SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. રહે છે. અરે ઢગી ! આ તારો ઢગ હવે વધારે નહીં ટકે, રમણને રંજાડવાનું ફળ અલ્પ સમયમાં જ તારા જોવામાં આવશે.” - આ પ્રમાણેના પ્રચંડ વાપ્રહાર કરવા સાથે તે વારંવાર સુદર્શનના શરીરને સ્પર્શ કરવા લાગી અને તેના હાથ વગેરેને દબાવતી, ખેચતી તથા પોતાના પાન પયોધર સુધી લઈ જતી, કોઈક વાર તેના ગળામાં પિતાને કમળ જે હાથ નાખી લટકતી, તો કોઈક વાર વિલક્ષણ રીતે આલિંગન દેતી, આ પ્રમાણેની અસભ્ય ચેષ્ટાઓથી પણ મહાત્મા સુદર્શનના એક રોમમાં પણ વિકાર ન જાગે. વિષયની યાચના કરતાં, લગભગ રાત્રિનો અંત આવ્યે છતાં પણ નિભંગીના મનેરની જેમ અભયાનો મને રથ ફલિભૂત ન થયો. યુક્તિ, પ્રયુક્તિઓ બધી વ્યર્થ ગઈ અને પિતાની મનોકામના કેઈ પણ રીતે સંપૂર્ણ નહિ થઈ શકે એમ તેણીને ખાત્રી થઈ ગઈ. - પિતાની ઈચ્છા પાર નહિ પડતાં પિતાને નિરાશ કરવા માટે તેણીને સુદર્શન પ્રત્યે વૈર લેવાની ઈચ્છા થતાં જ પોતાના નખવતી પિતાના શરીર પર ઉઝરડા કરીને તથા વસ્ત્રોને અસ્તવ્યસ્ત કરી નાખી શેર બકેર કરવા લાગી. શોર બકેર સાંભળી પહેરેગીરે તરત જ ત્યાં દોડી આવ્યા અને ધ્યાનસ્થ સુદર્શન શેઠને ત્યાં જઈને તેઓ વિચાર કરવા લાગ્યા કે –“અમૃતમાંથી ઝેર, જળમાંથી અગ્નિ અને ચંદનમાંથી દુર્ગધિની પ્રાપ્તિ હજુ સુધી થઈ હોય એવું સાંભળવામાં પણ નથી, તેમ આ ધર્માત્મા સુદર્શન આવું અપકૃત્ય કરે એ માની શકાતું નથી, કારણ કે એ પુણ્યાત્મા રસ્તે ચાલતાં પણ ઉંચી નજરે જોતો નથી. અત્યારે પણ તેઓની દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર હોવાથી નિવિકારી દશાનું તે સૂચન કરે છે; આવા પુણ્યવંત ધર્માત્માને એકદમ નિગ્રહ કરે અનુચિત છે.” આ પ્રમાણે વિચાર કરી પોતાની ફરજ બજાવવા રાજાને તે વાતની જાણ કરવા માટે પહેરેગીરે ગયા. આ સમાચાર સાંભળતાં રાજાને પણ માટે સંદેહ ઉત્પન્ન થયો કે:-“સુદર્શન જેવા ધર્માત્મા માટે આવા આચરણની સંભાવના કદી સત્ય હોય જ નહિ.” છતાં પણ આ વસ્તુસ્થિતિનો નિર્ણય કરવા માટે રાજા પિતે ત્યાં ગયે. વસ્તુસ્થિતિની તપાસ કરતાં રાજાને પૂર્ણ પ્રપંચ થયે હોય તેમ લાગ્યું, પરંતુ સત્યાસત્યને ભેદ જાણ્યા વિના ન્યાય આપી દે એ તેને ઉચિત લાગ્યું નહિ. પોતે ત્યાં આસન પર બેઠો એટલે અભયા રેતી રેતી ગદ્ગદ્ કઠે કહેવા લાગી કે – હે સ્વામિન ! આપશ્રીની અનુજ્ઞાથી હું આજે અંતઃપુરમાં રહી હતી, પરંતુ ત્યાં
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy