SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન આવેલાં છે, તથા લોકોનો ભાવ દર્શાવતાં પાંચ પ્રાચીન ચિત્રો પણ શ્રીયુત નાથાલાલભાઈ પાલનપુરવાળાના સંગ્રહની હતપ્રતમાંથી સૌથી પ્રથમ વાર રજૂ કરવામાં આવેલાં છે. પૃઇ ૩૧૫ થી ૪૦૮ સુધી “શ્રી ભક્તામરસ્તેત્રનાં મૂળ ૪૮ કાવ્યો, તેનું સમશ્લોકી ભાષાંતર, લોકાર્થ તથા સ્તોત્રના પ્રભાવને લગતી ૨૮ અઠ્ઠાવીશ કથાઓ શ્રી ગુણાકરસૂરિ કૃત સંસ્કૃત ટીકા ઉપરથી ભાષાંતર કરીને તથા તેના મંત્રામ્બા વિધિ સહિત રજૂ કરવામાં આવ્યાં છે. કથાઓની કુટનોટ વાંચવાથી આ કથાઓમાં કેટલેક સ્થળે ગામનાં નામનાં રૂપાંતર કરીને પછીના લેખકોએ પિતા પોતાનાં નામો ઉપર આ કથાઓને ચઢાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તે તુરત જ જણાઈ આવશે. પૃષ્ઠ ૪૦થી ૪૫૯ સુધી ભક્તામરનાં ૪૮ કાવ્યો પૈકી દરેકે દરેક કાવ્યને લગતાં પ્રાચીન બબે યંત્રોની વિધિ તથા તેને લગતી ચિત્રાકૃતિઓ સૌથી પ્રથમ જ વાર શુદ્ધ રૂપે આ ગ્રન્થમાં રજૂ કરવામાં આવ્યાં છે અને સાથે સાથે શ્રી હરિભદ્રસૂરિકૃત તેત્રો પણ દરેક કાવ્ય ઉ૫ર રજૂ કરવામાં આવ્યાં છે. આ ગ્રન્થમાં ભક્તામરને લગતાં કાનુરૂપ ચિત્રો રજૂ કરવાની મારી તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ જે જે વ્યક્તિઓ પાસે તેની હસ્તપ્રત હતી, તે તે વ્યક્તિઓ તરફથી ચિત્રો લેવા માટે મને મંજૂરી નહિ મલવાથી ચિત્ર રજૂ કરી શક્યો નથી તે માટે વાંચકોની ક્ષમા માગું છું. પૃષ્ઠ ૪૬ ૦ થી ૪૮૮ સુધી કલ્યાણદિર સ્તોત્ર મૂળ, ભાવાર્થ, મંત્રા—ાય તથા શ્રીયુત જસવંતરાય જેની દિલ્હીવાળાના સંગ્રહની હસ્તપ્રતના શ્લોકાનુરૂપ પચીસ ચિત્રો તથા શ્રીયુત મોતીલાલ થપ્પાવાળાની હસ્તપ્રતનાં આજુબાજુનાં શાહજહાં બાદશાહના સમયની મોગલ કલમથી ચિતરાએલાં સુંદર ચિત્ર પણ સૌથી પ્રથમ રજૂ કરવામાં આવ્યાં છે. આ બંને હસ્તપ્રત દિલ્હીથી પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજ્યજીએ મને મોકલાવી આપી હતી, તે માટે તેઓશ્રીનો આભાર હું જેટલો માનું તેટલો ઓછો જ છે. પૃષ્ઠ ૪૮૯ થી ૫૦૨ સુધી “કલ્યાણુમંદિર મંત્રા—ાયો’ નામના પ્રકરણમાં કલ્યાણુમંદિરને લગતી ૪૩ તેતાલીસ યંત્રકૃતિઓ કે જેનાં ચિત્રો પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવેલાં છે, તેનાં વિધિ, વિધાન તથા તેનાથી થતા ફાયદાઓ પણ સાથે સાથે દર્શાવવામાં આવેલ છે. આ યંત્રની હસ્તપ્રત શ્રીયુત નાથુરામજી પ્રેમી દ્વારા શ્રી સુખાનંદજી ધર્મશાળામાં આવેલ શ્રી પન્નાલાલજી ઐલક રસ્થાપિત શ્રી સરસ્વતી જૈન પુસ્તકાલયમાંથી મને મળી હતી, તે માટે તેઓશ્રીનો તથા તે સંસ્થાના સેક્રેટરી શ્રીયુત રામપ્રસાદ જૈનનો પણ અત્રે આભાર માનું છું. પૃષ્ઠ ૫૦૩ થી ૫૦૮ સુધી બહત શાંતિ મૂળ તથા ભાવાર્થ સાથે આપવામાં આવેલ છે. આ ઉપરાંત “શ્રી ભરવપદ્માવતીકપ'ના કર્તા શ્રી મલિષેણસૂરિ વિરચિત “વિદ્યાનુશાસન' નામના ગ્રન્થ ઉપરથી પ્રાચીન “શ્રી ઋષિમંડલ સ્તવ” તથા તેનું ગુજરાતી ભાષાંતર તેને લગતા એક નવીન યંત્ર તથા અમેરિકાના બોસ્ટન મ્યુઝિયમમાં આવેલ પ્રાચીન યંત્રના ચિત્ર સાથે પરિશિષ્ટ ૧ તરીકે, શ્રી નવગ્રહ મંત્રાક્ષર સ્તવ' પણ મારી પાસેના એક હસ્તલિખિત પત્ર ઉપરથી તેના ગુજરાતી ભાષાંતર સાથે અને નવે ગ્રહોની પીડાના નિવારણની જૈનમતાનુસારે વિધિ સહિત તદન પહેલી જ વખત પરિશિષ્ટ ૨ તરીકે, “શ્રી મહાલક્ષ્મી અષ્ટક’ પરિશિષ્ટ ૩ તરીકે, “માણિભદ્રજીને છંદ' પરિશિષ્ટ ૪ તરીકે અને “ભૈરવાષ્ટક’ પણ મારા જ સંગ્રહના છુટા પડ્યા ઉપરથી પરિશિષ્ટ ૫ તરીકે તદન પહેલી જ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy