SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. “મગનું પાણી ત્રિદોષને શાંત કરનારું, રેચક, શરીરના અવયને શુદ્ધ કરનારું, મેળું, રસ વગરનું, તીખું અને તાવનો નાશ કરનારું છે.” તેથી રાજાએ રૂચિ વગર પણ મગનું પાણી અને ઔષધિનું પાણી લીધું. તે ઉપર વળી વૈધે માથાના દુઃખાવાને દૂર કરનારી પિત્તનું શમન કરનારી એલચી આપી કેમકે – "एला तिक्तोष्णलध्वी स्यात् , कफवायुविषप्रणुत् । वस्तिकण्डुरुजो हन्ति, मुखमस्तकशोधिनी ॥१३॥ ઈલાયચી તિંખી, ગરમ અને હલકી છે; [અને] તે કફ અને વાયુના વિકારને દૂર કરનારી છે, ખસ તથા ખરજના દેષને હણનારી તથા મુખ અને મસ્તકને શુદ્ધ કરનારી છે.” બીજા દિવસે સ્વસ્થ થએલા રાજાએ સભામાં બેઠા બેઠા કહ્યું કે-સિદ્ધ પુરૂષનું વચન સાચુ પડ્યું. પછી મંત્રિ, પોતાના કુટુંબ તથા સગા સંબંધીઓને બોલાવીને વિચાર કરવા લાગ્યો કે-આ કુમાર પિતાનું ભાગ્ય જાણતો નથી. (પરંતુ) તેને રાજ્ય જરૂર મલશે જ. તેથી મારી પુત્રી વસુમતી નામની જે છે, તે જે તમારી બધાંની સંમતિ હોય તે, એની સાથે પરણાવીએ. (કારણ કે) પછીથી એની સગાઈને લીધે આપણે તથા આપણા સંતાનોને પણ સુખ ઉત્પન્ન થશે. પછી બધાએ બોલ્યા કે –“(હે સ્વામિન !) આપનું વચન યોગ્ય જ છે.” પછી તે પતિલપતિએ શુભમુહૂતે પોતાના કન્યારત્નનું પ્રિયંકરની મરજી વિના પણ તેની સાથે પાણિ ગ્રહણ કર્યું. (અને પહેરામણીમાં) પુષ્કળ ધન, ઘોડા, વસ્ત્ર વગેરે આપ્યું. (રાજાએ આપેલા) આવાસમાં રહેતે થકો તે પિતાની પ્રિયા સાથે વિચારવા લાગ્યો કે આ બધો ઉપસર્ગહરસ્તોત્રને પ્રભાવ છે. કારણ કે — વિપત્તિના સ્થાને સંપત્તિ, લાકડાની બેડીના બદલે લગ્ન, અપમાનને સ્થાને માનની પ્રાપ્તિ. એ બધું પુણ્યનું જ ફળ છે.”—૧૩૫ પછી રાજાએ પ્રિયંકરને તેની પત્ની સહિત દુશ્મનના ભયને લીધે રાત્રિના સમયે પિતાના સેવકોની સાથે પંચમીના દિવસે અશોકપુરે પહોંચાડી દીધો. [ત્યાં . જઈને ] પત્ની સહિત કુમારે પિતાના માતાપિતાને પ્રણામ કર્યા. દેવની વાણી સત્ય થઈ અને માતાપિતા રાજી થયાં. આ પ્રમાણે પ્રિયંકરને વસુમતી નામની પ્રથમ પત્ની થઈ. બધા વ્યવસાયમાં કુશળ એવા પ્રિયંકર કુમારે કુટુંબને બધે ભાર માથે લઈ લીધો. પિતા તે વિનયી પુત્રના પ્રતાપે પુણ્યકર્મ જ કરવા લાગ્યો, કેમકે -
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy