SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયકર નૃપ થા. ૧૧૭ પ્રાયે કરીને પુત્રા નાશ પામે છે, મધુએ પણ નાશ પામે છે અને આ દુનિયામાં ખીજું મધું નાશ પામે છે, પરંતુ ધમ અને આત્મા તેા નિશ્ચલ જ છે-નાશ પામતા નથી.” પ્રિયશ્રી ઉતરી ગએલા મેઢે ઘેર આવી. અશ્રુબિંદુથી પેાતાના હૃદયને ભીંજવતી, છતાં ક્રોધાગ્નિથી મળી રહેલી અને નીચે જ્મીન તરફ જોતી એવી તેણીને દેખીને તેણીના પતિ (પાસત્ત) એ કહ્યું કેઃ-વહાલી! શા કારણથી તું આજ ખિન્ન દેખાય છે? શું તારૂં કાઇએ અપમાન કર્યું છે? તારા કાઈ એ પરાભવ કર્યાં છે ? તેણીએ કાંઇ પણ જવાબ ન આપ્યા, કારણ કે કુલવાન સ્ત્રીએ પિતાના ઘરે પેાતાનુ થએલું અપમાન સાસરામાં માટે ભાગે કેમે કરીને કરતી નથી. અર્થાત્ પેાતાના પિયરની હલકાઇ સાસરામાં કોઇ રીતે કરતી નથી. કારણ :~ “કુલવાન સ્ત્રીએ પેાતાના અપમાનની-દુઃખની વાત બીજાની આગળ કરતી નથી. (જ્યારે) મધ્યમ સ્ત્રીએ, એક બીજાની વાત એક બીજાને કરીને પરસ્પર ઘરમાં ફ્લેશ કરાવે છે.”–૭૨ તાણુ પતિએ આગ્રહથી પૂછવાને લીધે તેણીએ પેાતાના પિતાના ઘેર બનેલી અધી ઘટના કહી સ'ભળાવી. :કારણ કેઃ— “તિઃ પૂખ્ય: તિવઃ, પતિઃ સ્વામી પતિનુર | सुखे दुःखे कुलस्त्रीणां शरणं पतिरेव हि sn કુલીન સ્ત્રીને પતિ પૂજ્ય છે, પતિ દેવ છે, પતિ સ્વામી અને પતિ જ ગુરૂ છે, સુખમાં કે દુઃખમાં શરણુ પણ પતિ જ છે.” પાસદત્ત શેઠે કહ્યું કે:-હે ભદ્રે! મારા જાણવામાં આવી ગયું કે ગરીબાઈ જ એક તારા અપમાનનું કારણ છે.” કારણ કેઃ શ્વરે મો ધો, હા ટ્Üા નૂમતા | न केनापि हि दारिद्रयं दग्धं सत्त्ववताऽप्यहो ॥ ७४ ॥ મહાદેવે કામદેવને બાળી નાંખ્યા, હનુમાનજીએ લકાને ખાળી, પરંતુ કોઈપણ સાત્ત્વિક પુરૂષ આ ગરીબાઇને ખાળી ન શક્યેા.” પછી પતિએ રાતી એવી પ્રિયશ્રીને શાંત કરી, અને કહ્યું કેઃ “હે પ્રિયા! મનમાં જરાએ દુઃખ લગાડીશ નહિ. બીજાને દોષ દેવા કરતાં પેાતાના આત્માને જ દોષ દેવા, સ્વામીને કે મિત્રને દેષ દેવા કરતાં, પેાતાના કર્મને જ દોષ દેવા ોઇએ.” પેાતાના કર્મને જ વિચાર કરીને, પુણ્યનું આચરણ કરવું અને ભાગ્યચકના જ વિચાર કરવા. કારણ કેઃ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy