SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ મહામાભાવિક નવસ્મરણ. કેટલાક દિવસે આવાસ તૈયાર થઈ ગયે. વિજય મુહૂર્તમાં ઘરની ડાબી બાજુએ દેવાલયની સ્થાપના કરીને, શ્રી સંઘ વાત્સલ્ય (સંઘની ભક્તિ), ગરીબોને દાન વગેરે આપીને, ધનદત્ત શેઠ પિતાના પરિવાર સહિત નવા આવાસમાં રહેવા લાગ્યો. ત્યાં રહેતાં ત્રણ દિવસ થયા પછી ચોથા દિવસની રાત્રિએ ધનદત્ત ઘરની અંદર નિરાંતે સૂતો, સવારમાં જાગે ત્યારે તેણે પોતાને આંગણામાં પલંગ પર સૂતેલો જોયો અને આકાશમાં તારા ઉગેલા પણ જોઈને ધનદત્ત વિસ્મય પામે. બીજા દિવસે પણ નમસ્કાર મંત્ર અને ઈષ્ટ દેવતાના સ્મરણ પૂર્વક તે જ નવા આવાસમાં બંને બારણા બંધ કરીને તે સૂઈ ગયે, (પરંતુ) સવારમાં તે જ પ્રમાણે પિતાને બહાર સુતેલો જોઈને તે ચિંતાતુર થયો. ત્રીજે દિવસે પણ રાત્રિએ ધૂપ ઉવેખીને સૂઈ ગયો તો પણ તેમજ થયું. આથી તે મનમાં બહુ જ ખિન્ન થઈ ગયો. તેના કુટુંબમાંથી કોઈ પણ ત્યાં સૂઈ રહેતું, તે પણ સવારમાં આંગણામાં જ સુતેલું જોવામાં આવતું. આ પ્રમાણે થવાથી બધા માણસો ભયભીત થઈ ગયા અને તે આવાસમાં કઈ પણ શયન કરતું ન હતું. ધનદત્તે જાણ્યું કે–આ આવાસમાં કોઈ પણ દુષ્ટ વ્યંતરનો વાસ હોવો જોઈએ. કેટલાયે મંત્રશાસ્ત્રના જાણકારોને તે સંબંધમાં પૂછ્યું-તે બધા જેમ જેમ મંત્રોપચાર કરવા લાગ્યા, તેમ તેમ વિશેષ કરીને ક્રોધે ભરાએલે વ્યંતર આવાસમાં જનાર માણસના શરીર ભાગવા લાગ્યો (તથા) પુરુષ અને સ્ત્રીઓના પરસ્પર વેષ પરાવર્તન કરાવવા લાગ્યો. આ કારણથી ધનદત્ત શેઠ મનમાં વિચારવા લાગ્યો કે-લક્ષ ધન ખરચીને કરેલ આ આવાસ નકામો થયો અર્થાત્ મારા લાખ રૂપિયા ખરચવાનું કાંઈ પ્રયજન રહ્યું નહિ. ચિંતામગ્ન થએલા એવા દરવાજાની બહારના ઓટલા ઉપર બેઠેલા એ ધનદત્તને પ્રિયંકરે પૂછયું કે –“ શેઠ!] હમણું તમે ચિંતાતુર કેમ દેખાઓ છે?” શ્રેષ્ઠિએ કહ્યું કે હે પુરૂષ! કહ્યું છે કે – "चिंता दहइ सरीरं, रोगुप्पत्ती अ चित्तविन्भमओ। चिंताए दुबलत्तं, निदाणासो अभुक्खाय ॥१५॥ ચિતા શરીરને બાળે છે, ચિંતાથી રેગની ઉત્પત્તિ થાય છે; ચિંતાથી દુર્બલતા. નિદ્રાને નાશ તથા ભુખને નાશ થાય છે.” કુમારે કહ્યું કે –ચિંતા કરવાથી શું? કેમકે – "जं चिय विहिणा लिहियं तं चिय परिणमइ सयललोअस्स । इय जाणिऊण धीरा विहुरे वि न कायरा हुंति ॥१५६॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy