SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણ. લાગ્યા કે:“હું પિતાજી! હવે તમે આ વ્યાપારાદિક બધા કાર્યને ત્યાગ કરીને માત્ર ધર્મ ધ્યાનનું જ આચરણ કરશે.” કેમકે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ— ૧૦૮ “ના ના યુવર થળો, ન સ ર્વનિયંત્તઃ। ધર્મ ૨ કુળમાનસ, સજ્જા અંતિ કો ટ્રક જે જે રાત્રિ વ્યતીત થાય છે તે પાછી પ્રાપ્ત થતી નથી, ( અને ) ધમ કરનાર માણસની રાત્રિએ સલ થાય છે.” હે તાત! હવે હું ઘરના ભાર અધેા ઉપાડી લઇશ. વ્યાપારાદિક કા પણ હું કરી લઈશ. તે જ સાચા પુત્ર છે કે જે પેાતાના પિતાની ચિંતાના ભાર આ કરે છે. કહ્યું છે કે:-~~ “જ્ઞાતિ સુપુગળ, સિદ્દી પિત્તિ નિર્ભયમ્। सदैव दशभिः पुत्रैर्भारं वहति गर्दभी ॥૨૨॥ એક સુપુત્રથી પણ સિંહણ નિય થઈને [વનમાં] સૂઇ રહે છે, જ્યારે દશ પુત્રા સાથે હાવા છતાં પણ ગધેડી ભાર ઉપાડે છે.” એક વખતે પિતાએ પ્રિયકરને નજીકના ‘શ્રીવાસ’ નામના ગામમાં ઉઘરાણી કરવા મેલ્યા. ઉઘરાણી પતાવીને સાંજના વખતે પાછા વળતાં તેને ભિન્ન લોકોએ બાંધ્યા, (અને) આંધીને તેને શ્રીપતમાંના કિલ્લામાં પેાતાના સ્થાને લઇ ગયા અને તે સંબંધીની પેાતાના સીમાડાના રાજાને ખબર આપી. તેણે તેને કેદખાનામાં નાંખ્યા. અહીં તેના માતાપિતા સધ્યાકાળે પુત્રને આવવાની રાહ જોવા લાગ્યા અને ખેલવા લાગ્યા કે હે પુત્ર! તને આજે જ બહાર મેકક્ષેા, પણ હજી સુધી તું પાછે કેમ ન આબ્યા ? તું શું રિસાઇ ગયા? શુ કોઇએ તારા પરાભવ કર્યા ? હે પુત્ર! હવે તુ અહીં તરત આવીને વિરહાતુર એવા અમને તારૂ મુખ બતાવી આનંદ પમાડે. હવે પછી કોઇપણ સ્થાનકે અમે તને કદીપણ માકલીશું નહિ. માતા બોલી કે−હે વત્સ ! પ્રિયકર મારે તે તું એકના એક દીકરા છે અને મહાકટે તારૂ પાલન કર્યું છે, તું અમને અત્યંત વહાલા, સુંદર, મનેાહર કાંતિવાળા, સૌને માનવા યાગ્ય, ઘણાને માનીતા, આભૂષણના કરડી સમાન, રત્નની માફ્ક અમારા જીવિતને ઉલ્લાસ આપનાર, હૃદયને આનંદ આપનારા, આકાશ પુષ્પની જેમ અત્યંત દુર્લભ, સ્વસમાં પણ તારૂ દન શી રીતે પ્રાપ્ત થશે? આ પ્રમાણે પુત્રના ગુણો સંભારતા થકા તે બંને જણા વિલાપ કરવા લાગ્યા. કહ્યું છે કેઃ “બીજું બધું દુ:ખ સમયનાં વીતવાની સાથે માણસે વીસરી જાય છે. (પરંતુ) પ્રિયજનના વિયાગનું દુઃખ મરણ વિના વીસરતું નથી-ભૂલાતુ નથી.”-૧૧૬
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy