હાથમાં છે એવે, કષાય રંગના વસ્ત્રવાળા-આ સાત કકારની જે એધાણી આપે તેને આ શ્રી અર્પણ કરજે!” આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ ચાલતા થયે!. કુમારે આશીર્વાદ આપીને કહ્યું કેઃ—— " तव वर्त्मनि वर्ततां शिवं पुनरस्तु त्वरितं समागमः । થિ સાધય સાધયેખિત, મળીયાઃ સમયે વયં યઃ !॥૨૭॥ [હું વિપ્ર !] તમને તમારા મા સુખરૂપ થાઓ, તમારા સત્વર ફરી મેળાપ થાએ!! તમારા કાર્યાંમાં તમે સફળ થાઓ અને અવસરે અમને સંભારીને તુરત પાછા આવે.’’ જ્યારે તમે અહીં આવશે। ત્યારે જ આ તમારી ભાર્યો હું તમને સેાંપીશ. ત્યારબાદ ત્રણ દિવસ વીતી ગયા પછી તેના જેવા જ રૂપવાળા, તેટલી જ ઉમરના, તે જ નામવાળા, તેના જેવા જ વવાળા, તે કકારાદિ સાત એંધાણી બતાવતા, તે જ વાણીવાળા, તેવા જ નેત્રવાળા અને તેવા જ મુખવાળા બ્રાહ્મણ આવ્યેા. કુમારે તેને પ્રશ્ન કર્યાં કેઃ–“હે વિપ્ર ! તું તરત જ પા! કેમ આવ્યેા ? શા કારણથી ત્યાં ગયા નહિ? તે એસ્થેા કે “સારા શકુન નહિ થવાથી તથા સ્વજનાએ નિષેધ કરવાથી, તથા સમુદ્રમાર્ગે જતાં વહાણુ ડુબવાના ભયથી જીવનને જોખમમાં નાખવાની શંકાથી હું પાછા આવ્યા, [કારણકે] જીવનને સશયમાં નાખી ધન કમાવવાથી પણ શું? કહ્યું છે કેઃ “જે ધન મેળવતાં શત્રુઓને પ્રણામ કરવા પડતા હોય, ધર્મોની મર્યાદાના લેાપ થતા હાય અને અતિ ક્લેશ થતા હાય, તેવા દ્રવ્યનું મને પ્રયાજન નથી.’–૧૭૧ હું કુમાર ! બીજાના દુઃખથી કાયર થઈને હું ત્યાં ન ગયા. અહીંયાં આપના જેવા ભાગ્યશાળીઓ છે, તેમના આશ્રયથી હું મારા નિર્વાહ ચલાવીશ. આ પ્રમાણે ખેલીને સ્ત્રીને લઈને તે ત્યાંથી ચાલ્યા ગયા. પછી કેટલાક મહિનાઓ વીતી ગયા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy