SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 3 નામની પુસ્તિકા ઉપરથી ‘નમસ્કાર મહાત્મ્ય' શરૂઆતમાં જ પાના ૧ થી ૧૯ ઉપર અહીં પ્રસંગાપાત ઉપયોગી જાણી ફરીથી છપાવેલ છે, જે વાંચી જવા વાંચકોને ભલામણ છે. ૨ ઉવસગ્ગહર સ્તાત્ર— નવ સ્મરણા પૈકીનું બીજું ‘ઉવસગ્ગહર સ્તોત્ર' તેના નામ પ્રમાણે જ ગુણવાળુ સ્તોત્ર છે. અને તેના નિત્યપાઠ કરનારના ઉપસર્ગો તેનાથી દૂર થાય છે, તે વાતના અનુભવ મને પોતાને જ ઘણી વખત થએલા છે. આ રસ્તોત્રના કર્યાં શ્રુતકેવલિ શ્રીભદ્રબાહુસ્વામી જ છે અને તેઓ જ્યાતિષી વરાહમિહીરના ભાઈ નથી એમ મારૂં પોતાનું માનવું છે અને તેથી જ મારા તરફથી જૈન સાધુ સ ંમેલનની કમિટી તરફથી છપાતાં શ્રી જૈનસત્યપ્રકાશ' નામના માસિકમાં ‘ઉવસગ્ગહર સ્તોત્ર' એ નામથી લેખમાળા ચાલુ આવ્યા કરે છે, જે વાંચી લેવા વાંચકોને ભલામણ છે. ૩ સતિકર શ્તાત્ર— આ સ્તોત્ર પણ તેના નામ પ્રમાણે શાંતિનું કરનારૂં છે અને તેની ઊત્પત્તિ પશુ સંધના ઉપદ્રવની શાંતિ માટે જ થઇ હતી જે હકીકત આ પ્રમાણે છેઃ~ તપગચ્છ નાયક શ્રૠ સામસુંદરસૂરિના પટ્ટપ્રભાવક સહસ્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિએ મેવાડ દેશમાં આવેલા દેવકુલપાટક નામના નગરતે વિષે સંધમાં અકસ્માત્ ભરીને ઉપદ્રવ થવાચી પીડા પામતા લોકોને જોઇ અત્યન્ત કરૂણાવાળા અને ગુરૂના પ્રસાદથી વિદ્યાને પામેલા તે મહાપુરૂષે સંધમાં મરકીની શાંતિને માટે સૂરિમંત્રના આમ્નાયવાળુ શ્રી શાંતિનાથ જિનનું આ સ્તોત્ર રચ્યું છે અને તેની શરૂઆત ‘સંતિકર” શબ્દથી થતી હાવાથી સ્તંત્રનું નામ પણ ‘સ ંતિકર સ્તોત્ર’ રાખવામાં આવેલું છે. આ મહાપુરૂષ શ્રીમુનિસુંદરસૂરિના વિ. સ. ૧૪૩૬ ની સાલમાં જન્મ, વિ. સં. ૧૪૪૩ ની સાલમાં દીક્ષા, સં. ૧૪૬૬ માં ઉપાધ્યાય પદ્મ અને સ. ૧૪૭૮ ની સાલમાં આચાર્યપદ અને વિ. સ’. ૧૫૦૩ ની સાલમાં શ્રીકારંટા નગરે ૬૭ વષઁની ઉમરેસ્વર્ગવાસ થયા હતા, તેને શ્રીકૃષ્ણે સરસ્વતીનું બિરૂદ પણ મળેલું હતું. ૪ તિજયહુત્ત સ્તાત્ર— આ સ્તોત્રનું જ્ઞામાભિધાન પણ તેના આદ્યપદ ઉપરથી પડેલું છે. અને તેનું ‘સત્તરિસયયુત્ત” એવું બીજું નામ તેમાં એકસાને સિત્તેર જિનેશ્વરાની સ્તુતિ હાવાથી પડેલું છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મ્હેસાણાવાળા પંચપ્રતિકમણમાં આ સ્તોત્રના કર્તા તરીકે શ્રીમાનદેવસૂરિના ઉલ્લેખ કરેલા છે, જે આ પ્રમાણે છેઃ— શ્રીમાનદેવસૂરિએ કાઈક વખતે શ્રીસંધમાં વ્યન્તર કરેલ ઉપસનું નિવારણ કરવા આ સ્તાત્ર રચ્યું છે, એવા સંપ્રદાય છે.” પરંતુ અજાયબીની વાત તેા એ છે કે પ્રભાવકચરિત્રમાં ઉલ્લેખાએલ ‘શ્રીમાનદેવસૂરિ પ્રબંધ'માં અથવા તે। વીરવંશાવલિ' વગેરે અતિહાસિક ગ્રંથામાં આ વાતને નાનિર્દેશ સુદ્ધાં પણ કરવામાં આવ્યા નથી. મારી માન્યતા પ્રમાણે ઉપરોક્ત ઉલ્લેખ શ્રી હકીતિસૂરિષ્કૃત સપ્તસ્મરણુ ટીકા ઉપરથી કરવામાં આવ્યે હશે. ગમે તેમ, પણ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy